Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખારેલ ટોલનાકા પાસે દારૂ સાથે બે શખ્સ ઝડપાયા:SMCએ રૂ. 13.28 લાખનો વિદેશી દારૂ અને કુલ રૂ. 21.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    9 hours ago

    નવસારી જિલ્લાના ગણદેવીમાં ખારેલ નજીક નવા એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વિદેશી દારૂ અને બીયરની આશરે 120 પેટીઓ સાથે બે શખ્સોને પકડ્યા. દારૂની કિંમત રૂ. 13,28,976 છે. પોલીસે કુલ રૂ. 21,84,476નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. તુવર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા જથ્થામાં કુલ 4,224 બોટલો હતી. પોલીસે બે વાહન, ચાર મોબાઇલ ફોન, રોકડ અને અન્ય સામાન પણ જપ્ત કર્યો. આ અંગે ગણદેવી પોલીસ સ્ટેશનમાં 02/11/2026ના રોજ પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે અચલારામ ઉર્ફે અશોક જોગારામ મનમોડા અને મોહન સદરામ બિશ્નોઇની ધરપકડ કરી છે. આ કેસમાં સાગર દશરથ ભીસે (પાટીલ), ધીરેન ઉર્ફે પીન્ટુ બાલકૃષ્ણ દલાલ અને ગોપીચંદ ઉર્ફે ગોપાલ બિશ્નોઇ સહિત આઠ લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે. તેમાં વાહનોના માલિકો, દમણથી દારૂ લાવનાર અને સુરતમાં દારૂ મંગાવનાર લોકોનો પણ સમાવેશ થાય છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, દારૂ ગુજરાતમાં લાવવા માટે હાઇવે અને નવા એક્સપ્રેસ-વેનો ઉપયોગ થતો હતો. અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા અને નેટવર્કની તપાસ માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવી ટેન્ડર નીતિ અને ડિઝાઇન બદલાતા બાંધકામ સમિતિનો મોટો નિર્ણય:30 ટકાથી નીચા ભાવના ટેન્ડરો અને ગ્રીલ ચોરીના વિવાદ વચ્ચે કુલ 74 વિકાસકામો એકસાથે દફતરે
    Next Article
    સોમનાથની 500 વર્ષ જૂની દરગાહની જમીન મામલે હાઈકોર્ટનો ચુકાદો અનામત:કોરિડોર માટે જમીન ગેરકાયદેસર રીતે સંપાદિત કરવામાં આવી હોવાનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment