Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાવટી SEBI દસ્તાવેજો અને બોગસ એપથી જાળ બિછાવી:શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ગોત્રીના વૃદ્ધ સાથે ₹2.57 લાખની સાયબર ઠગાઈ

    8 hours ago

    વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વરિષ્ઠ નાગરિકને શેરબજારમાં ટૂંકા ગાળામાં મોટો નફો અપાવવાની લાલચ આપી સાયબર ઠગબાજોએ ₹2.57 લાખનો ચૂનો ચોપડ્યો છે. આરોપીઓએ જાણીતી ફાઇનાન્સ કંપની અને માર્કેટ રેગ્યુલેટર SEBIના નામે બોગસ સહી-સિક્કાવાળા દસ્તાવેજો મોકલી વિશ્વાસ કેળવ્યા બાદ એક બનાવટી એપ્લિકેશન દ્વારા રોકાણ કરાવી આ છેતરપિંડી આચરી હતી. આ અંગે ફરિયાદીની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વોટ્સએપ ગ્રુપ અને નકલી વેબસાઇટ દ્વારા કેળવ્યો વિશ્વાસ ગોત્રી સમતા રોડ પર આવેલા પાર્ક પ્લાઝામાં રહેતા અને અમિતનગરમાં ઓડિટર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા ચેતનકુમાર હસમુખલાલ સલોતનો ગત 17 જુલાઈના રોજ વોટ્સએપ પર ‘મીરા ઐયર’ નામની મહિલાએ સંપર્ક કર્યો હતો. પોતાને આશિષ કેહેરની આસિસ્ટન્ટ ગણાવી તેણે ફરિયાદીને ટ્રેડિંગ ટીપ્સ આપવાના બહાને ‘VIP Members Area965’ નામના ગ્રુપમાં ઉમેર્યા હતા. ત્યારબાદ ‘નુવામા એસેટ મેનેજમેન્ટ’ના નામે બોગસ વેબસાઇટની લિંક મોકલી ફરિયાદી પાસેથી આધાર, પાન કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી તેમજ સેબીના નામે નકલી કાગળો રજૂ કર્યા હતા. બોગસ એપમાં ખોટો નફો બતાવી ₹2.57 લાખ પડાવ્યા ભરોસો જીત્યા બાદ ઠગબાજોએ ફરિયાદી પાસે ‘NamHck’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી KYC કરાવ્યું હતું. આ એપમાં IPO અને સ્ટોકમાં મોટો નફો થતો હોવાનું ખોટું બતાવી રોકાણ કરાવ્યું હતું, જેથી ફરિયાદીએ 18થી 31 ઓગસ્ટ દરમિયાન અલગ-અલગ ખાતામાં ₹2,57,500 ટ્રાન્સફર કર્યા હતા. નાણાં જમા થયા બાદ એપમાં 64 હજાર શેર એલોટ થયાનું બતાવી વધુ ₹16 લાખ ભરવા દબાણ કરાયું હતું. ફરિયાદીએ નાણાં ભરવાની ના પાડતાં કાનૂની કાર્યવાહીની ધમકી અપાતાં આખરે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના આંબેડકરનગર-3માં જન્માષ્ટમીની ઉજવણી:ચાવડા પરિવાર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના હિંડોળાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો હાજર
    Next Article
    કચ્છના રસલીયામાં 8 ફૂટનો મગર વાડીમાં ઘૂસ્યો:વરસાદની અછતથી જળાશયો સુકાતા રહેણાંક વિસ્તારમાં આવ્યો, સ્થાનિકોએ સુરક્ષિત રેસ્ક્યુ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment