Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં જગદીશ ફરસાણના નામે મોટી છેતરપિંડી:રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અને ડેટાની ચોરી, વેબસાઈટ અને નામ ચોરી કરી ગ્રાહકો સાથે ફ્રોડ કર્યું, જનમહલમાં દુકાન ધરાવતા પિતા-પુત્ર સામે ફરીયાદ

    8 hours ago

    વડોદરાની જાણીતી બ્રાન્ડ જગદીશ ફરસાણના નામે ગેરકાયદેસર ધંધો કરી, ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ સાહિત્યની ચોરી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા રેલ્વે સ્ટેશન સામે આવેલા જનમહલમાં દુકાન ધરાવતા પિતા-પુત્ર સામે મૂળ પેઢીના સંચાલક કલ્પેશભાઈ કંદોઈ દ્વારા પોલીસ ચોપડે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરાના જનમહલમાં દુકાન નંબર 3 અને 4માં ધંધો કરતા રાજુભાઈ શાહ અને આશિષ રાજુભાઈ શાહ નામના પિતા-પુત્ર સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. બંને આરોપીઓએ કંદોઈ પરિવાર કે મૂળ પેઢી સાથે કોઈ જ સંબંધ ન હોવા છતાં, મૂળ વેબસાઈટ પરથી 1838થી લઈને તમામ ઐતિહાસિક વિગતો શબ્દસહ ચોરી કરીને પોતાની નકલી વેબસાઈટ બનાવી સાહિત્ય પ્રકાશિત કરી દીધું હતું. સ્ટેશન જેવા ભરચક વિસ્તારનો લાભ લઈ આરોપીઓએ હાઈવે પર તથા અન્ય સ્થળોએ પોતાની કે મળતીયાઓની મદદથી બોગસ ફ્રેન્ચાઈઝીઓ ખોલી હતી અને હલકી ગુણવત્તાનો માલ વેચી મૂળ બ્રાન્ડની છબી ખરડાવી હતી. આરોપીઓએ 'ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ' (BPCL) જેવી મોટી કંપનીઓ સાથે મૂળ જગદીશ ફરસાણના નામનો ખોટો ઉપયોગ કરી કોન્ટ્રાક્ટ મેળવી છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું છે. નકલી વેબસાઈટ અને રજિસ્ટર્ડ ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરી ગ્રાહકો તથા મોટી કંપનીઓને ગુમરાહ કરનાર આ પિતા-પુત્ર જોડી સામે કલ્પેશભાઈ કંદોઈએએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરની 1938થી કાર્યરત સૌથી જૂની અને જાણીતી પેઢી 'જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ'ના લાલ રંગના પ્રખ્યાત લોગો, નામ અને અધિકૃત વેબસાઇટના સાહિત્યનો કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરોપીઓએ મૂળ વેબસાઇટ પરથી તમામ શબ્દો અને પેઢીના સ્થાપકોના નામોની આબેહૂબ નકલ કરીને નકલી ડોમેન બનાવી લોકોને છેતરવાનું ગુનાહિત ષડયંત્ર રચ્યું છે. આ અંગે જગદીશ ફરસાણ પેઢીના ડાયરેક્ટર કલ્પેશ કંદોઈ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને કોપીરાઇટ ભંગ હેઠળ આશિષ શાહ અને રાજુભાઈ શાહ નામના બે વ્યક્તિઓ સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ આરોપીઓએ નકલી વેબસાઇટ અને સાહિત્યનો ઉપયોગ કરીને માત્ર ગ્રાહકોને જ નથી છેતર્યા, પરંતુ BPCL (ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ) જેવી મોટી કોર્પોરેટ કંપનીઓ સાથે પણ ખોટા કરારો કર્યા છે. 1938ની મૂળ પેઢીના નામનો દુરુપયોગ કરીને હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચવી અને અંગત આર્થિક ફાયદો મેળવવો એ ગંભીર ગુનાહિત માનસિકતા દર્શાવે છે. આવનાર દિવસોમાં આ પ્રવૃત્તિમાં સામેલ અન્ય તમામ લોકો સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ જગદીશના નામનો ગેરકાયદેસર ઉપયોગ કરતી તમામ પેઢીઓ સામે સિવિલ કોર્ટમાંથી મનાઈહુકમ મેળવવાની કાનૂની તજવીજ પણ હાથ ધરવામાં આવશે. જગદીશ ફરસાણના ડાયરેક્ટર કલ્પેશ કંદોઈએ જણાવ્યું હતું કે, અમારી પેઢી સાથે જેમને કોઈ લેવાદેવા નથી તેવા લોકો અમારા નામો અને બ્રાન્ડનો દુરુપયોગ કરીને ખોટી વેબસાઇટ ચલાવી રહ્યા છે અને પબ્લિકને છેતરી રહ્યા છે. તેઓ બહારના લોકોને હલકી ગુણવત્તા વાળું ફરસાણ વેચે છે તેમજ ગેરકાયદેસર રીતે ફ્રેન્ચાઇઝી આપીને માર્કેટમાં અમારી વર્ષો જૂની પ્રતિષ્ઠા ખરાબ કરી રહ્યા છે. આ જ કારણે અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં હાલ અકોટા ખાતે દુકાન ધરાવતા રાજુભાઈ શાહ અને તેમના પુત્ર આશિષ શાહ સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. આગળ જતાં જે પણ લોકોના નામ આમાં બહાર આવશે, તે તમામ સામે અમે કડક કાર્યવાહી કરીશું. તેઓએ જણાવ્યું હતું કે, અમે અમારી બ્રાન્ડની ગુણવત્તા અને નામ સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા માંગતા નથી. તમામ ગ્રાહકોને અમારી નમ્ર વિનંતી છે કે, સાચા અને ઓરિજિનલ 'જગદીશ ફરસાણ'ની ઓળખ કરીને જ ખરીદી કરવી. ગ્રાહકોએ ખરીદી કરતી વખતે અમારા અધિકૃત લોગો પર 'Since 1938'** લખેલું છે કે નહીં તે ખાસ ચકાસવું, તેમજ લોગોમાં રહેલા સ્ટાર અને લાલ રંગની ઓળખ કરીને જ સાચો માલ ખરીદવો.
    Click here to Read More
    Previous Article
    વડનગરના વલાસણા-વિજાપુર હાઇવે પર SMCનો દરોડો:26 લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
    Next Article
    રાજકોટ મુખ્યમંત્રીના હસ્તે રૂ.268 કરોડના કામોને લીલીઝંડી અપાઇ:સમયના અભાવે સ્પીચ ન આપતા વાઘાણીને ભૂપેન્દ્ર પટેલે લપેટમાં લીધા, પૂર્વ શિક્ષણમંત્રીએ દિલ્હી જંતરમંતરની ઘટનાને વખોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment