Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ પોલીસ નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે સજ્જ:ડ્રોન, બોડી કેમેરા અને SHE ટીમથી વોચ, હેલ્પલાઇન 112 પણ કાર્યરત

    7 hours ago

    નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમી શકે તે માટે પાટણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સર્વેલન્સ, પેટ્રોલિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટનું સઘન આયોજન કર્યું છે. આ સાથે ગરબા રમવા જતી દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખાસ માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. પાટણમાં સુરક્ષાનું આયોજન નવરાત્રિ દરમિયાન નાગરિકોની સુરક્ષા માટે પાટણ પોલીસે વ્યાપક તૈયારીઓ કરી છે. મહિલાઓની તાત્કાલિક મદદ માટે જનરક્ષક 112 વાનનું પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે. સંવેદનશીલ અને અવાવરૂ સ્થળો પર ખાસ ટીમો નજર રાખશે. ગરબા ગ્રાઉન્ડ પર પોલીસ અને SHE ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરાશે અને પોલીસકર્મીઓ બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે. અસામાજિક તત્ત્વો પર વોચ સોશિયલ મીડિયા પર અફવાઓ રોકવા મોનિટરિંગ સેલ સતત વોચ રાખી રહ્યો છે. નશાખોરો અને અસામાજિક તત્વો સામે ખાસ ડ્રાઈવ ચલાવી કાયદેસરના પગલાં લેવાશે. માર્ગ અકસ્માત અટકાવવા 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ' હેઠળ વાહનોનું ચેકિંગ કરાશે. ગરબા સ્થળો પાસે ટ્રાફિક જામ ન થાય તે માટે પાર્કિંગ અને જરૂરિયાત મુજબ વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ સૂચનાઓ પોલીસે મહિલાઓ અને દીકરીઓ માટે 9 મહત્વના સુરક્ષા મુદ્દા જાહેર કર્યા છે. જેમાં ગરબા સ્થળનું સરનામું અને મિત્રોના નંબર પરિવારને આપવા તેમજ ફોનમાં ગૂગલ લોકેશન ઓન રાખવા જણાવ્યું છે. અજાણ્યા લોકો પાસેથી પીણાં કે ખાદ્યવસ્તુઓ ન સ્વીકારવા અને સોશિયલ મીડિયા પર અંગત વિગતો કે ફોટો શેર ન કરવા અપીલ કરાઈ છે. ઇમરજન્સી માટે સુરક્ષા માર્ગદર્શન સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા અજાણ્યા લોકોને રૂબરૂ ન મળવા અને હંમેશા પરિચિત ગ્રૂપ સાથે રહેવા જણાવાયું છે. અજાણ્યા લોકો પાસેથી લિફ્ટ ન લેવા કે આપવા, અવાવરું જગ્યાએ ન જવા અને ભીડભાડવાળા માર્ગ પસંદ કરવા સૂચના અપાઈ છે. રાત્રિના સમયે વાહન ન મળે કે અન્ય કોઈ ઈમરજન્સી ઊભી થાય તો તાત્કાલિક હેલ્પલાઇન 112 પર સંપર્ક કરવા જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    શાંતિપૂર્ણ પ્રદર્શન કરતાં લોકોને કસ્ટડીમાં ન લો:સુપ્રીમ કોર્ટનો દિલ્હીમાં મેટ્રો-ઇન્ટરનેટ ફરી શરૂ કરવાનો આદેશ; 45 મેટ્રો સ્ટેશન બંધ અને 7000 લોકો કસ્ટડીમાં હતા
    Next Article
    ચોટીલા ધામમાં આસોના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર:રવિવારે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા; 64 જોગણીનું પવિત્ર આસ્થા કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment