Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR મુદ્દે કોંગ્રેસનાં આરોપો પાયાવિહોણા:કોંગ્રેસ SIRને દોષ આપી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, ખરેખર પ્રજાએ તેને નકારી કાઢી છે

    14 hours ago

    કેન્દ્રીય રાજ્ય મંત્રી એસપી સિંહ બધેલે રાજકોટ ખાતે SIR મામલે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવતા આરોપો પાયાવિહોણા હોવાનો દાવો કર્યો હતો. અને નાગરિકોને ગેરમાર્ગે દોરવા કોંગ્રેસ SIR પર દોષ લગાવી ચુંટણી કમિશ્નરનું રાજીનામું માંગતી હોવાનો વળતો પ્રહાર કર્યો હતો. દેશમાં એસઆર (SIR) ની પ્રક્રિયા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિવિધ આરોપો અંગે ખુલાસા કરી જણાવ્યું હતું કે, કોંગ્રેસ SIRને દોષ આપી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે, ખરેખર પ્રજાએ તેને નકારી કાઢી છે. બોગસ મતદારો હટાવવા SIR અનિવાર્ય, નવી કોઈ વ્યવસ્થા નથી મંત્રી એસ.પી. સિંહ બધેલે જણાવ્યું હતું કે, SIRના માધ્યમથી ડુપ્લિકેટ મતદારો અને અન્ય સ્થળે સ્થળાંતરિત થઈ ચૂકેલા લોકોને મતદાર યાદીમાંથી દૂર કરવાની તેમજ જરૂરી સુધારા-વધારા કરવાની પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ ચોક્કસ અને ન્યાયી બનાવવા માટેનો છે. આ પ્રક્રિયા અગાઉ 10 વખત કોંગ્રેસ પક્ષના શાસનમાં પણ થઈ ચૂકી છે. આ કોઈ નવી પ્રક્રિયા નથી. જોકે કોંગ્રેસ પોતાની હારનું ઠીકરું SIR પર ફોડી લોકોને ગેરમાર્ગે દોરે છે. ગુજરાત, યુપી, બંગાળ અને તમિલનાડુમાં કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા સમયગાળામાં અને આગામી ચૂંટણીઓમાં જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તે અંગે કોંગ્રેસે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. કોંગ્રેસે પોતે આત્મમંથન કરવું જોઈએ કે આજે દેશના મોટા રાજ્યોમાં તેની વાસ્તવિક સ્થિતિ શું છે? તમિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવા અગ્રેસર રાજ્યોમાં કોંગ્રેસ આજે ક્યાં ઊભી છે? આ તમામ રાજ્યોમાં કોંગ્રેસ દાયકાઓથી સત્તાથી સંપૂર્ણપણે દૂર રહી છે. પ્રજાએ વારંવાર નકારી કાઢી છતાં કોંગ્રેસ પોતાની નીતિ સુધારવા તૈયાર નથી કોંગ્રેસ પક્ષ પાયાવિહોણા મુદ્દે SIRને દોષ આપી રહી છે, પરંતુ હકીકત એ છે કે દેશની જનતાએ કોંગ્રેસને નકારી કાઢી છે. પ્રજાએ તેમને વારંવાર પોતાના સમર્થનથી વંચિત રાખ્યા છે છતાં તેઓ સ્વીકારવા તૈયાર નથી. કોંગ્રેસના નેતૃત્વ અને તેની નીતિ સામે બઘેલએ સવાલો ઉઠાવ્યા હતા. અને જણાવ્યું હતું કે જનતા હવે બધું સમજે છે અને વિકાસની રાજનીતિને જ પ્રાધાન્ય આપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં અધિકારીઓ-કર્મચારીઓએ ભ્રષ્ટાચારમુક્ત શાસનના શપથ લીધા:સતર્કતા જાગૃતિ સપ્તાહમાં કલેક્ટર અને જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ જોડાયા
    Next Article
    હવે પાણીની તંગી નહીં સર્જાય:રાજ્ય સરકાર દ્વારા આજી-1માં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આપવાનું શરૂ, એક મહિનામાં અજીડેમ ભરી દેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment