Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં બે દિવસ અતિભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ:કલેક્ટરે યોજી આપત્તિ વ્યવસ્થાપન બેઠક, નીચાણવાળા વિસ્તારોમાંથી ત્વરિત સ્થળાંતર શરૂ કરવા આદેશ, SDRF, NDRFની ટુકડીઓ તૈનાત

    एक दिन पहले

    ભારતીય હવામાન વિભાગે આણંદ જિલ્લામાં ૩૧ જુલાઈથી ૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન અત્યંત અતિભારે વરસાદની આગાહી કરી છે. જિલ્લા હાલ રેડ એલર્ટ હેઠળ છે અને હવામાન પ્રણાલી ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગેની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભારે વરસાદ સાથે તેજ પવન, પાણી ભરાવા, અચાનક પૂર, નદીમાં પૂર અને આવશ્યક સેવાઓમાં વિક્ષેપ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે. આ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લાના તમામ વિભાગોને સંપૂર્ણ સજ્જતા જાળવી માર્ગદર્શિકા મુજબ તાત્કાલિક કામગીરી સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યા છે. કલેક્ટરશ્રીએ નદી કિનારા, નીચાણવાળા અને પૂરગ્રસ્ત થવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી આજે જ લોકોનું સ્થળાંતર શરૂ કરવા સૂચના આપી હતી. ભારે વરસાદ રાત્રિથી શરૂ થવાની શક્યતા હોવાથી સ્થળાંતરની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે તમામ સંસાધનોનું મેપિંગ પૂર્ણ કરી બોટ, બચાવ દળો, જનરેટર, પાણી કાઢવાના પંપ, લાઇટિંગ સાધનો અને સેટેલાઇટ ફોન સહિતના સાધનો તેમજ આશ્રય કેન્દ્રોમાં ઉપલબ્ધ સાધનો પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત રાખવા જણાવ્યું હતું. વધુમાં, કલેક્ટરશ્રીએ પૂરના સમયે નીચાણવાળા વિસ્તારોમાં બાંધેલા પશુધનને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તમામ રાહત આશ્રયસ્થાનોમાં પૂરતું ભોજન, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, વીજળીનો બેકઅપ, પ્રકાશ, બેડિંગ તેમજ મહિલાઓ, બાળકો, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી. તબીબી સેવાઓ સંદર્ભે આવશ્યક દવાઓ, ઇમરજન્સી મેડિકલ કિટ, એમ્બ્યુલન્સ, ORS, ક્લોરીન ટેબ્લેટ તથા અન્ય જીવનરક્ષક દવાઓ સાથે મેડિકલ ટીમોને સતત તૈયાર રાખવા સૂચના અપાઈ હતી. જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ ૨૪×૭ કાર્યરત રહે અને તેના સંપર્ક નંબરો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા પણ જણાવાયું હતું. ઉપરાંત, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પોલીસ, SDRF/NDRF, હોમગાર્ડ અને ફાયર સર્વિસ જેવા બચાવ દળોને અગાઉથી જ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં CJP જેવું કરવા જતાં ફજેતી થઇ:મંત્રી મોઢવાડિયાના વીડિયોમાં ધ ડર્ટી પિક્ચરનું ગીત, MLAના પપ્પાની ધાક જુઓ, લાગવગોથી પોલીસ થાકી ગઇ
    Next Article
    'વળતરની ગણતરી સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી MRCમાં નહીં જોડાઈએ':ભરૂચ જિલ્લામાં જેટકો ટ્રાન્સમિશન લાઇન વળતર મુદ્દે ખેડૂતોનો સરકારના નવા ઠરાવનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment