Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ભાજપનું ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન:SIR મુદ્દે વિપક્ષના પ્રચાર સામે ભાજપ મેદાનમાં ઉતરશે, 25 ઓક્ટોબરથી 4 મહાનગરોમાં પદયાત્રા યોજાશે

    1 day ago

    ગુજરાત ભાજપ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપોનો જવાબ આપવા તથા ચૂંટણીપંચ સહિતની સંવૈધાનિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવાના ઉદ્દેશથી ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન શરૂ કરવામાં આવશે. 25 ઓક્ટોબરથી શરૂ થનારા આ અભિયાન અંતર્ગત રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં પદયાત્રા, પત્રકાર પરિષદ, યુવા સંવાદ સહિતના કાર્યક્રમો યોજાશે. ભાજપના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે શનિવારે ગાંધીનગરના કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી. રાહુલ ગાંધી પર ભાજપના પ્રહાર ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર સુશાસન, વિકાસ અને જનકલ્યાણના માર્ગે આગળ વધી રહી છે, ત્યારે કોંગ્રેસ અને વિપક્ષ રાજકીય હતાશાને કારણે અરાજકતાભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચૂંટણીપંચ જેવી સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા કરીને ખોટી અને ભ્રામક માહિતી દ્વારા લોકોમાં અવિશ્વાસ ફેલાવવાની રાજનીતિ લોકતંત્ર માટે ચિંતાજનક હોવાનું તેમણે જણાવ્યું હતું. રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં ડૉ. પટેલે કહ્યું કે, તેઓ ‘લીડર ઓફ ઓપોઝિશન’ નહીં, પરંતુ ‘લાયર ઓપોઝિશન’ તરીકે વર્તી રહ્યા છે. તેમના મતે, જનાદેશનો સ્વીકાર કરીને રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવાને બદલે કોંગ્રેસ સતત આક્ષેપો અને ભ્રામક પ્રચાર દ્વારા સંસ્થાઓ સામે અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરી રહી છે. ઘૂસણખોરી જેવા ગંભીર મુદ્દાઓ પર પણ કોંગ્રેસનું વલણ રાષ્ટ્રહિત કરતાં રાજકીય સ્વાર્થને પ્રાધાન્ય આપતું હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો. 25 ઓક્ટોબરે સુરતથી અભિયાનનો પ્રારંભ ભાજપના જણાવ્યા અનુસાર, અભિયાન અંતર્ગત રવિવાર, 25 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે સુરતના અડાજણ ખાતે પદયાત્રા યોજાશે. તેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહેશે. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ પણ કાર્યક્રમમાં જોડાશે. આગામી કાર્યક્રમોનું આયોજન નીચે મુજબ કરવામાં આવ્યું છે આ પદયાત્રાઓમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકરો, વિવિધ સમાજના આગેવાનો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ, મહિલાઓ, એનજીઓના પ્રતિનિધિઓ અને પ્રબુદ્ધ નાગરિકો જોડાશે. ભાજપના જણાવ્યા અનુસાર, તબક્કાવાર રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં પણ પદયાત્રાઓ યોજવામાં આવશે. SIR મુદ્દે જિલ્લા સ્તરે પત્રકાર પરિષદ યોજાશે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં પત્રકાર પરિષદો યોજીને SIR મુદ્દે વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપો સામે ભાજપ પોતાનો પક્ષ અને તથ્યો રજૂ કરશે. આ ઉપરાંત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ, યુવાનો સાથે ‘લોકતંત્ર વર્સસ ભીડતંત્ર’ વિષય પર ચર્ચા, વિદ્યાર્થીઓ માટે લોકશાહીની મજબૂતીને લગતી સ્પર્ધાઓ અને પ્રભાવશાળી નાગરિકો તથા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે જનસંપર્કના કાર્યક્રમો પણ યોજાશે. કટોકટી અને કલમ 356ના મુદ્દે યુવા સંવાદ ભાજપ દ્વારા યોજાનારા યુવા સંવાદમાં દેશના લોકતાંત્રિક ઇતિહાસ, સંવૈધાનિક સંસ્થાઓની ભૂમિકા, કોંગ્રેસના શાસન દરમિયાન વિવિધ રાજ્યોમાં કલમ 356ના ઉપયોગ અને રાષ્ટ્રપતિ શાસનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કટોકટીના સમયગાળા દરમિયાન પ્રેસ અને મીડિયાની સ્વતંત્રતા પર મૂકવામાં આવેલા નિયંત્રણો અંગે પણ યુવાનોને માહિતગાર કરવામાં આવશે. ભાજપના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમો દ્વારા લોકશાહીનું રક્ષણ, સંવૈધાનિક સંસ્થાઓની સ્વાયત્તતા અને રાષ્ટ્રહિતના મુદ્દાઓ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ભાજપે અભિયાનનો હેતુ શું ગણાવ્યો? ડૉ. અનિલ પટેલે જણાવ્યું હતું કે, આ અભિયાન માત્ર રાજકીય કાર્યક્રમ નથી, પરંતુ લોકશાહીનાં મૂલ્યો, સંવૈધાનિક મર્યાદાઓ અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત કરવાનો પ્રયાસ છે. કોંગ્રેસ અને વિપક્ષના આક્ષેપો સામે તથ્યો રજૂ કરીને જનતામાં જાગૃતિ લાવવાનો અભિયાનનો મુખ્ય ઉદ્દેશ હોવાનું તેમણે જણાવ્યું હતું. ભાજપના મતે, રાજ્યભરમાં યોજાનારા આ કાર્યક્રમો દ્વારા સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચીને લોકશાહીની ગરિમા અને સંવૈધાનિક વ્યવસ્થાની મજબૂતી અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    PMના હસ્તે 30 ઓક્ટોબરે બનાસ ડેરીના પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ:ભીલડીમાં રૂ.325 કરોડના ખર્ચે નિર્માણ; દેશી ગાય-ભેંસોની ઓલાદ સુધારવામાં મદદ કરશે
    Next Article
    કુકમામાં ગાંજાના જથ્થા પર પધ્ધર પોલીસનો દરોડો:11 પડીકીઓ અને બે કોથળીઓ સહિત ₹42 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment