Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર: ઓટો રીક્ષામાંથી 4.6 કિલો ગાંજો જપ્ત:4.42 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

    2 days ago

    પાલનપુર તાલુકા પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી એક સીએનજી ઓટો રીક્ષામાંથી 4.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 2.30 લાખ રૂપિયાના ગાંજા સહિત કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બનાસકાંઠા રેન્જ પાલનપુરના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ અટકાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જે.જે. ગામીત અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ખેમાણા ટોલનાકા ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન આબુરોડ તરફથી આવતી GJ-08-AX-8369 નંબરની બજાજ કંપનીની સીએનજી ઓટો રીક્ષા શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. રીક્ષાની તલાશી લેતા તેમાંથી 4.600 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 2.30 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ગાંજા, ઓટો રીક્ષા અને અન્ય મુદ્દામાલ મળી કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં દિયોદરના ઓગડવાસ ગામના સચીનજી જોરાભાઈ ઠાકોર (ઉ.વ. 28), કાંકરેજના વડા વચલીપાટી ગામના ગજુભા વિરસંગભા વાઘેલા (ઉ.વ. 41) અને દશરથસિંહ દેવુભા વાઘેલા (ઉ.વ. 30)નો સમાવેશ થાય છે. આ કેસમાં શિહોરી, તા. કાંકરેજના વિષ્ણુભા અને આવલ, તા. અમીરગઢના કંચુભા નામના બે આરોપીઓ ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં SMCનો સપાટો:રખિયાલ પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી કોબામાં ત્રાટકી, મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો
    Next Article
    Gujarat Rain LIVE | ચોમાસાની દસ્તક, 48 કલાક વરસાદની મોટી આગાહી | Monsoon | Weather Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment