Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIR મુદ્દે કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો માંડ્યો:કાર્યકર્તાઓનો બેનરો-પોસ્ટરો સાથે રાજીવ ગાંધી ભવને વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ

    2 days ago

    દિલ્હીમાં કોંગ્રેસ, CJPના આંદોલન બાદ તેના વિરોધમાં હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ સાથે CJP અને કોંગ્રેસના નેતાઓ છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર આંદોલન કરી રહ્યું છે. જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રોપોગેન્ડા અને દેશ વિરોધી ષડયંત્ર ગણાવ્યું છે. રાહુલ ગાંધી અને CJP યુવાનોને ખોટા રવાડે ચડાવતા હોવાના આક્ષેપ સાથે આજે રાજ્યભરમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અમદાવાદના પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. જ્યાં બેનરો અને પોસ્ટરો સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનની તસવીરો ABVPના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ વિરોધ પ્રદર્શનને પગલે કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. JCP સહિત 100થી વધુ પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું. બેરીકેટિંગ લગાવીને રાજીવ ગાંધી ભવન તરફ જવાના ત્રણેય રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. રેલી યોજીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જ્યારે રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા ત્યારે તેમને પોલીસે અટકાવ્યાં હતા. રાજીવ ગાંધી ભવન તરફ જતા રોકવામાં આવતા ABVPના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. રાહુલ ગાંધી અને કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવ્યાં ABVPના કાર્યકર્તાઓ બેરિકેટ પર ચડીને રાહુલ ગાંધી મુર્દાબાદ, કોંગ્રેસ મુર્દાબાદના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ ડીજે સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું. વિદેશી ફંડિંગના કારણે અરાજકતા ફેલાવનાર લોકો સાથે યુવાનો ન જોડાતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. તેમજ અડધો કલાક ધરણા પ્રદર્શન કર્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પરત ફર્યા હતા. SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને કોકરોચ જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે દેશભરમાં દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે હવે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને કોકરોચ જનતા પાર્ટીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી ગયું છે.
    Click here to Read More
    Previous Article
    રિજિજુએ કહ્યું-વિપક્ષી નેતાઓ ઓવૈસી પાસેથી શીખે:તેઓ સમજદાર છે; મસ્ક વિવાદ પર અસદુદ્દીને કહ્યું હતું- મોદી સાથે 100 મતભેદ, પણ કોઈ ગોરો આદેશ આપી શકે નહીં
    Next Article
    લગ્ન બાદ IPS અન્નુ ટાટુની આસામ-મેઘાલયમાંથી ગુજરાત કેડરમાં બદલી:2022 બેચનાં Gen-Z IPS અધિકારી, પતિ કચ્છમાં ASP તરીકે ફરજ બજાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment