Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં SMCનો સપાટો:રખિયાલ પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી કોબામાં ત્રાટકી, મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો

    3 days ago

    ગાંધીનગરના રખિયાલ પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયાના ગણતરીના કલાકોમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વધુ એક મોટો સપાટો બોલાવ્યો છે. ગાંધીનગરના હાર્દ સમાન ઇન્ફોસિટી પોલીસ મથકની હદમાં કોબા કુડાસણ રોડ પર ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકીને સ્થાનિક પોલીસની પોલ ઉગાડી દીધી છે. આ આકસ્મિક દરોડાને કારણે સમગ્ર જીલ્લાના પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 12.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત SMCની ટીમે દહેગામ-બાયડ રોડ પર એક દિલધડક ઓપરેશન પાર પાડીને રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે લાખો રૂપિયાની લક્ઝરી કાર સહિત કુલ 12.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આંતરરાજ્ય દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ટાટા હેરિયર લક્ઝરી કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભર્યો હતો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને એક અત્યંત ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ રંગની ટાટા હેરિયર લક્ઝરી કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને દહેગામ તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીમાં ગાડીનો નંબર પણ સ્પષ્ટ હોવાથી એસએમસીની ટીમે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડજોદરા ગામ નજીક વોચ ગોઠવી દીધી હતી. બાતમીવાળી શંકાસ્પદ હેરિયર કાર પસાર થતાં જ પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર ભગાડી મૂકી હતી. ફિલ્મી ઢબે પીછો કરીને એકને દબોચ્યો આથી પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો શરૂ કર્યો હતો અને અંતે બાયડ-દહેગામ રોડ પર આવેલા મેશ્વો નદીના બ્રિજ નજીક પોતાની સરકારી ગાડીઓ આડી મૂકીને લક્ઝરી કારને કોર્ડન કરી લીધી હતી. કાર ઉભી રહેતા જ ચાલકે કૂદીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ એલર્ટ પોલીસ કર્મચારીઓએ તેને દબોચી લીધો હતો. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહીને બુટલેગિંગનું નેટવર્ક ચલાવતો ​પકડાયેલા કારચાલકની કડક પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મુકેશકુમાર પન્નાલાલ કલાલ હોવાનું જણાવ્યું હતું. 40 વર્ષનો આ આરોપી મૂળ રાજસ્થાનના સલુમ્બર જિલ્લાના તલાવલી ગામનો વતની છે અને હાલ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહીને બુટલેગિંગનું નેટવર્ક ચલાવતો હતો. તેણે કબૂલાત કરી હતી કે તે રાજસ્થાનથી સસ્તો વિદેશી દારૂ લાવીને ગુજરાતના સ્થાનિક બુટલેગરોને ઊંચા ભાવે સપ્લાય કરતો હતો. 1,250 બોટલો અને બિયરના ટીન જપ્ત પોલીસે લક્ઝરી કારની તલાશી લઈ તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળીને કુલ રૂ.2,95,874ની કિંમતનો 1,250 નંગ જથ્થો જપ્ત વધુ તપાસ હાથ ધરી છે. હજી તો આ દરોડાની કાર્યવાહી પૂર્ણ કરી એટલામાં જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કોબા અને કુડાસણ ગામની સીમમાં મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ સીમ વિસ્તારમાં આવેલી એક કાચની ફેક્ટરીની નજીક લાંબા સમયથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી. SMC ત્રાટકી ને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અચાનક દરોડો પાડ્યો છે. એસએમસીની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચતા જ ત્યાં હાજર ઈસમોમાં નાસભાગ મચી ગઈ હતી. હાલમાં પણ એસએમસીની ટીમ દ્વારા સ્થળ પર સર્ચ ઓપરેશન અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અશોક નામનો સ્થાનિક બુટલેગર હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન એસએમસીની ટીમે ફેક્ટરી નજીકથી ખૂબ જ મોટી માત્રામાં દેશી દારૂ ગાળવા માટેનો લિક્વિડ વોશ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત તૈયાર થઈ ગયેલો દેશી દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂ બનાવવાની સામગ્રી પકડાતા સ્પષ્ટ થાય છે કે અહીં રોજ હજારો લીટર દારૂ ગાળવામાં આવતો હતો. ગણતરીના કલાકોમાં રખિયાલ બાદ ઇન્ફોસિટીમાં એસએમસી ત્રાટકતા જ સ્થાનિક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફફડી ઉઠ્યા છે અને હવે જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વનકર્મી પર હુમલા કેસમાં MLA ચૈતર વસાવા દોષિત જાહેર:રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો; વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપી; બપોર બાદ સજા જાહેર થશે
    Next Article
    પાલનપુર: ઓટો રીક્ષામાંથી 4.6 કિલો ગાંજો જપ્ત:4.42 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment