Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 નવેમ્બરથી ફોનની સ્ક્રીન પર કોલરનું નામ દેખાશે:ખોટા કોલ્સની ઓળખ થશે; વિદેશી નંબર હશે તો ઇન્ટરનેશનલ કોલ લખેલું આવશે

    12 hours ago

    તમારા ફોન પર જ્યારે પણ કોઈનો કૉલ આવશે, ત્યારે સ્ક્રીન પર તે વ્યક્તિનો નંબર અને નામ બંને દેખાશે. દૂરસંચાર વિભાગે ટેલિકૉમ ઑપરેટર્સને 1 નવેમ્બર 2026થી સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. યુઝરને આ સર્વિસ અલગથી ઍક્ટિવેટ કરવાની જરૂર રહેશે નહીં. સરકારના આ નિયમને 9 સવાલ-જવાબમાં સમજો… સવાલ 1: સરકારે કૉલિંગને લઈને કયો નવો નિયમ જાહેર કર્યો છે? જવાબ: સરકારે કંપનીઓને નિર્દેશ આપ્યો છે કે 1 નવેમ્બર 2026થી તમામ 4G અને 5G મોબાઇલ નેટવર્ક પર 'કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન' (CNAP) ફરજીયાત કરવામાં આવે. આથી કોઈપણ અજાણ્યા નંબર પરથી કૉલ આવવા પર કૉલ કરનારનો નંબર અને નામ ફોનની સ્ક્રીન પર દેખાશે. સવાલ 2: જ્યારે કોઈનો કૉલ આવશે ત્યારે ફોનની સ્ક્રીન પર નામ અને નંબર કેવી રીતે દેખાશે? જવાબ: જે વ્યક્તિએ તમને ફોન કર્યો હશે, તેનું નામ તમારી મોબાઇલ સ્ક્રીન પર દેખાશે. જો ફોન કરનાર વ્યક્તિનું નામ તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં હશે તો એ જ નામ દેખાશે. જો તેનો નંબર સેવ નહીં હોય તો ફોન કરનારે સિમ લેતી વખતે જે નામ નોંધાવ્યું હતું, તે દેખાશે. સવાલ 3: જો વિદેશથી કોઈ કૉલ આવે તો સ્ક્રીન પર શું લખેલું આવશે? જવાબ: જો કૉલ કોઈ બીજા દેશ એટલે કે ઇન્ટરનેશનલ નંબર પરથી આવી રહ્યો હશે તો સ્ક્રીન પર કોઈનું નામ નહીં હોય, માત્ર ઇન્ટરનેશનલ કૉલ લખેલું દેખાશે. સવાલ 4: આ સિસ્ટમ કેવી રીતે કામ કરશે, શું કંપનીઓએ નવો ડેટાબેઝ બનાવવો પડશે? જવાબ: હા, દરેક ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરે પોતાના યુઝર્સના નામ અને તેમના મોબાઇલ નંબરને લિંક કરતો એક નવો ડેટાબેઝ તૈયાર કરવો પડશે. જ્યારે તમને કૉલ આવશે ત્યારે કંપની ડેટાબેઝમાંથી નામ મેળવીને તરત જ તમારી સ્ક્રીન પર બતાવશે. સવાલ 5: શું મારી પર્સનલ પ્રાઈવેસી અને ડેટા સુરક્ષિત રહેશે? જવાબ: કૉલ કપાઈ જતાં જ સિસ્ટમ તે નામને પોતાની મેમરીમાંથી તરત જ કાઢી નાખશે, જેથી તમારો ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત રહે. જ્યારે પ્રાઈવેસી માટે પોતાનું નામ છુપાવવાની (CLIR) સર્વિસ લીધેલી હોય તેવા લોકોનું નામ સ્ક્રીન પર દેખાશે નહીં. સવાલ 6: બિઝનેસ, કંપનીઓ અને બલ્ક કનેક્શન ધરાવતા લોકો માટે શું નિયમો છે? જવાબ: બિઝનેસ અથવા બલ્ક સિમનો ઉપયોગ કરતા યુઝર્સને પોતાનો ટ્રેડમાર્ક અથવા રજિસ્ટર્ડ બિઝનેસ નામ દર્શાવવાનો વિકલ્પ મળશે. આ માટે તેમણે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી અથવા GST પોર્ટલ પર રજિસ્ટર્ડ નામનું વેરિફિકેશન અને દસ્તાવેજો ઓપરેટરને આપવા પડશે. સવાલ 7: 2G, 3G અને લેન્ડલાઇન નેટવર્ક ધરાવતા યુઝર્સનું શું થશે? જવાબ: હાલમાં આ નિયમ ફક્ત 4G અને 5G અથવા તેનાથી ઉપરની જનરેશનના મોબાઇલ નેટવર્ક પર ફરજિયાત રીતે લાગુ થઈ રહ્યો છે. 2G, 3G નેટવર્ક અને પબ્લિક સ્વિચ્ડ ટેલિફોન નેટવર્ક (PSTN) પર તેને રોલઆઉટ કરવા માટે સરકાર અલગથી વિચારણા કરશે. સવાલ 8: આ નિર્ણય પાછળની પૃષ્ઠભૂમિ શું છે, શું તેના ટ્રાયલ થઈ ચૂક્યા છે? જવાબ: ટેલિકોમ રેગ્યુલેટરી TRAIએ ફેબ્રુઆરી 2024માં તેની ભલામણ કરી હતી. ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના ટ્રાયલ કરવામાં આવ્યા. ઑક્ટોબર 2025માં TRAI અને DoT વચ્ચે સંમતિ થઈ કે તેને 'રિકવેસ્ટ પર આપવા'ને બદલે બાય-ડિફોલ્ટ લાગુ કરવામાં આવશે. પ્રશ્ન 9: સામાન્ય મોબાઇલ યુઝર્સને આ નિર્ણયથી શું ફાયદા થશે? જવાબ: સૌથી મોટો ફાયદો એ થશે કે ખોટો કોલ્સ, સાઇબર ફ્રોડ, સ્પામ કોલ્સ અને બ્લેકમેઇલિંગ જેવી ઘટનાઓ પર રોક લાગશે. ખોટા નામે સિમ ચલાવી રહેલા લોકોની ઓળખ સરળ બની જશે અને યુઝર્સને થર્ડ-પાર્ટી એપ્સ જેમ કે ટ્રૂકોલર પર નિર્ભર રહેવું નહીં પડે. યુઝર્સ માટે ટિપ્સ
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ફોરલેન પ્રોજેક્ટ સામે ખેડૂતોનો વિરોધ:રાજુલા-જાફરાબાદ SH-34 માટે જમીન સંપાદન અને વળતર મુદ્દે 5 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું
    Next Article
    કોકરોચ પાર્ટી-AISAની પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો:પ્રદર્શનકારીઓ પહોંચ્યા, નારેબાજી કરી; નેહા બોરાએ કહ્યું- અટકાયત અને મારપીટથી આંદોલન નહીં અટકે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment