Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યું:SL પહેલી ઇનિંગમાં 290 રનમાં ઓલઆઉટ; બીજી ઇનિંગમાં પહેલી વિકેટ પણ ગુમાવી, સિરાજે વિકેટ ઝડપી

    2 days ago

    કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાની ટીમ પહેલી ઇનિંગ્સમાં 290 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે 213 રનની લીડ મેળવ્યા બાદ શ્રીલંકાને ફોલોઓન આપ્યું છે. ભારતે પોતાની પહેલી ઇનિંગ્સ 503/9ના સ્કોર પર ડિક્લેર કરી હતી. ભારત માટે પ્રસિદ્ધ ક્રિષ્ના અને માનવ સુથારે 3-3 વિકેટ લીધી, જ્યારે શ્રીલંકાના સોનલ દિનુષાએ 103 રનની શાનદાર સદીની ઇનિંગ્સ રમી. બે મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-0થી આગળ છે આજે મેચનો ચોથો દિવસ છે અને હાલમાં પ્રથમ સેશન રમાઈ રહ્યું છે. શ્રીલંકાની બીજી ઇનિંગ્સ શરૂ થઈ ચૂકી છે અને ટીમનો સ્કોર 16/1 છે. ટીમ તરફથી કામિલ મિશારા અને પસિન્દુ સૂરિયાબંડારા ક્રિઝ પર છે. મોહમ્મદ સિરાજે લાહિરુ ઉદારાને આઉટ કર્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ‎:સ્કોલરશિપની બાકી રકમ તાત્કાલિક ચૂકવો, પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરો
    Next Article
    ભાવનગરમાં એસટી બસની અડફેટે માતા-પુત્રીનું મોત,એક ઈજાગ્રસ્ત:ફૂટપાથ પર વાહનની રાહ જોતા હતા, સ્ટેન્ડમાંથી બહાર નીકળતા સમયે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment