Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર-આબુ હાઈવે પર ઈનોવા કારની ટક્કર:પૂરપાટ કારે રિક્ષાચાલકનો ભોગ લીધો, પત્ની ઈજાગ્રસ્ત

    1 day ago

    પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર રિક્ષા અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના ગંગાસાગર પાટિયાથી ચેખલા પાટિયા તરફ જતી વખતે બની હતી. પતિ-પત્ની રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી ઈનોવા કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ અમીરગઢ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતક પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે ઈનોવા કારના ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દેશમાં વ્યવસાયિક પરિવારોની સંપત્તિ ₹138 લાખ કરોડ થઈ:આ નેધરલેન્ડ્સ અને સાઉદી અરેબિયા જેવા દેશોની અર્થવ્યવસ્થા કરતાં વધુ, દરરોજ ₹4,076 કરોડ ઉમેર્યા
    Next Article
    વડોદરામાં SGFI 70મી જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધા:સાધુ વાસવાણી વિદ્યામંદિરમાં યોજાઈ, રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment