Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ‎:સ્કોલરશિપની બાકી રકમ તાત્કાલિક ચૂકવો, પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરો

    1 day ago

    ગુજરાતની શાળા, કોલેજ, યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા પાત્ર વિદ્યાર્થીઓની વિવિધ શિષ્યવૃત્તિની બાકી રકમ તાત્કાલિક ચૂકવવા અને લાંબા સમયથી પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. સંગઠનના જણાવ્યા મુજબ SC, ST, SEBC, EWS સહિતના પાત્ર વિદ્યાર્થીઓ દ્વારા નિયમિત રીતે ઓનલાઈન અરજીઓ કરવામાં આવે છે, છતાં અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની રકમ સમયસર બેંક ખાતામાં જમા થતી નથી. રજૂઆત મુજબ શિક્ષણ વિભાગ હેઠળની MYSY, CMSS તેમજ આદિજાતિ વિભાગની પ્રિ-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક તથા સમાજ કલ્યાણ વિભાગની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓની અરજીઓમાં Pending, Verification, Sanction અને Payment જેવી સ્થિતિ લાંબા સમયથી જોવા મળી રહી છે. કેટલાક કિસ્સામાં બેંક, DBT, આધાર-NPCI, સંસ્થા દ્વારા ચકાસણી અથવા અન્ય ટેકનિકલ અને વહીવટી કારણોસર ચુકવણી અટકી હોવાનું પણ જણાવાયું છે. શિષ્યવૃત્તિની રકમ સમયસર ન મળવાથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ ફી, હોસ્ટેલ ફી, પુસ્તકો તેમજ રહેવા-જમવાના ખર્ચમાં મુશ્કેલી પડી રહી છે. તેના કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓ પર વધારાનું આર્થિક ભારણ આવી રહ્યું હોવાની રજૂઆત કરાઈ છે. વિશેષ કાર્યવાહી કરી બાકી સ્કોલરશિપની રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવા તથા તમામ પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ વાહન ચોરીનો ભેદ ઉકેલાયો:વટવા શો-રૂમ બહારથી એક્ટિવા ચોરનારને પોલીસે દબોચ્યો, ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને તફડાવ્યું
    Next Article
    ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યું:SL પહેલી ઇનિંગમાં 290 રનમાં ઓલઆઉટ; બીજી ઇનિંગમાં પહેલી વિકેટ પણ ગુમાવી, સિરાજે વિકેટ ઝડપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment