Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી SIR-કેજરીવાલ સહિત અનેક નેતાઓને ચૂંટણી પંચની નોટિસ:CM રેખાની ઉંમરમાં ગડબડ, કેજરીવાલનું નામ જૂના SIR સાથે લિંક નથી

    5 hours ago

    ચૂંટણી પંચે દિલ્હીના મતદારોને SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા હેઠળ જમા કરાયેલા તેમના એન્યુમરેશન ફોર્મની વિગતોમાં વિસંગતતાઓ બદલ નોટિસ મોકલી છે. તેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા, AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ સહિત અનેક મોટા નેતાઓનાં નામ સામેલ છે. જોકે, રેખા ગુપ્તાની મતદાર એન્ટ્રી માન્ય કરી દેવામાં આવી છે. હવે તેમનું નામ શાલીમાર બાગ વિધાનસભા ક્ષેત્રની અંતિમ મતદાર યાદીમાં સામેલ થશે. આ યાદી 4 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. કેજરીવાલને નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રના મતદાર રેકોર્ડને અગાઉની SIR સાથે લિંક ન થવા બદલ નોટિસ મળી છે. તેમની પત્ની સુનીતા, માતા-પિતા અને પુત્રને પણ નોટિસ મોકલવામાં આવી છે. આ ઉપરાંત, દિલ્હી BJPના પૂર્વ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, રાજ્યસભા સભ્ય કપિલ સિબલ અને BJP નેતા સુધાંશુ મિત્તલને પણ નોટિસ મોકલવામાં આવી છે. 33 લાખથી વધુ મતદારોના ફોર્મમાં ખામીઓ મળી દિલ્હીના CEO કાર્યાલયના જણાવ્યા મુજબ, ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ 33.13 લાખ મતદારોને એન્યુમરેશન ફોર્મમાં રહેલી ગડબડીઓ અંગે નોટિસ મોકલવામાં આવશે. અત્યાર સુધીમાં 31.63 લાખ મતદારોને નોટિસ મળી ચૂકી છે. દિલ્હી CEO કાર્યાલયે શનિવારે આ માહિતી આપી હતી. રેખા ગુપ્તાની એન્ટ્રીને લોજિકલ ડિસ્ક્રેપન્સી ધરાવતી યાદીમાં રાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીને ઉંમર સંબંધિત ગડબડીને કારણે નોટિસ મળી હતી. તપાસ બાદ તેમની એન્ટ્રીને માન્ય ઠરાવવામાં આવી હતી. દિલ્હીના દરેક મતદારે 30 જૂનથી 17 ઓગસ્ટ સુધી ચાલેલા ઘર-ઘર ચકાસણી અભિયાન દરમિયાન ભરેલું ફોર્મ જમા કરાવવાનું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગની નોટિસો અગાઉની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR, જે 2002માં થઈ હતી, તેના રેકોર્ડ ન મળવાને કારણે મોકલવામાં આવી છે. આ નેતાઓને પણ નોટિસ પૂર્વ દિલ્હી BJP અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, રાજ્યસભા સાંસદ કપિલ સિબલ અને BJP નેતા સુધાંશુ મિત્તલને પણ નોટિસ મોકલવામાં આવી છે. નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રના મતદાર કપિલ સિબલને અગાઉની SIR સાથે રેકોર્ડ લિંક ન થવાને કારણે નોટિસ મળી છે. પૂર્વ દિલ્હી BJP અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું કે તેમને નામ સંબંધિત ગડબડને કારણે નોટિસ મળી છે. તેમણે કહ્યું કે જરૂરી દસ્તાવેજો દ્વારા તેમાં સુધારો કરાવી લેશે. સચદેવાએ જણાવ્યું કે તેમની પત્ની અને ભાઈનું નામ પણ નોટિસ મેળવનારાઓની યાદીમાં છે. તેમણે કહ્યું કે જરૂરી સુધારા કરાવી દેવામાં આવશે. AAPએ ચૂંટણી પંચને પૂછ્યું- 3 વખતના CMનું નામ ગાયબ, આ કેવી પ્રક્રિયા છે કેજરીવાલ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પરથી હારી ગયા હતા. કેજરીવાલ અને તેમના પરિવારને નોટિસ મળ્યા બાદ AAPના નેશનલ મીડિયા ઇન્ચાર્જ અનુરાગ ધાંડાએ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું, “ત્રણ વખત દિલ્હી વિધાનસભાના મુખ્યમંત્રી રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલજી અને તેમના પરિવારના મત દિલ્હીની મતદાર યાદીમાંથી ગાયબ કરવાની આ કેવી પ્રક્રિયા છે?” દાવા-વાંધા નોંધાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી દિલ્હી CEO ઓફિસે જણાવ્યું કે SIRના દાવા અને વાંધાઓના તબક્કા હેઠળ નોટિસ મોકલવામાં આવી રહી છે. આ તબક્કો 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. નોટિસ મેળવનારા તમામ 33 લાખ મતદારોની યાદી દિલ્હી CEO ઓફિસની વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવી છે. નોટિસ મેળવનારા મતદારોએ 29 ઓક્ટોબર સુધીમાં જવાબ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    Bengal News: PM मोदी को झालमुड़ी खिलाने वाले दुकानदार को मिली जान से मारने की धमकी । Jhalmudi
    Next Article
    પ્રદેશ કોંગ્રેસ OBC સેલના ચેરમેન સાથે રૂ.65 લાખની છેતરપિંડી:પોરબંદરના રોમી મોરજરીયાએ પ્રોમિસરી નોટ લખી આપી વિશ્વાસ અપાવ્યો, 4 વર્ષે પણ રૂપિયા પરત ન આપતા ફરિયાદ નોંધાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment