Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પંચ જાગ્યું, હવે મતાધિકાર આપશે!:SIRમાં ડિલીટ-નવા મતદાતાઓનાં નામ ઉમેરશે, 20 રાજ્યોમાં વિશેષ અભિયાન ચલાવશે; ગુજરાતમાં 68 લાખ, મહારાષ્ટ્રમાં 2 કરોડ નામ કપાયા

    10 hours ago

    સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પૂર્ણ કરી ચૂકેલા 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી પંચ વિશેષ અભિયાન ચલાવશે. તેમાં SIR દરમિયાન હટાવવામાં આવેલ લોકોના અને 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા નવા મતદારોનાં નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે. ચૂંટણી પંચે આ નિર્દેશ 29 સપ્ટેમ્બરે લેખિતમાં આપ્યો હતો. ગુરુવારે તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEOs) સાથે યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં પણ તેને ફરીથી જણાવવામાં આવ્યો હતો. પ્રથમ અને બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે ત્રીજા તબક્કામાં 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા ચાલી રહી છે. તેમાંથી 7 રાજ્યોમાં યાદી જાહેર થઈ ચૂકી છે. જોકે, ECએ ત્રીજા તબક્કાના 7 રાજ્યોનાં નામ જાહેર કર્યા નથી. ગુજરાતમાં 68 લાખ જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ બે કરોડ લોકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. હટાવાયેલા નામોની પણ તપાસ થશે આ ઉપરાંત, ચૂંટણી પંચે ECINetની સમીક્ષા માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. તેમાં IIT અથવા IIITના એક સ્વતંત્ર નિષ્ણાતનો પણ સમાવેશ થશે. જરૂરિયાત મુજબ સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં આવશે. ચૂંટણી પંચે SIR પહેલાં અને પછીની મતદાર યાદીઓની સરખામણી કરાવશે, જેથી ભૂલથી કાઢી નાખવામાં આવેલા પાત્ર મતદારોની ઓળખ થઈ શકે. BLO ઘરે જઈને આવા લોકોની તપાસ કરશે. ડુપ્લિકેટ અથવા મૃત ન હોવાનું જણાશે તો ફોર્મ 6 દ્વારા નામ ફરીથી ઉમેરવામાં આવશે. તેમાં રાજકીય પક્ષો અને બૂથ લેવલ એજન્ટોની મદદ પણ લેવામાં આવશે. ECએ કહ્યું- મહારાષ્ટ્રમાં ખાસ સાવચેતી રાખો મહારાષ્ટ્રમાં SIR હજુ ચાલુ છે. અહીં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પાત્ર મતદારનું નામ ઉતાવળમાં હટાવવામાં ન આવે. મુંબઈ શહેર અને મુંબઈ ઉપનગરના અધિકારીઓને પહેલા દસ્તાવેજો અને માહિતીની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ નામ દૂર કરવાનો નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. નોટિસ મેળવનારાઓ માટે 3, 4, 10 અને 11 ઓક્ટોબરે વિશેષ કેમ્પ પણ યોજવામાં આવશે. મહારાષ્ટ્રની ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે 1.22 કરોડ રેકોર્ડ તપાસ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. તેમાં આશરે 62.48 લાખ કેસ સંબંધીઓની માહિતીમાં ગડબડી સાથે જોડાયેલા છે અને આશરે 59.75 લાખ કેસ અગાઉની મતદાર યાદીમાં સંબંધીઓ સાથે મેપિંગ ન થયું હોવા સાથે જોડાયેલા છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે પાત્ર મતદારનું નામ યાદીમાંથી બહાર ન રહેવું જોઈએ અને તેનો મત આપવાનો અધિકાર સુરક્ષિત રહેવો જોઈએ. રિપોર્ટમાં દાવો- બે ચૂંટણી કમિશનરોએ 14 વખત વાંધો ઉઠાવ્યો ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ 10 મહિનામાં ફોર્મ-6માં વધારાની માહિતી ઉમેરવા અને SIR સંબંધિત નિર્ણયોને લઈને 14 વખત વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે નિયમોમાં ફેરફાર કર્યા વિના ફોર્મમાં નવો વિભાગ ઉમેરવામાં આવ્યો. જોકે, ચૂંટણી પંચે બુધવારે SIR પૂર્ણ થઈ ચૂકેલા રાજ્યોમાં ફોર્મ-6માંથી વધારાનું ઘોષણાપત્ર હટાવી દીધું હતું. હવે SIR દરમિયાન નામ કપાઈ ગયા બાદ ફરીથી નામ ઉમેરાવવા માટે 2003ની મતદાર યાદીની માહિતી આપવી નહીં પડે. 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પૂર્ણ SIRના પહેલા અને બીજા તબક્કામાં 10 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. SIR પછી બિહાર, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. કેરળમાં કોંગ્રેસ ગઠબંધન અને તમિલનાડુમાં TVKએ જીત મેળવી છે. આસામમાં સ્પેશિયલ રિવિઝન (SR) થયું. અહીં પણ ભાજપ સરકારની વાપસી થઈ. ત્રીજો તબક્કો: દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યોમાં SIR ચૂંટણી પંચે 14 મેના રોજ હરિયાણા, ઝારખંડ, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની જાહેરાત કરી હતી. આ SIRનો ત્રીજો તબક્કો છે. આ સમગ્ર પ્રક્રિયા 30 મેથી 23 ડિસેમ્બર સુધી ચાલી. આ દરમિયાન 36.73 કરોડ મતદારોનું વેરિફિકેશન થઈ રહ્યું છે. જે રાજ્યોમાં SIR હાથ ધરવામાં આવશે, તેમાં પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. અન્ય 13 રાજ્યોમાં 2028 અને 2029માં ચૂંટણી યોજાશે. આ સમાચાર પણ વાંચો... SIR પ્રક્રિયા પરેશાન કરનારી, સમગ્ર વ્યવસ્થાને વેરવિખેર કરી:બોમ્બે હાઈકોર્ટની ચૂંટણી પંચને ફટકાર, કોર્ટે કહ્યું- કાયદા મુજબ કામ થાય, સોફ્ટવેર મુજબ નહીં બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે SIR દરમિયાન મતદાર યાદીમાંથી નામ હટાવવા અને ફોર્મ 8 નકારવાની પ્રક્રિયા અંગે ચૂંટણી પંચને ફટકાર લગાવી. બેન્ચે કહ્યું કે પંચનો મુખ્ય ઉદ્દેશ નાગરિકો મતદાન કરે તે સુનિશ્ચિત કરવાનો છે અને આ ઉદ્દેશને અવગણી શકાય નહીં. જસ્ટિસ વાલ્મીકિ મેનેઝેસ અને જસ્ટિસ અમિત એસ. જામસાંડેકરની બેન્ચે ટિપ્પણી કરી કે SIR પ્રક્રિયા પરેશાન કરનારી છે. કોર્ટે કહ્યું કે તેમાં કાયદાને બદલે સોફ્ટવેર મુજબ કામ કરવાની સ્થિતિ ઊભી થવી જોઈએ નહીં. મતદારનું નામ હટાવતાં પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળવી જોઈએ. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    'દર્શકો જૂતાં-ચપ્પલ ઉતારીને થિયેટરમાં જઈ રહ્યા છે':તમન્ના ભાટિયા 'છઠ્ઠી મૈયા' ગીતના શૂટિંગમાં ભાવુક થઈ ગઈ હતી, 'વન' ફિલ્મના રસપ્રદ કિસ્સા શેર કર્યાં
    Next Article
    આહવા ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અપાઈ:157મી ગાંધી જયંતીની ઉજવણીમાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment