Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SMCના ફાયર વિભાગે ડ્રિલ કોમ્પિટિશનમાં 2-ગોલ્ડ, 1-બ્રોન્ઝ મેડલ જીત્યા:રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ

    16 hours ago

    રાષ્ટ્રીય અગ્નિશામક સેવા દિવસના પવિત્ર અવસરે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહીદ જવાનોને યાદ કરી અંજલિ અર્પવામાં આવી હતી. આ વર્ષની ઉજવણીમાં સુરત ફાયર વિભાગ માટે બેવડા આનંદના સમાચાર સામે આવ્યા છે, જેમાં દ્વારકા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની ફાયર ડ્રિલ સ્પર્ધામાં સુરતની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટથી 66 જવાનો શહીદ થયા હતાં ભારત સરકાર દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને અગ્નિશામક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પાછળ એક કરુણ અને શૌર્યપૂર્ણ ઇતિહાસ જોડાયેલો છે. 14મી એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોકયાર્ડ ખાતે બ્રિટીશ માલવાહક જહાજ એસ.એસ. ફોર્ટ સ્ટાઈકીનમાં ભયાનક વિસ્ફોટ અને આગ લાગી હતી. આ દુર્ઘટનામાં જનતા અને સંપત્તિના રક્ષણ માટે મુંબઈ ફાયર બ્રિગેડના 66 જવાનો શહીદ થયા હતાં. તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં 19 જવાનોએ શહીદી વહોરી હતી 2 જાન્યુઆરીએ, 1981 ઝાંપા બજાર મકાન દુર્ઘટનામાં 1 ફાયર ઓફિસર અને 4 ફાયરમેન શહીદ થયા હતાં. 14 ડિસેમ્બર, 1991 કતારગામની મુકેશ ડાઇંગ મિલમાં લાગેલી આગમાં 1 ફાયર ઓફિસર અને 18 ફાયરમેન મળી કુલ 19 જવાનોએ શહીદી વહોરી હતી. આ શહીદોની સ્મૃતિમાં સુરતના અઠવાગેટ, ચોપાટી ખાતે સ્મારક બનાવવામાં આવ્યું છે, જ્યાં દર વર્ષે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ સ્મારક ખાતે 1966નું ઐતિહાસિક મેરી વેધર ફાયર એન્જિન પણ સ્થાપિત છે. ફાયર ડ્રિલ કોમ્પિટિશનમાં 2 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા 14 એપ્રિલ 2026ના રોજ દ્વારકા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની ફાયર ડ્રિલ કોમ્પિટિશનમાં સુરત મનપાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટીમે પોતાની વ્યાવસાયિક કુશળતા અને ટીમવર્ક દ્વારા 2 ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ જીતીને સુરતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં વિભાગમાંથી 1 ઓફિસર, 3 લીડિંગ ફાયરમેન અને 3 ફાયરમેનની ટીમ મોકલવામાં આવી હતી. આગમાં ફસાયેલા 125 કામદારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ સુરત જેવા ગીચ વસ્તી અને ઔદ્યોગિક એકમો ધરાવતા શહેરમાં ફાયર વિભાગની જવાબદારી અત્યંત મહત્વની છે. ગત વર્ષે શહેરમાં કુલ 7,804 જેટલા આગ અને અકસ્માતના બનાવો નોંધાયા હતા. ફાયર વિભાગે અનેક રેસ્ક્યુ કામગીરીઓ સફળતાપૂર્વક પાર પાડી છે, જેમાં સિંગણપોર ખાતે 22 વિદ્યાર્થીઓને સુરક્ષિત બચાવ્યા હતા. વરેલી ખાતેની આગમાં ફસાયેલા 125 કામદારોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 78.16 કરોડના ખર્ચે આધુનિક સાધનો શહેરના ઝડપી વિકાસને જોતા, વર્ષ 2026-27 માટે ફાયર વિભાગના અપગ્રેડેશન માટે રૂ. 78.16 કરોડના ખર્ચે પ્રસ્તાવ તૈયાર કરાયો છે. જેમાં 104 મીટર ઊંચાઈ ધરાવતું એરિયલ લેડર પ્લેટફોર્મ, ડ્રોન કેમેરા, સ્માર્ટ ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ અને અન્ડરવોટર સોનાર સ્કેનર જેવા આધુનિક સાધનો વસાવવામાં આવશે. એક સપ્તાહ સુધી ફાયર સર્વિસ વીકની ઉજવણી થશે આ અવસર પર સુરત મહાનગરપાલિકા દ્વારા એક સપ્તાહ સુધી ફાયર સર્વિસ વીકની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં રોડ શો, આધુનિક સાધનોનું પ્રદર્શન, શાળાઓ અને મોલમાં મોક ડ્રિલ દ્વારા નાગરિકોને અગ્નિ સુરક્ષા અંગે જાગૃત કરવામાં આવશે. અંતમાં ફાયર વિભાગે તમામ નાગરિકોને ફાયર સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તારાપુર રોડ પર બોલેરોની ટક્કરે એક્ટિવા સવાર મહિલાનું મોત:2 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી, મૃતક વાવોલમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી'તી
    Next Article
    Sthanik Swarajya Election LIVE | ભાજપના મહિલા ઉમેદવારનો વિરોધ, વિસ્તારની બહાર ખદેડ્યા | Vadodara

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment