Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ પછી અધિકારીઓ દોડતા થયા:મૃતક આદિવાસી મહિલાની કરોડોની જમીન વેચવાનો કર્યો હતો પર્દાફાશ, બનાસકાંઠાના કલેક્ટરે SIT બનાવી

    1 day ago

    દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટથી ફરી એકવાર ઇમ્પેક્ટ પડી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા નાનકડા કુંભારીયા ગામની એક આદિવાસી મહિલાની કરોડો રૂપિયાની જમીનનો તેમના મૃત્યુ બાદ સોદો કરવામાં આવ્યો હતો. મૃતક મહિલાના સ્થાને અન્ય કોઈ મહિલાએ કલેક્ટર કચેરી અને નોટરી સમક્ષ હાજર થઈને અંગૂઠાનું નિશાન માર્યું હતું. એટલું જ નહીં, મૃત્યુ પામેલા રામીબેન અણદાભાઈ અંગારીના બેંક ખાતામાં કોઈએ 15 લાખ રૂપિયા પણ જમા કરાવી દીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, કુંભારીયા ગ્રામ પંચાયતના મરણ રજિસ્ટરમાં રામીબેનના નામ સામે છેડછાડ કરવામાં આવી છે. આ તમામ માહિતી દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી હતી. હવે બનાસકાંઠાના કલેક્ટરે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે તપાસ માટે ચાર સભ્યોની એક સમિતિની નિમણૂક કરી છે. કલેક્ટરે આ સમિતિને આદિવાસી મહિલાની 73AA હેઠળની જમીનના વેચાણ અંગે તપાસ કરીને પાંચ દિવસમાં અહેવાલ સોંપવાનો આદેશ કર્યો છે. જોકે, આ સમિતિ રામીબેનના મરણના પ્રમાણપત્રમાં થયેલી છેડછાડની તેમજ તેમના બદલે કઈ મહિલા રામીબેન બનીને સરકારી કચેરીઓમાં અંગૂઠો મારવા આવી હતી, તેની તપાસ કરશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જમીન કૌંભાડની SITમાં કોણ-કોણ હવે સમિતિ પોતાના તપાસ અહેવાલમાં શું રજૂ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. બીજી તરફ, એવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે કે આ સમગ્ર પ્રકરણને કારણે સરકારની બદનામી થઈ હોવાથી, મામલો વધુ ન વણસે તે માટે પ્રકરણમાં ભીનું સંકેલવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. આ ઘટનાક્રમ ચોંકાવનારો હોવા પાછળનું સૌથી મોટું કારણ એ પણ છે કે આ કોઈ સામાન્ય જમીન ન હતી. સરકારી રેકર્ડ પર તેને 73AAની ઓળખ મળેલી છે. સરળ ભાષાામાં કહી તો આવી જમીન વેચવી હોય તો પણ જમીનના માલિકે કલેક્ટરની મંજૂરી લેવી પડી. કારણ કે આદિવાસીઓ જમીન વિહોણા ન થઈ જાય એ માટે સરકારે આવો નિયમ બનાવ્યો છે. રામીબેન પાસે પોતાની માલિકીની 1.32 હેક્ટર જમીન હતી. આ જમીન ગુજરાત જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AA હેઠળ આવતી હોવાથી, એટલે કે નિયંત્રણવાળી નવી શરતની જમીન હોવાથી, તેને કોઈ બિન-આદિવાસી વ્યક્તિને વેચવા માટે સરકારની પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય હોય. આથી 6 મે 2014ના રોજ રામીબેને આ જમીન વેચવા માટે કલેક્ટર કચેરીમાં મંજૂરી માગી હતી. જમીનનો સોદો પૂરો થાય એ પહેલાં જ રામીબેન મૃત્યુ પામ્યા અને ષડયંત્ર શરૂ થયું આ જમીન ખરીદવામાં તેમના જ ગામના નિરુબેન મોરજીયાએ રસ દાખવ્યો હતો. જૂન 2014માં આ જમીન વેચાણનો બાનાખત દસ્તાવેજ નિરુબેન મોરજીયા સાથે 15 લાખની રકમમાં નક્કી થયો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ રજિસ્ટર્ડ બાનાખતમાં રામીબેનના વારસદારો હોવાનો અને આ સોદામાં તેમની સંમતિ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી કલેક્ટરે જમીન વેચાણની મંજૂરી આપી નહોતી. આ સોદો કાયદાકીય રીતે પૂર્ણ થાય અને કલેક્ટર તરફથી આખરી મંજૂરી મળે તે પહેલાં જ 21 ઓગસ્ટ, 2014ના રોજ રામીબેનનું કુદરતી રીતે મૃત્યુ નીપજ્યું હતું. માતાના અવસાનના ચાર જ દિવસ બાદ એટલે કે 25 ઓગસ્ટ 2014ના રોજ તેમના પુત્ર જોધાભાઈએ કુંભારીયા ગ્રામ પંચાયતમાં નિયમ પ્રમાણે મરણની નોંધ પણ કરાવી દીધી હતી. નિયમ મુજબ જમીન માલિકના અવસાન બાદ આ કિંમતી જમીન પર સીધો તેમના વારસદારોનો હક બને અને મહેસૂલી રેકોર્ડ એટલે કે 7/12ના ઉતારા અને 6 નંબરના હકપત્રકમાં વારસાઈ આંબો પાડીને વારસદારોના નામ ચઢાવવાની પ્રક્રિયા શરૂ થવી જોઈતી હતી. પરંતુ અગાઉ કલેક્ટર પાસે જમીન વેચાણ માટે માગેલી મંજૂરીના કારણે એક ષડયંત્ર શરૂ થયું. સરકારી તંત્રને હચમચાવતો દિવ્ય ભાસ્કરનો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લીક કરો.
    Click here to Read More
    Previous Article
    પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજમાં યોગ દિવસની ઉજવણી:NSS-NCC ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નિયમિત યોગાભ્યાસનો સંકલ્પ લીધો
    Next Article
    3000 થી વધુ વિદ્યાર્થીઓએ યોગ દિવસ ઉજવ્યો:સ્વામિનારાયણ ગુરુકુલ સરદારનગર કેમ્પસમાં ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment