Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા:ગાંધીનગર-રાજકોટ વોલ્વો હવે SG હાઈવે થઈને દોડશે : ભાડું રૂ.62 ઘટશે

    1 day ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસટી નિગમ) દ્વારા ગાંધીનગરથી રાજકોટ વચ્ચે દોડતી પ્રીમિયમ વોલ્વો બસ સેવાના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોનો સમય બચાવવા અને સસ્તી મુસાફરી પૂરી પાડવાના હેતુથી નિગમે આ બસને હવે અમદાવાદ શહેરના ટ્રાફિકવાળા વિસ્તારોના બદલે સીધા એસ. જી. હાઈવે પરથી દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ નવા રૂટના અમલીકરણથી મુસાફરોના પ્રવાસ સમયમાં સીધો 1 કલાકનો ઘટાડો થશે. આ સાથે જ બસનું અંતર ઘટવાને કારણે મુસાફરોને ટિકિટ ભાડામાં પણ 62 રૂપિયાની બચત થશે. તેની સાથે જ સૌરાષ્ટ્ર તરફથી હાઈકોર્ટમાં આવતા લોકોને સીધી બસની સુવિધા પણ મળી રહેશે. કૃષ્ણનગર, ગીતામંદિર, નહેરુનગરનો રૂટ બંધ કરાયો એસટી નિગમના નિર્ણય મુજબ, ગાંધીનગર-રાજકોટ વોલ્વો સર્વિસ અત્યાર સુધી ગાંધીનગરથી ઉપડીને કૃષ્ણનગર, ગીતામંદિર અને નહેરૂનગર થઈને રાજકોટ જતી હતી. શહેરના આ અંદરના વિસ્તારોમાં ટ્રાફિક વધુ રહેતો હોવાથી મુસાફરોનો સમય બગડતો હતો. હવે આ જૂનો રૂટ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. તેના બદલે આ વોલ્વો બસ હવે એસ. જી. હાઈવે પરથી પસાર થશે, જેમાં અમદાવાદ ખાતે હાઈકોર્ટ અને ઈસ્કોન ચાર રસ્તા ખાતે તેના નવા સ્ટોપેજ રહેશે. આ બસ ગાંધીનગરથી સાંજે 6.15 વાગે ઉપડશે જ્યારે રાજકોટથી સવારે 5.30 વાગે ઉપડશે.
    Click here to Read More
    Previous Article
    અત્ર, તત્ર, સર્વત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ:માનવીની કલ્પના બહારના બદલાવ લાવશે, AI તમારા ઓર્ડર ફોલો કરે પણ વધારે બુદ્ધિપૂર્વક
    Next Article
    Will It Rain Heavily In Mumbai Today After Yesterday's Downpour? Check IMD's Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment