Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો:પત્ની બોલી-ફાંસીની સજા આપો, અમે મા-દીકરો ક્યાં જઈશું, રાજકોટમાં ધોળા દિવસે ખૂની ખેલ

    9 hours ago

    રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા કોલેજીયન પાન પાસે ધોળા દિવસે હત્યાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે 27 વર્ષીય યુવક સાથે ઉગ્ર બોલાચાલી કર્યા બાદ છરીના આડેધડ ઘા ઝીંકી તેની નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી છે. ઘટનાસ્થળના દૃશ્યો પાનના ગલ્લા નજીક બોલાચાલી બાદ હુમલો મળતી વિગતો અનુસાર, 27 વર્ષીય વિમલ વાણીયા ભક્તિનગર સર્કલ પાસે આવેલા કોલેજીયન પાન નજીક હતો, ત્યારે એક અજાણ્યા શખ્સે તેની સાથે તકરાર કરી હતી. તકરાર વકરતાં શખ્સે છરી કાઢી વિમલ પર એક પછી એક સપાટાબંધ ઘા ઝીંકી દીધા હતા. યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં તેને તુરંત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. એક વર્ષ પૂર્વે જ કર્યા હતા પ્રેમલગ્ન મૃતક વિમલે આશરે એક વર્ષ પૂર્વે જસદણ પંથકની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તેમજ આરોપીને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરે હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓની મુલાકાત લીધી:કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, ટ્રેક્ટર, ઓટોમેટિક ઓરણી જેવા કૃષિ સાધનો તપાસ્યા; મગફળી, ખાતર અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે વાત કરી
    Next Article
    સુરેન્દ્રનગર તિજોરી કચેરીમાં સ્વચ્છતા અભિયાન ચલાવાયું:અધિકારીઓ-કર્મચારીઓએ કચેરી પરિસરની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment