Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં SIRની અસર:વોર્ડ નંબર 7 માં સૌથી વધુ મતદારો ઘટ્યા, વોર્ડ નંબર 11 માં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો, જાણો વોર્ડ વાઇઝ વિગતો

    9 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતે ચૂંટણીના મેદાનમાં ઉતરતા પહેલા રાજકીય પક્ષોએ બદલાયેલા આંકડાકીય સમીકરણોને સમજવા પડશે. રાજકોટમાં હાથ ધરવામાં આવેલા ધનિષ્ઠ મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) ના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી મતદારોની ફેર ગણતરી અને ચકાસણી બાદ શહેરના કુલ મતદારોની સંખ્યામાં 1,08,039 નો મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021 માં જ્યારે છેલ્લે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે શહેરના 18 વોર્ડમાં કુલ 10,93,991 મતદારો નોંધાયેલા હતા, જે હવે 2026 ની આખરી મતદાર યાદી મુજબ ઘટીને 9,85,952 થઈ ગયા છે. મતદારોની સંખ્યામાં થયેલો વ્યાપક ફેરફાર SIR ની આ પ્રક્રિયા બાદ જે આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ, શહેરના મોટાભાગના વોર્ડમાં મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા પાછળ ડબલ નામની બાદબાકી, સ્થળાંતર અને અવસાન પામેલા મતદારોના નામ રદ કરવાની કામગીરી મુખ્ય કારણ હોવાનું મનાય છે. જાતિવાર વિશ્લેષણ કરીએ તો, વર્ષ 2021 માં પુરુષ મતદારોની સંખ્યા 5,67,001 હતી, જે હવે 2026 માં ઘટીને 5,10,086 થઈ ગઈ છે. આમ, પુરુષ મતદારોમાં કુલ 56,915 નો ઘટાડો થયો છે. તેવી જ રીતે, સ્ત્રી મતદારોની સંખ્યા જે અગાઉ 5,26,970 હતી, તે હવે 4,75,848 નોંધાઈ છે, જેમાં 51,122 નો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ત્રીજી જાતિના મતદારોની સંખ્યામાં પણ બે નો નજીવો ઘટાડો થયો છે, જે 20 થી ઘટીને 18 પર પહોંચી છે. વોર્ડ નંબર 11 અને 4 માં મતદારોનો વધારો આ આખી પ્રક્રિયામાં સૌથી નોંધપાત્ર બાબત એ છે કે શહેરના 18 વોર્ડમાંથી માત્ર બે જ વોર્ડ એવા છે જ્યાં મતદારોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે વધારો થયો છે. વોર્ડ નંબર 11 માં સૌથી વધુ 13,384 મતદારો વધ્યા છે. વર્ષ 2021 ની ચૂંટણીમાં આ વોર્ડમાં 39,943 પુરુષ અને 36,819 સ્ત્રી તથા 2 ત્રીજી જાતિના મળી કુલ 76,764 મતદારો હતા. જે હવે 2026 માં વધીને 90,148 થઈ ગયા છે. આ વધારામાં 6792 પુરુષ અને 6592 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે વોર્ડ નંબર 4 માં પણ 90 પુરુષ અને 604 સ્ત્રી મતદારો સાથે કુલ 694 મતદારોનો વધારો નોંધાયો છે. આ વિસ્તારોમાં નવા રહેણાંક પ્રોજેક્ટ્સ અને વધતા જતા શહેરીકરણને કારણે મતદારોની સંખ્યામાં આ ઉછાળો જોવા મળ્યો હોવાનું અનુમાન છે. વોર્ડ નંબર 7 માં સૌથી મોટો ઘટાડો બીજી તરફ, રાજકોટના સેન્ટ્રલ ઝોન અને જૂના શહેરના વિસ્તારોમાં મતદારોની સંખ્યામાં મસમોટો ઘટાડો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 7 માં સૌથી વધુ 13,113 મતદારો ઘટ્યા છે. આ વોર્ડમાં 2021 માં 60,681 મતદારો નોંધાયેલા હતા, જે SIR ની પ્રક્રિયા બાદ હવે માત્ર 47,507 રહી ગયા છે. આ વોર્ડમાં 6684 પુરુષ અને 6429 સ્ત્રી મતદારોના નામ યાદીમાંથી ઓછા થયા છે. આ ઘટાડો સૂચવે છે કે જૂના શહેરના વિસ્તારોમાંથી લોકો મોટા પાયે નવા વિકસી રહેલા વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. વોર્ડવાર ઘટાડાનું ચિત્ર શહેરના અન્ય વોર્ડની સ્થિતિ પર નજર કરીએ તો વોર્ડ નંબર 1 માં 4829, વોર્ડ નંબર 2 માં 10,794 અને વોર્ડ નંબર 3 માં 6003 મતદારોનો ઘટાડો થયો છે. વોર્ડ નંબર 2 માં થયેલો 10 હજારથી વધુનો ઘટાડો રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે. તો વોર્ડ નંબર 5 અને 6માં અનુક્રમે 7620 અને 7954 મતદારો ઘટ્યા છે. વોર્ડ નંબર 8 માં 9439 મતદારો ઘટ્યા છે, જોકે અહીં ત્રીજી જાતિના બે મતદારો વધ્યા છે. વોર્ડ 9 માં 3874 અને વોર્ડ 10 માં 5780 મતદારો ઓછા થયા છે. વોર્ડ 12 માં 1027 મતદારો ઘટ્યા છે, જ્યારે વોર્ડ 13 માં 8580 અને વોર્ડ 14 માં 11,583 મતદારોનો મોટો ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 15 માં 8857 મતદારો ઘટ્યા છે. વોર્ડ 16 માં 11,030 અને વોર્ડ 17 માં 10,458 મતદારોની સંખ્યા ઓછી થઈ છે. એટલું જ નહીં રાજકોટનો સૌથી મોટો વોર્ડ ગણાતો વોર્ડ નંબર 18, જે લગભગ સેન્ટ્રલ ઝોન જેટલો મોટો વિસ્તાર ધરાવે છે, ત્યાં આશ્ચર્યજનક રીતે સૌથી ઓછો ઘટાડો નોંધાયો છે. આ વોર્ડમાં માત્ર 1145 મતદારો જ ઓછા થયા છે, જેમાં 642 પુરુષ અને 503 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મતદારોની સ્થિરતા અન્ય વોર્ડની સરખામણીએ વધુ જોવા મળી છે. આમ, રાજકોટ મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણીમાં મતદારોની આ નવી સંખ્યા અને ખાસ કરીને સ્ત્રી-પુરુષ મતદારોના ઘટેલા આંકડા ઉમેદવારોની જીત-હારના માર્જિન પર મોટી અસર કરશે. તો રાજકીય પક્ષોએ હવે નવા આંકડા મુજબ પોતાના પ્રચાર પ્રસાર અને ગણિતમાં ફેરફાર કરવાની જરૂર પડશે. ખાસ કરીને જ્યાં મતદારો વધ્યા છે તેવા વોર્ડ નંબર 11 અને 4 માં નવા મતદારોને રીઝવવા અને જ્યાં મોટા પાયે ઘટાડો થયો છે ત્યાં બાકી રહેલા મતદારોના સમર્થનને મજબૂત બનાવવું એ પક્ષો માટે મોટો પડકાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરત કલેક્ટર કચેરી સમરાંગણમાં ફેરવાઈ:ભાજપ-કોંગ્રેસ-AAPના કાર્યકરો ભાન ભૂલ્યા, એકબીજાને ખેસ પહેરાવ્યા, પગ નીચે કચડ્યા, વડોદરામાં કોંગ્રેસ ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ
    Next Article
    Trump Threatens China With 50% Tariffs, Then A US, Venezuela Crude Offer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment