Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કલેક્ટરે હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી:કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, ટ્રેક્ટર, ઓટોમેટિક ઓરણી જેવા કૃષિ સાધનો તપાસ્યા; મગફળી, ખાતર અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે વાત કરી

    9 hours ago

    મોરબી જિલ્લામાં ખેડૂતો આધુનિક ખેતીના સાધનો વાપરે, તેમનો ખર્ચ ઓછો થાય અને પાકનું ઉત્પાદન વધે તેવા સ્પષ્ટ હેતુ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ખાસ મુલાકાત લીધી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીની હાજરીમાં કલેક્ટરે કૃષિ યાંત્રિકીકરણ પરના સબ મિશન (SMAM) યોજના હેઠળ મંજૂર થયેલા કસ્ટમ હાયરિંગ સેન્ટર (CHC) ની મુલાકાત લીધી. ત્યાં તેમણે લાભાર્થી ખેડૂત પાસેના કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, રેઈઝ બેડ પ્લાન્ટર, ટ્રેક્ટર અને કલ્ટીવેટર જેવા આધુનિક સાધનો તપાસ્યા. આ સિવાય, તેમણે અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓની રૂબરૂ મુલાકાત લઈને ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર, મોબાઈલ શ્રેડર અને ઓટોમેટિક ઓરણી જેવા કૃષિ સાધનોની કામગીરી અને ઉપયોગિતા વિશે માહિતી લીધી. મુલાકાત દરમિયાન કલેક્ટરે ખેતરોમાં જઈને મગફળીના પાકની હાલની સ્થિતિ જોઈ. તેમણે સ્થાનિક ખેડૂતો સાથે બેઠક કરી જુદા જુદા ખાતરોની ખરીદી, તેનો યોગ્ય ઉપયોગ અને પ્રાકૃતિક ખેતીમાં વપરાતા જૈવિક ઇનપુટ્સ વિશે વિગતવાર ચર્ચા કરી. તેમણે ખેડૂતોને જરૂરી પ્રોત્સાહન પણ આપ્યું.
    Click here to Read More
    Previous Article
    डेढ़ करोड़ के नोट, 1 किलो सोना... गणेशोत्सव में गणपति को कर दिया मालामाल, VIDEO धूम मचा रहा
    Next Article
    બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો:પત્ની બોલી-ફાંસીની સજા આપો, અમે મા-દીકરો ક્યાં જઈશું, રાજકોટમાં ધોળા દિવસે ખૂની ખેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment