Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા ધામમાં આસોના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપૂર:રવિવારે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા; 64 જોગણીનું પવિત્ર આસ્થા કેન્દ્ર

    7 hours ago

    આસો નવરાત્રિના પ્રથમ દિવસે ચોટીલા ધામ ખાતે શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. રવિવારની રજા હોવાથી 1 લાખથી વધુ ભક્તોએ મા ચામુંડાના ચરણોમાં શિશ નમાવ્યું હતું. આકરા તાપ અને ગરમી વચ્ચે પણ ભક્તોની અપાર શ્રદ્ધા અડગ રહી હતી. સમગ્ર ગુજરાતમાંથી આવેલા માઈભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ચોટીલા ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આસો માસની નવરાત્રિના પ્રારંભે જ ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. પ્રથમ નોરતે રવિવારની રજાનો સંયોગ હોવાથી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી હતી. આશરે 1 લાખથી વધુ માઈભક્તોએ ડુંગર ચડીને મા ચામુંડાના દર્શન કર્યા હતા. ભક્તોનો ઉત્સાહ દર્શાવે છે કે કાળઝાળ ગરમી પણ તેમની શ્રદ્ધાને ડગાવી શકી નથી. સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓનો ધસારો મા ચામુંડાના દર્શનાર્થે સમગ્ર રાજ્યમાંથી લોકો ચોટીલા પહોંચ્યા હતા. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો અલગ-અલગ વાહનો અને પદયાત્રા દ્વારા ચોટીલા પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસર અને ડુંગર માર્ગ પર દિવસભર જય માતાજીના નાદ ગુંજી ઉઠ્યા હતા. મા ચામુંડાનું સુપ્રસિદ્ધ પવિત્ર આસ્થા ધામ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ લાખો ભક્તો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. માતા ચામુંડાને 64 જોગણી પૈકીનો એક પવિત્ર અવતાર માનવામાં આવે છે. નવરાત્રિના પાવન દિવસોમાં માતાજીના આ સ્વરૂપની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોવાથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવી પહોંચે છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ પોલીસ નવરાત્રિમાં ખેલૈયાઓની સુરક્ષા માટે સજ્જ:ડ્રોન, બોડી કેમેરા અને SHE ટીમથી વોચ, હેલ્પલાઇન 112 પણ કાર્યરત
    Next Article
    Stopped at every turn: How Delhi Police kept protesters away from Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment