Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદેશ કોંગ્રેસ OBC સેલના ચેરમેન સાથે રૂ.65 લાખની છેતરપિંડી:પોરબંદરના રોમી મોરજરીયાએ પ્રોમિસરી નોટ લખી આપી વિશ્વાસ અપાવ્યો, 4 વર્ષે પણ રૂપિયા પરત ન આપતા ફરિયાદ નોંધાઈ

    6 hours ago

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસના OBC સેલના ચેરમેન ડો.મહેશ રાજપૂત સાથે રૂપિયા 65 લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મહેશ રાજપૂતના મિત્રના મિત્ર રોમી મોરજરીયાએ રૂપિયાની જરૂરિયાત હોવાનું કહી 65 લાખ રૂપિયા હાથ ઉછીના એક મહિના માટે મેળવી બાદમાં પ્રોમિસરી નોટ લખી આપી 6 ચેક આપી વિશ્વાસ અપાવ્યો હતો જો કે બાદમાં રૂપિયા ન આપતા ચેક જમા કરતા ચેક બાઉન્સ થયા હતા અને રૂપિયા આપી દેશે તેવા બહાના બનાવી આજદિન સુધી પરત ન આપતા આખરે ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે આઇપીસી કલમ 420 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રૂપિયા 65 લાખ મિત્રતાના નાતે હાથ ઉછીના આપ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ OBC ચેરમેન મહેશભાઈ રાજપુતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2022 દરમ્યાન મારા મિત્ર જય ખારાએ મને તેના મિત્ર રોમી મોરજરીયા સાથે ઓળખાણ કરાવી હતી અને કહ્યું હતું કે મારા મિત્ર રોમી સિમેન્ટ લોખંડનો વેપાર કરે છે જે તમને મળવા માંગે છે જેથી હું જય ખારાની ઓફીસ ગયો હતો અને ત્યા રોમી મોરજરીયાએ મને કહ્યું કે મારે ધંધા માટે એક મહિના પુરતી પૈસાની જરૂરિયાત છે. જેથી મને પૈસા આપો અને હું એક મહિનાની અંદર તમને તમારા પૈસા પરત આપીશ. જય મિત્ર હોવાથી મે મિત્રતાના નાતે રોમી મોરજરીયાને પૈસા દેવાની હા પાડી હતી અને જય ખારાની ઓફીસે તેના સ્ટાફની હાજરીમાં રોમી મોરજરીયાને તા.13.10.2022ના રોજ બપોરના 2 વાગ્યા આસપાસ રોકડા રૂપિયા 65 લાખ મિત્રતાના નાતે હાથ ઉછીના આપ્યા હતા. બાંહેધરી પ્રોમિસરી નોટમાં લખી વિશ્વાસ આપ્યો હતો રોમી મોરજરીયાએ મને તેની HDFC BANK એમ.જી.રોડ શાખા પોરબંદર રત્નાકર એન્ટરપ્રાઇઝના ચેક આપ્યા હતા જેમાં રૂપિયા 10 લાખના 5 ચેક તથા રૂપિયા 15 લાખનો એક ચેક મળી કુલ 6 ચેક આપ્યા હતા. રોમી મોરજરીયા પૈસા મળ્યા બદલ રૂપિયા 300ના સ્ટેમ્પ ઉપર મને એક પ્રોમિસરી નોટ લખી આપી હતી અને આ પ્રોમિસરી નોટમાં તા.13.11.2022ના રોજ પૈસા પરત આપવા બાબતે લખાણ કરી આપ્યું હતુ. રોમી મોરજરીયાએ મને વિશ્વાસ આપ્યો હતો કે હું તમને આ પૈસા ન ચુકવી શકુ તો મારી પાસે ઓપેલ પ્લાઝા-એ નામના એપાર્ટમેન્ટમાં 104 તથા 105 નંબરની બે દુકાન છે જે દુકાનનો તમને દસ્તાવેજ કરી આપીશ તેવી બાંહેધરી પ્રોમિસરી નોટમાં લખી મને વિશ્વાસ આપ્યો હતો. દુકાનની તપાસ કરતા તેમા બેંક લોન ચાલતી હોવાનું ખુલ્યું એક મહિના જેવો સમય થઈ જતા રોમી મોરજરીયાએ મને પૈસા પરત આપ્યા ન હતા અને મે ઓપેલ પ્લાઝા-એ નામના એપાર્ટમેન્ટમાં 104 તથા 105 નંબરની બે દુકાનની તપાસ કરતા તેમા બેંક લોન ચાલતી હોય. જેથી મે અવાર નવાર તેઓને રૂબરૂ મળી તથા ફોન કરી પૈસા પરત આપવાનુ કહેતા તેઓ અલગ અલગ બહાના બતાવતા જય ખારાને પણ કહ્યું કે રોમી મોરજરીયાને પૈસા પરત આપવાનુ કહ્યું તો પણ પરત આપતો નથી. ચેક રિટર્ન થતા મિત્રતાના નાતે કોઇ કાર્યવાહી કરી ન હતી. રોમી મોરજરીયાએ આપેલ 6 ચેકમાંથી HDFC બેંક, પોરબંદરના રત્નાકર એન્ટરપ્રાઇઝના એકાઉન્ટ નં.502000116084440 ચેક નં.000727 તા.16.10.2024ના રોજનો રૂ.10 લાખનો ચેક બેંકમા વસુલાત માટે રજુ કરતા Account Blocked situation convered in 2125ના શેરા સાથે પરત થયો હતો જેથી આ બાબતે રોમી મોરજરીયાને વાત કરતા તેઓએ આ ચેક રીર્ટન બાબતે કોઇ કાર્યવાહી નહિ કરવા વિનંતી કરી ચેક આપવા જણાવતા મે તેને રિટર્ન થયેલ ચેક પરત આપી દીધો હતો અને મિત્રતાના નાતે કોઇ કાર્યવાહી કરી ન હતી. અમદાવાદનો ફ્લેટ લખી આપવા વાયદો કર્યો એકાદ વર્ષ જેટલો સમય થવા છતા આ રોમી મોરજરીયાએ અમારા રૂપિયા પરત આપ્યા ન હતા જેથી ફોન કરી વાત કરતા 15 દિવસમાં આપી દઇશ તેમ જણાવ્યુ હતું ત્યારબાદ પણ સમયસર રૂપિયા પરત ના કરતા મે ફરી માંગણી કરતા તેઓએ જણાવ્યું કે, એવીસ એસ્ટેટ ફ્લેટ નં.301, જય અંબેનગર થલતેજ અમદાવાદ ખાતે મારા તથા મારી પત્નિના નામે ફ્લેટ છે તેનો દસ્તાવેજ કરી આપીશ જેથી મે મારા પાર્ટનર વિરેન્દ્રભાઇ ડોડીયાને રોમીભાઇનો ફ્લેટ જોવા માટે મોકલેલ અને તેઓએ ફ્લેટ જોઇ તેના ફોટા પાડી મને મોકલેલ હતા બાદ ફ્લેટ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ ફ્લેટ ઉપર બેંકની લોન ચાલુ છે. માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ત્યારબાદ રોમીએ કહ્યું કે, તમે મારી સાથે સિમેન્ટનો ધંધો કરો મારે સરકારી કોન્ટ્રાકટ છે જેથી મેં કહ્યું કે, પહેલા અમારા લેવાના નીકળતા રૂપિયા જે મિત્રતાના નાતે હાથ ઉછીના આપ્યા તે પરત આપો ત્યારબાદ ધંધા અંગે વિચારીશું. ત્યારબાદ 19.01.2026ના રોજ રોમી મોરજરીયાએ આપેલ ચેક નં.000728 બેંક ખાતામાં નાખતા તે ચેક પણ રીર્ટન થયો હતો જેથી આ બાબતે ફરી રોમી મોરજરીયાને વાત કરતા થોડાક સમયમા કરી આપીશું તેમ કહી મને વિશ્વાસમા લીધો હતો પરંતુ આજ દિવસ સુધી રૂપિયા પરત ન આપતા ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે આઇપીસી કલમ 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી SIR-કેજરીવાલ સહિત અનેક નેતાઓને ચૂંટણી પંચની નોટિસ:CM રેખાની ઉંમરમાં ગડબડ, કેજરીવાલનું નામ જૂના SIR સાથે લિંક નથી
    Next Article
    राहुल गांधी का कार्यक्रम 'झूठ' की गूंज... BJP का हमला, MP सीएम से लेकर प्रधान तक किसने क्‍या कहा?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment