Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:SIRમાં નામ કપાાયું, ઘરે આવીને દસ્તાવેજ લેશે અધિકારીઓ; કોહલી બોલ્યા- 2027માં મારો છેલ્લો વર્લ્ડકપ; મમતાએ CECને 'ગાયબ' કુમાર કહ્યા

    11 hours ago

    નમસ્તે, ચૂંટણી પંચે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને નવા નિયમો જાહેર કર્યા. વિરાટ કોહલીએ 2027માં યોજાનારા વર્લ્ડકપને લઈને પોસ્ટ કરી. ભારતના વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદના મુદ્દા પર તેના પર નિશાન સાધ્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદીની 'મન કી બાત'નો 138મો એપિસોડ આજે પ્રસારિત થશે. 2. 28 થી 30 સપ્ટેમ્બર સુધી સરકારી બેંકોની હડતાળના કારણે રવિવારે બેંકો ખુલશે. 📰 કાલના મોટા સમાચારો 1. SIRમાં નામ કપાયું તો અધિકારી ઘરે આવીને દસ્તાવેજો લઈ જશે:વિવાદ બાદ ચૂંટણી પંચનો નિર્ણય; અત્યાર સુધી 30 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13.37 કરોડ નામ કપાયા SIR પરના વિવાદ વચ્ચે ચૂંટણી પંચે જણાવ્યું કે જેમના નામ કપાઈ ગયા છે, તેઓ નામ ઉમેરવા માટે અરજી કરી શકે છે. અધિકારીઓ ઘરે-ઘરે જઈને તેમના દસ્તાવેજો એકત્રિત કરશે અને ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરશે. તેમના પર નિર્ધારિત સમયમર્યાદામાં પ્રાદેશિક ચૂંટણી અધિકારી નિર્ણય લેશે. દિલ્હીમાં શનિવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનર ડૉ.સુખબીર સિંહ સંધૂ તથા ડૉ.વિવેક જોશી હાજર રહ્યા હતા. SIR દરમિયાન અત્યાર સુધીમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 13.37 કરોડ નામો ઘટ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર દેશમાં કુલ 96.88 કરોડથી વધુ મતદારો છે, એટલે કે આશરે 14.1% મતદારોના નામ SIRમાં કપાઈ ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે...':કોહલીનો મોટો ધડાકો, કહ્યું- 2027ની ટુર્નામેન્ટ પછી ક્યારેય નહીં રમું, ટાઇટલ જીતવા બધુ દાવ પર લગાડી દઈશ વિરાટ કોહલીએ કહ્યું છે કે 2027નો વર્લ્ડ કપ ભારત માટે તેનો છેલ્લો વર્લ્ડ કપ હશે. તેણે કહ્યું કે ટ્રોફી જીતવા માટે તે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવવા તૈયાર છે. કોહલીએ કહ્યું- હું મેદાન પર મારું 100% આપવા માગું છું. લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે- વર્લ્ડ કપ જીતવો. 37 વર્ષીય કોહલી હાલમાં માત્ર વન-ડે ક્રિકેટ રમી રહ્યો છે. તેણે 2024માં T20 આંતરરાષ્ટ્રીય અને 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. વિરાટ કોહલી અત્યાર સુધીમાં 4 વન-ડે વર્લ્ડ કપ (2011, 2015, 2019 અને 2023) રમી ચૂક્યો છે. તેના નામે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ 54 સદી પણ છે. 2027નો વન-ડે વર્લ્ડ કપ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં રમાશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભારતે એક જ દિવસમાં કબડ્ડીમાં બે ગોલ્ડ જીત્યા:એશિયન ગેમ્સમાં વુમન્સ અને મેન્સ બંને ટીમ ચેમ્પિયન; તજિંદરપાલને શોટપુટમાં સિલ્વર મળ્યો ભારતે શનિવારે એશિયન ગેમ્સમાં કબડ્ડીના બંને ગોલ્ડ જીતી લીધા. મહિલા ટીમે ઈરાનને 37-34 અને મેન્સ ટીમે પણ ઈરાનને 40-34થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યો. મેન્સ ટીમે સતત 10મી વખત અને મહિલા ટીમે સતત પાંચમા એશિયાડમાં મેડલ જીત્યો. એથ્લેટિક્સમાં તજિંદરપાલ સિંહ તૂરે શોટપુટમાં 20.64 મીટરના થ્રો સાથે સિલ્વર જીત્યો. પ્રાચી ચૌધરીએ 400 મીટરમાં 53.21 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ પોતાના નામે કર્યો. ભારતને મેરેથોન અને શૂટિંગમાં પણ સિલ્વર મળ્યા. સ્ક્વોશમાં અનાહત સિંહ અને અભય સિંહ ફાઇનલમાં પહોંચ્યા. મેન્સ હોકી ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ચૂંટણી કમિશનર પર મમતાનો કટાક્ષ- તેઓ જ્ઞાનેેશ નહીં, ગાયબ કુમાર:મતદારોના નામ કાપ્યા, તેમને જવું પડશે; રાહુલનો આરોપ- ચૂંટણીમાં ફિક્સિંગ કર્યું SIR વિવાદ અને ચૂંટણી પંચના કમિશનરો વચ્ચે મતભેદો સામે આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સતત વિપક્ષના નિશાના પર છે. બંગાળના પૂર્વ CM મમતા બેનર્જીએ તેમને 'વેનિશ' કુમાર એટલે કે ગાયબ કુમાર કહી દીધા છે. તેમણે જ્ઞાનેશ કુમાર પર SIR દરમિયાન મતદાર યાદીમાંથી મતદારોનાં નામ 'ગાયબ' કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાની પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે માત્ર 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) જ CEC જ્ઞાનેશ કુમારને હટાવી શકે છે. આ તરફ, રાહુલ ગાંધીએ પણ X પર લખ્યું- જ્ઞાનેશ કુમારને મોદી અને શાહે અમ્પાયર બનાવીને ભારતની ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની જવાબદારી સોંપી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 11 લોકોનાં મોત:30 ઘાયલ, હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં બ્લાસ્ટ કર્યો, આ વર્ષે 900થી વધુ આતંકી હુમલા પાકિસ્તાનમાં શનિવારે આત્મઘાતી હુમલામાં 11 લોકોનાં મોત થયા. વિસ્ફોટમાં આશરે 30 લોકો ઘાયલ થયા છે. હુમલો ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં પોલીસ ચોકી પર થયો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. વિસ્ફોટના થોડા સમય બાદ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ નિવેદન જાહરે કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે. TTP અને અફઘાન તાલિબાન અલગ-અલગ સંગઠનો છે, પરંતુ બંને વચ્ચે ગાઢ સંબંધો છે. પાકિસ્તાનમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 990 આતંકવાદી ઘટનાઓ બની છે. તેમાં 1,129 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સ્વતંત્રતા અભિવ્યક્તિ-ગરીબ કલ્યાણ પાર્ટી સામે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ:ડોનેશન આપનારને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરતા; 217 કરોડથી વધુની ટેક્સ ચોરી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના 519 કરોડ અને ગરીબ કલ્યાણ પાર્ટીના 206 કરોડથી વધુના બોગસ ડોનેશન કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ઇન્કમટેક્સ વિભાગે તપાસ કરતા ડોનેશન આપનાર લોકોને 8થી 9 ટકા કમિશન કાપી રોકડ પરત કરવામાં આવતી હતી. આઇટી વિભાગે અમદાવાદ સીઆઇડી ક્રાઇમમાં નરોડા ખાતે આવેલી રાજકીય પાર્ટી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત તેના હોદ્દેદારો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે રૂ.519 કરોડના બોગસ ડોનેશન અને રૂ.155 કરોડથી વધુની ટેક્સ ચોરી બદલ ફરિયાદ નોધાવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 14 મહિલા ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી:5 ચીટરની રાજકોટ-અમદાવાદમાં ઓફિસ, લોન આપવાના નામે જમીન અને લાખો રૂપિયા પડાવતા, 8 જિલ્લાના 32 ખેડૂતના દસ્તાવેજ મળ્યા રાજકોટ જિલ્લા પોલીસે સરળતાથી લોન આપવાના નામે ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ટ્વીન સ્ટાર બિલ્ડિંગમાં દરોડો પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે, જેમાં 14 મહિલાઓ ફોન પર સ્ક્રિપ્ટ વાંચી ખેડૂતોને જાળમાં ફસાવતી હતી. આ ઉપરાંત અમદાવાદના ગોતા-જગતપુર વિસ્તારમાંથી બાલાજી લોન અને ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના નામે ચાલતા હાઈટેક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. હાલમાં પોલીસે 5 આરોપી સામે ગુનો નોંધી માસ્ટરમાઈન્ડ અલ્પેશ દોંગાની અટક કરી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : યુપીમાં 40 કલાકથી વરસાદ, કન્નૌજમાં કાર પલટી:છત્તીસગઢમાં શાળાઓ બંધ, બિહારમાં વરસાદથી 3નાં મોત; એમપી સહિત 12 રાજ્યોમાં એલર્ટ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ-અમેરિકા મિડટર્મ ઇલેક્શન પછી ઈરાન પર હુમલો કરી શકે છે:ટ્રમ્પે યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો, હોર્મુઝ ખોલવાની ઓફર પણ સ્વીકારી નહીં (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : બંગાળમાં TMC ધારાસભ્ય કુણાલ ઘોષની કાર પર હુમલો:કાચ તુટ્યા, મમતાની રેલીમાં જતા સમયે ઈંડાં ફેંકાયા; ગયા મહિને ઘર-ઓફિસમાં તોડફોડ થઈ હતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : સાઉદીએ પરમાણુ બોમ્બ બનાવવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યાનો રિપોર્ટ:અમેરિકા પરમાણુ વીજળી બનાવવાની ટેકનોલોજી આપી રહ્યું છે, ઇઝરાયલ કરી ચૂક્યું છે વિરોધ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : રાષ્ટ્રીય વેપારી સંગઠને 'નો-UPI-ડે'ના સમાચારોને ફેક ગણાવ્યા:કહ્યું- આવું કોઈ એલાન નથી, 2 ઑક્ટોબરે કેટલાક સ્થાનિક સંગઠનો વિરોધ કરી શકે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : હાર્દિક પંડ્યા ફરી ઈજાગ્રસ્ત, ન્યૂઝીલેન્ડ સિરીઝ રમવા અંગે સસ્પેન્સ:જમણા પગમાં ઈજા; માર્ચમાં રમી હતી છેલ્લી ઇન્ટરનેશનલ મેચ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ગધેડાઓના સન્માનનો અનોખો તહેવાર રાજસ્થાનના ભીલવાડાના માંડલમાં ગધેડાઓના સન્માનનો અનોખો તહેવાર ઉજવાય છે. ગોવર્ધન પૂજા પર તેમને રંગબેરંગી કપડાં પહેરાવવામાં આવે છે. સ્થાનિક માન્યતામાં ગધેડા મહેનત અને લગનનું પ્રતીક છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 'પેપ્સિકોએ ગુજરાતનાં ખેડૂતોનું સ્ટિંગ ઑપરેશન કરીને કેસ કર્યા': કવિતાએ ઢાલ બનીને ગંજાવર કંપનીને હંફાવી, બટાકા વાવ્યા તો 1 કરોડ માગ્યા 2. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 'છોકરી સુંદર હોવી જોઈએ, ધંધો તેનાથી જ ચાલશે': એજન્ટે કહ્યું- કોલ પર લોકોને ફસાવવાના છે; કંબોડિયામાં ગેસ્ટ હાઉસમાંથી ચાલે છે સ્કેમ કંપનીઓ 3. આજનું એક્સપ્લેનર: શું ચીન મીઠાની ગુફાઓની અંદર ગુપ્ત પરમાણુ વિસ્ફોટ કરી રહ્યું છે, આ કેટલું ખતરનાક; અમેરિકાને કેવી રીતે ખબર પડી? 4. પેપર કપમાં ચા-કોફી પીવાથી કેન્સરનું જોખમ!: ઇકોફ્રેન્ડલી લાગતા કપમાં છુપાયેલા છે 5 ખતરનાક કેમિકલ્સ; 7 ગંભીર સ્વાસ્થ્ય જોખમોથી બચવા આ સાવચેતી રાખો ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ અને સિંહ રાશિના અટકેલા કામો ગતિ પકડશે, કુંભ રાશિને સંપત્તિ મામલે ભાઈઓ સાથે વિવાદ થવાની શક્યતા (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Jaishankar Slams Pakistan: 'India Will Exercise Its Right To Defend Against Terrorism
    Next Article
    ચારેય મિત્રો દક્ષિણ મુંબઇના રહેવાસી:મુંબઈથી શંખેશ્વર તીર્થે દર્શન કરવા જતાં ચાર વેપારીને એક્સપ્રેસ-વે પર કાળ ભરખી ગયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment