Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SIRમાં નામ કપાયું તો અધિકારીઓ ઘરે આવીને દસ્તાવેજો લઈ જશે:વિવાદ બાદ ચૂંટણી પંચનો નિર્ણય; અત્યાર સુધી 30 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13.37 કરોડ નામ કપાયા

    7 hours ago

    SIR અંગેના વિવાદ વચ્ચે શનિવારે દિલ્હીમાં ચૂંટણી પંચની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનર ડૉ.સુખબીર સિંહ સંધૂ તથા ડૉ.વિવેક જોશી હાજર રહ્યા. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિશેષ પુનરીક્ષણ (SIR)નું કામ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન કોઈ વ્યક્તિનું નામ રહી ગયું હોય અથવા કોઈ નવો મતદાર હોય, તો તે યાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા માટે અરજી કરી શકે છે. જેમને નોટિસ મળી છે, તેમના ઘરે જઈને BLO દસ્તાવેજો લેશે. દસ્તાવેજો ECINet પર અપલોડ કરવામાં આવશે અને પ્રાદેશિક અધિકારી નિર્ણય લેશે. જરૂર પડ્યે ઓનલાઇન સુનાવણી કરવામાં આવશે. દિલ્હી-મહારાષ્ટ્રમાં 30 ઓક્ટોબર સુધી દાવા કરી શકાશે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે દિલ્હી અને મહારાષ્ટ્રમાં દાવા અને વાંધા દાખલ કરવાની તારીખ 30 ઓક્ટોબર 2026 સુધી વધારી દેવામાં આવી છે. દિલ્હીમાં વિવાદનો નિકાલ 30 નવેમ્બર અને મહારાષ્ટ્રમાં નિકાલ 10 નવેમ્બર સુધી કરવાનો રહેશે. ગોવામાં જે મતદારોનાં નામ રહી ગયાં છે, ત્યાં બ્લોક અધિકારી ઘરે-ઘરે જઈને ફોર્મ-6 એકત્રિત કરશે. SIRમાં જો તમારું નામ યાદીમાં નથી અથવા રહી ગયું છે, તો ફોર્મ-6 દ્વારા નામ સામેલ કરાવવા માટે દાવો કરી શકાય છે. પંચે કહ્યું કે ફોર્મ-6 અંગે કોઈ વિવાદ જ નથી. ફોર્મ-6ને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યું છે. SIRને લઈને વિવાદ, કોંગ્રેસે દેશભરમાં પ્રદર્શન કર્યું આ મામલો ચૂંટણી પંચના સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સામે આવ્યો છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બે ચૂંટણી કમિશનરોએ છેલ્લા 10 મહિનામાં ચૂંટણી પંચના નિર્ણયો સામે 14 વખત વાંધો ઉઠાવ્યો, પરંતુ તેમની કોઈ સુનાવણી કરવામાં આવી નહીં. કોંગ્રેસનો આરોપ છે કે જ્ઞાનેશ કુમાર ચૂંટણી પંચમાં મનમાની કરી રહ્યા છે અને અન્ય બે કમિશનરોની વાત સાંભળી રહ્યા નથી. કોંગ્રેસે જ્ઞાનેશ કુમારને હટાવવા અને તેમની ધરપકડની માગને લઈને શુક્રવારે દેશભરમાં પ્રદર્શન કર્યું. ચૂંટણી સાથે જોડાયેલા કેટલાક આદેશો અને કથિત સોફ્ટવેર ફેરફારોને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. બે ચૂંટણી કમિશનરોએ 4 મોટા સવાલો ઉઠાવ્યા હતા 1. ફોર્મ-6માં ફેરફાર: નવા મતદારો પાસેથી અગાઉની SIR યાદીમાં પોતાનું અથવા પરિવારના સભ્યોનાં નામની માહિતી માંગવા અંગે બંનેએ સવાલ ઉઠાવ્યો. સંધૂએ તેને ગેરકાયદેસર ગણાવીને દૂર કરવાની માગ કરી. 2. મતદાર ડેટા પર નિયંત્રણ: બંનેએ સવાલ કર્યો કે મતદાર ડેટાબેઝ પરનું નિયંત્રણ દિલ્હીમાં શા માટે વધી રહ્યું છે અને રાજ્યોની પહોંચ શા માટે મર્યાદિત થઈ રહી છે. 3. બંગાળમાં 16 લાખ અપીલ: સંધૂએ પૂછ્યું કે દૂર કરવામાં આવેલા નામોને લઈને આશરે 16 લાખ અપીલ કોણે અને કોની મંજૂરીથી દાખલ કરી. 4. ગોવાના 97 મતદારો: તપાસમાં યોગ્ય ઠરેલા 97 મતદારોને સોફ્ટવેરની સમસ્યાને કારણે અંતિમ યાદીમાં સામેલ કરી શકાયા નહીં. ‘મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશે મતચોરી કરી’ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ, SIR અને મતદાર યાદી સાથે જોડાયેલા વિવાદો પર ગુરુવારે 55 મિનિટ સુધી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે મત ચોરીના મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દેશદ્રોહી કહ્યા. રાહુલે કહ્યું, જ્ઞાનેશે મત ચોરી કરી છે. મેં તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો, પરંતુ સરકારે તેમને કાયદાથી ઉપર કરી દીધા. રાહુલે કહ્યું, "ભારતમાં દરેક સરકાર વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સી હોય છે, બાંગ્લાદેશ યુદ્ધ જીત્યા બાદ પણ ઇન્દિરા ગાંધી હારી ગયાં હતાં, તો પછી ભાજપ સાથે આવું કેમ ન થયું. તેનું કારણ જ્ઞાનેશ કુમાર છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ કરી. જેના કારણે મોદી-શાહ વિરુદ્ધ એન્ટી-ઇન્કમ્બન્સી આવી નહીં." રાહુલે 2025માં SIR પર ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ત્યારે તેમણે ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે પંચને સરકારની ‘B ટીમ’ પણ કહ્યું હતું. રાહુલે 3 સવાલોના જવાબ આપ્યા, કહ્યું- તમામ પક્ષો વિરુદ્ધ કામ કરી રહ્યા સવાલ: તમને ક્યારે અને શા માટે લાગ્યું કે મતની ચોરી થઈ રહી છે? રાહુલ: જ્યારે હું 7 વર્ષનો હતો, 1977માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. દરેક વ્યક્તિ જાણતી હતી, ખુદ તેમને પણ ખબર હતી કે તેઓ હારી જશે. તમને અનુભવ થઈ જાય છે કે તમે હારી જશો. તમારી લાગણી એક વખત ખોટી હોઈ શકે, બે વખત ખોટી ન હોઈ શકે. બે-ત્રણ ચૂંટણી એવી હતી જ્યારે અમે ટેકનિકલી જોઈ રહ્યા હતા. ધીમે-ધીમે શંકા વધવા લાગી. પછી અમે તેના પર કામ કરવાનું શરૂ કર્યું. સવાલ: તમે કહ્યું કે જ્ઞાનેશ કુમારે સરકારી સાક્ષી બની જવું જોઈએ. જો તેમણે તમારી સલાહ ન માની તો શું તમે રસ્તા પર ઉતરશો? રાહુલ: દેશમાં મત, કાયદા, સંસ્થા અને બંધારણ વચ્ચેની કડી તૂટી ગઈ છે. દરેકને ખબર છે કે સિસ્ટમને નુકસાન થઈ ચૂક્યું છે. પરંતુ મોદી અને શાહ પોતાની તપાસ થોડી કરશે? પહેલાં સિસ્ટમનું સમારકામ થશે, પછી તપાસ થશે. સવાલ: મમતાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં વિપક્ષ દેશવ્યાપી આંદોલન કરશે. શું તમારા જૂના સહયોગીઓ પણ સાથે આવશે? રાહુલ ગાંધી: વિપક્ષમાં આ વાતને લઈને 100% સહમતી છે કે મતની ચોરી થઈ રહી છે. ભાજપની અંદર પણ લોકો કહી રહ્યા છે. અમે તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને તેની વિરુદ્ધ કામ કરીશું અને બંધારણની રક્ષા કરીશું. ------------------------ આ સમાચાર પણ વાંચો: જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન:દિલ્હી-પટનામાં માર્ચ, દેહરાદૂનમાં કાર્યકર્તાઓ બેરિકેડ્સ પર ચઢ્યા; કોકરોચ પાર્ટીએ કહ્યું- 2 ઑક્ટોબરથી આંદોલન કોંગ્રેસ શુક્રવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દેશભરમાં પ્રદર્શન કરી રહી છે. ઉત્તરાખંડના દેહરાદૂનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ બેરિકેડિંગ પર ચઢી ગયા. પટનામાં પ્રદર્શનકારીઓ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો. આ તરફ, કોકરોચ જનતા પાર્ટી (CJP)એ શુક્રવારે ફરી કહ્યું કે જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો 2 ઓક્ટોબરથી દેશવ્યાપી આંદોલન કરવામાં આવશે. CJP સંસ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે આ આંદોલનને શહેરે-શહેરે લઈ જવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    Cyclone Arnab: तबाही मचा रहा चक्रवाती तूफान अर्नब, भारी Baarish | UP-Bihar Heavy Rain | Red Alert |
    Next Article
    ઝટકા મશીનથી મોત:ક્લીનર ભાગવા ગયો અને વાયરમાં પગ આંબી ગયો, વડોદરામાં PIએ મેયરની ગાડી રોકતા મોટો વિવાદ, અંબાજીના મહામેળાની પૂર્ણાહુતિ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment