Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં ફોરલેન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ:રાજુલા-જાફરાબાદ SH-34 માટે જમીન સંપાદન અને વળતર મુદ્દે 5 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું

    12 hours ago

    અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે-34ના ફોરલેન પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં નારાજગી છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતોએ રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. રાજુલા-જાફરાબાદ ખેડૂત સંકલન સમિતિએ લોઠપુર, લૂણસાપુર, વાંઢ, મિતિયાળા અને જાફરાબાદ ગામના ખેડૂતો વતી જમીન સંપાદન, રોડની હદ (ROW) અને વળતરના મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે તેમની ખાનગી જમીનનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ જમીન સંપાદન પ્રક્રિયા અને વળતરના પૂરતા દસ્તાવેજો નથી. તેઓ રોડની હદ 30 મીટર કે તેથી વધુ હોવા અંગે સત્તાવાર રેકોર્ડના આધારે સ્પષ્ટતા માગી રહ્યા છે. ખેડૂત સંકલન સમિતિએ જમીન સંપાદનના રેકોર્ડ, રોડની હદ (ROW), સંયુક્ત માપણી શીટ (JMS), KJP અને સંબંધિત દસ્તાવેજો જાહેર કરવાની માગ કરી છે. તેમણે સ્થળ પર સંયુક્ત સર્વે કરીને વાંધાઓનો ન્યાયપૂર્ણ નિકાલ કરવા પણ વિનંતી કરી છે. આવેદન પત્ર પ્રમાણે ખેડૂતોને તેમની જમીનની હદની સત્તાવાર માપણી કરી માપણી શીટ આપવામા ન આવે અને કાયદેસરની પ્રક્રિયા સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ખેતરોનો કબજો લેવામાં ન આવે તથા સંબંધિત કામગીરી અટકાવવામાં આવે વૃક્ષો કપાત અને પર્યાવરણ અંગે પણ ચિંતા રોડના વિસ્તરણ માટે રક્ષિત જંગલનાં વૃક્ષો કપાવાની સંભાવના અને તેના બદલામાં અન્ય વિસ્તારમા વળતરરૂપે વૃક્ષારોપણ કરવાની જોગવાઈ અંગે પણ સમિતિએ પ્રશ્નો ઉઠાવ્યા છે. ખેડૂતોના મતે, રસ્તાની આસપાસનાં વૃક્ષો ધૂળ અને પ્રદૂષણની અસર ઘટાડવામાં મદદરૂપ બને છે. આ વૃક્ષો દૂર થવાથી કપાસ, કેરી, શાકભાજી સહિતના પાકો અને સ્થાનિક પર્યાવરણ પર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સમિતિએ ભારતીય બંધારણની કલમ 300A, જમીન સંપાદન, પુનર્વસન અને પુનઃસ્થાપન અધિનિયમ, 2013 તથા સુપ્રીમ કોર્ટના વિદ્યા દેવી વિરુદ્ધ હિમાચલ પ્રદેશ રાજ્ય અને સુખ દત્ત રાત્રા વિરુદ્ધ હિમાચલ પ્રદેશ રાજ્યના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને કાયદેસરની પ્રક્રિયા અને યોગ્ય વળતરનો મુદ્દો રજૂ કર્યો છે. ત્રણ દિવસમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી ખેડૂત સંકલન સમિતિએ SH-34ના ફોરલેન પ્રોજેક્ટની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવા, તમામ સંબંધિત દસ્તાવેજો જાહેર કરવા, ખેડૂતોની જમીન અને પાકના હિતોનું રક્ષણ કરવા તથા પર્યાવરણીય અસરોને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની સમીક્ષા કરવાની માગ કરી છે. આવેદનપત્ર મળ્યાના ત્રણ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને કામગીરી અટકાવવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનાત્મક પગલાં ભરવાની ચીમકી પણ સમિતિએ ઉચ્ચારી છે. જોકે, આ મામલે સંબંધિત સરકારી વિભાગોનો સત્તાવાર પક્ષ અને જમીન સંપાદનના દસ્તાવેજોની ચકાસણી થવી બાકી છે.
    Click here to Read More
    Previous Article
    હારીજ કોલેજમાં થેલેસેમિયા પરીક્ષણ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા અને રોગ નિવારણ માટે કરાયું આયોજન
    Next Article
    1 નવેમ્બરથી ફોનની સ્ક્રીન પર કોલરનું નામ દેખાશે:ખોટા કોલ્સની ઓળખ થશે; વિદેશી નંબર હશે તો ઇન્ટરનેશનલ કોલ લખેલું આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment