Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચારેય મિત્રો દક્ષિણ મુંબઇના રહેવાસી:મુંબઈથી શંખેશ્વર તીર્થે દર્શન કરવા જતાં ચાર વેપારીને એક્સપ્રેસ-વે પર કાળ ભરખી ગયો

    11 hours ago

    મુંબઈથી ટાટા હેરિયર કારમાં ગુજરાતના પવિત્ર જૈન તીર્થધામ શંખેશ્વરનાં દર્શન માટે નીકળેલા ચાર વેપારી મિત્રોની યાત્રા રસ્તામાં જ કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધાતવા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ-વે પર શુક્રવારે વહેલી સવારે તેમની કાર રસ્તા પર ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો અને કારમાં સવાર ચારેય મિત્રોનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. છેલ્લા એક દશકથી પૂનમ ભરવા ચારેય મિત્રો શંખેશ્વર દર્શન કરવા જતા, ત્યાં પૂજા પણ કરતા, પરંતુ, આ વખતે કુદરતને કંઈક મંજૂર નહીં હોય તેઓ દર્શન કરે તે પહેલા જ જીવલેણ અકસ્માત નડ્યો એમ એક નજીકના મિત્રે જણાવ્યું. તમામ મિત્રોની પૂજાની જોડ અકબંધ મળી આવી. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે આશરે 8 વાગ્યાના અરસામાં કામરેજ તાલુકાના ધાતવા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ-વે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ-વેના છેલ્લા ટ્રેક પર ડમ્પર ઊભું હતું. ડમ્પરચાલક ઉદયચંદ્ર મોર્યાએ ડમ્પરમાં રિફ્લેક્ટર લાઇટ કે દૂરથી દેખાય તેવા રિફ્લેક્ટરવાળા બેરિકેડિંગ મૂક્યા ન હતા. આથી પાછળથી આવતી ટાટા હેરિયર કારચાલકને ડમ્પર નજરે ન પડતાં કાર ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારચાલક રાજીવ જીતેન્દ્ર જૈન સહિત ચારેયના મોત થયા હતા. ઘટનાના પગલે મૃતક સંજયના સુરત ખાતેના કૌટુંબિક ભાઈ ભરતકુમાર સુબેરમલ જૈને કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ડમ્પરચાલક ઉદયચંદ્ર મોર્યા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ચારેય મિત્રો દક્ષિણ મુંબઇના રહેવાસી અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં મુંબઈના રાજેશ જીતેન્દ્ર જૈન (ઉં.વ. 47), રહે. નંદ હેરિટેજ, ગીરગાંવ, જયંતીલાલ ચુનીલાલ દોશી (ઉં.વ. 45), રહે. કેશવ ભવન, ખેતવાડી, પ્રવીણ નરેન્દ્ર જૈન (ઉં.વ. 47), રહે. અમરતી સીએચએસ, દાદર વેસ્ટ, અને સંજય ખીમચંદભાઈ બાફના (ઉં.વ. 47), રહે. સેન્ટ્રલ એવન્યુ, મુંબઈ સેન્ટ્રલનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:SIRમાં નામ કપાાયું, ઘરે આવીને દસ્તાવેજ લેશે અધિકારીઓ; કોહલી બોલ્યા- 2027માં મારો છેલ્લો વર્લ્ડકપ; મમતાએ CECને 'ગાયબ' કુમાર કહ્યા
    Next Article
    ઉચ્ચ સ્તરના અધિકારીઓ સાથે બેઠક:IIT બોમ્બે હોસ્ટેલમાં સાહિલ વાકોડે આત્મહત્યા મુદ્દે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment