Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આહવા ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અપાઈ:157મી ગાંધી જયંતીની ઉજવણીમાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિત મહાનુભાવો હાજર રહ્યા

    10 hours ago

    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત ગાંધીબાગ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિની ઉજવણી કરાઈ. આ પ્રસંગે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તેમણે ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો. આ કાર્યક્રમ દરમિયાન ‘રન ફોર ડ્રગ ફ્રી ડાંગ’ સ્પર્ધાના ખેલાડીઓને સન્માનિત કરાયા. નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ઉપસ્થિત સૌએ વ્યસનમુક્તિ માટે શપથ પણ લીધા હતા. આ સાથે વન વિભાગ દ્વારા ‘વન્ય પ્રાણી સપ્તાહ-2026’ અંતર્ગત “આવાસોનું જોડાણ, સમૃદ્ધ વન્યજીવન” થીમ પર જાગૃતિ રેલી યોજાઈ. જેમાં વનકર્મીઓ, વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ચૂંટણી પંચ જાગ્યું, હવે મતાધિકાર આપશે!:SIRમાં ડિલીટ-નવા મતદાતાઓનાં નામ ઉમેરશે, 20 રાજ્યોમાં વિશેષ અભિયાન ચલાવશે; ગુજરાતમાં 68 લાખ, મહારાષ્ટ્રમાં 2 કરોડ નામ કપાયા
    Next Article
    પોરબંદરમાં ગાંધીજીની 157મી જન્મજયંતી પર સર્વધર્મ પ્રાર્થના સભા:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીર્તિમંદિરમાં પુષ્પાંજલિ અર્પણ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment