Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં SGFI 70મી જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધા:સાધુ વાસવાણી વિદ્યામંદિરમાં યોજાઈ, રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી

    1 day ago

    વડોદરાના સાધુ વાસવાણી વિદ્યામંદિર ખાતે SGFIની 70મી વાર્ષિક જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધાનું 10 અને 11 ઓગસ્ટ, 2026ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી. એરપોર્ટ રોડ પર આવેલી સાધુ વાસવાણી વિદ્યામંદિરમાં યોજાયેલી આ સ્પર્ધામાં અંડર-14, અંડર-17 અને અંડર-19 ભાઈઓ તથા બહેનોના વિભાગમાં વડોદરા શહેરની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ખેલાડીઓએ ચેસની કુશળતા, બુદ્ધિચાતુર્ય, ધીરજ અને વ્યૂહરચનાનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, એકાગ્રતા, નિર્ણયક્ષમતા અને રમતગમતની ભાવના વિકસે તે હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધાના આધારે આગામી કક્ષા માટે પસંદગી પામેલા ખેલાડીઓમાં અંડર-19 બહેનોમાં પટેલ પૂર્વા, કરમુર રિદ્ધિ, રાઠવા લીલાનો સમાવેશ થાય છે. અંડર-17 બહેનોમાં ચૌહાણ દીયા, શાહ વિધિ, શાહ પ્રિયાંશી, મંડેલા કેશવી, ચીલવેરી કીર્તિકાની પસંદગી થઈ છે. જ્યારે અંડર-14 બહેનોમાં ઘોષ માધવી, પાટણકર અર્પિતા, ગદા થીયા, શાહ પ્રિશા, જયસ્વાલ આનિયાને સ્થાન મળ્યું છે. ભાઈઓના વિભાગમાં અંડર-19માં મહેશ્વરી અહાન, ચૌહાણ કૌશિક, ચૌહાણ પાર્થ, જોષી હેત, ચૌહાણ સુનિલની પસંદગી કરાઈ છે. અંડર-17માં ત્રિવેદી ધ્વનિત, જૈન આરવ, સાતા નવાન, ગોંડલીયા જીયાન, સાના આદિત્યનો સમાવેશ થાય છે. અંડર-14 ભાઈઓમાં ઉકાની મંશ, પટેલ આદિત્ય, કાપડિયા હર્ષિવ, દેશપાંડે પુરવ, ઠક્કર અર્જુનની પસંદગી થઈ છે. પસંદગી પામેલા આ તમામ ખેલાડીઓ આગામી કક્ષાની સ્પર્ધામાં વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈ હેમનાની, શાળાના આચાર્ય મીલીબેન, ઈન્દુબેન કારેલીબાગના કન્વીનર હર્ષિદા ત્રિવેદી, મૌલિકભાઈ, કેતુલભાઈ સહિત શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવી અભ્યાસની સાથે બૌદ્ધિક અને રમતગમતની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર-આબુ હાઈવે પર ઈનોવા કારની ટક્કર:પૂરપાટ કારે રિક્ષાચાલકનો ભોગ લીધો, પત્ની ઈજાગ્રસ્ત
    Next Article
    Mohanlal's Athimanoharam Gets Permission To Shoot At Sabarimala, Devaswom Board Sets Conditions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment