Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PMના હસ્તે 30 ઓક્ટોબરે બનાસ ડેરીના પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ:ભીલડીમાં રૂ.325 કરોડના ખર્ચે નિર્માણ; દેશી ગાય-ભેંસોની ઓલાદ સુધારવામાં મદદ કરશે

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે બનાસકાંઠાના ભીલડીમાં બનાસ ડેરીના ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC)નું લોકાર્પણ કરશે. 325 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ કેન્દ્ર પશુઓની ઓલાદ સુધારવામાં મદદ કરશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ કેન્દ્રમાં ટેસ્ટટ્યૂબ બેબી જેવી આધુનિક પ્રજનન પદ્ધતિઓનો ઉપયોગ થશે. તેનો લક્ષ્યાંક દર વર્ષે 25,000 ઉત્તમ એમ્બ્રિયો તૈયાર કરવાનો છે. આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ઉત્તમ પશુ અને વધુ દૂધ’ મેળવવાનો છે. ભીલડી ખાતે દેશી ગાયો અને ભેંસોની ઓલાદ સુધારવામાં આવશે. તેનાથી દૂધ ઉત્પાદન વધશે અને પશુપાલન વધુ નફાકારક બનશે. આ કેન્દ્રનો સીધો લાભ નાના પશુપાલકો અને ગ્રામીણ બહેનોને મળશે. તેમને રોગ વગરના સાંઢ, સીમેન અને સસ્તા ગર્ભ મળશે. આનાથી દૂધ ઉત્પાદન ખર્ચ ઘટશે, ફેટ વધશે અને આવકમાં વધારો થશે.
    Click here to Read More
    Previous Article
    Neeraj Chopra NDTV Exclusive - "I Hope There Will Be 3 Indians On Javelin Podium In LA 2028 Olympics"
    Next Article
    ગુજરાત ભાજપનું ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન:SIR મુદ્દે વિપક્ષના પ્રચાર સામે ભાજપ મેદાનમાં ઉતરશે, 25 ઓક્ટોબરથી 4 મહાનગરોમાં પદયાત્રા યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment