Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં SD Pay એપ્લિકેશનથી રૂ. 2.52 લાખથી વધુની ઠગાઈ:ઊંચા વ્યાજની લાલચ આપી નાણાં રોકાવ્યા, પછી ઉપાડ બંધ થતા ગુનો નોંધાયો

    12 hours ago

    પાટણ જિલ્લાના હાજીપુર ગામના ખેડૂત યુવક અને અન્ય લોકો સાથે SD Pay (અપના પે) નામની એપ્લિકેશનના માધ્યમથી ઊંચા વ્યાજની લાલચ આપી રૂ. 2,52,031 થી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે બાલીસણા પોલીસ મથકે એપ્લિકેશનના સંચાલકો સામે ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે. પાટણ તાલુકાના હાજીપુર ગામે રહેતા 23 વર્ષીય ખેડૂત મેહુલ દશરથભાઈ પટણીએ બાલીસણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 06/09/2025 ના રોજ તેમના ભાઈ મારફતે તેમને ગુગલ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ SD Pay એપ્લિકેશન વિશે માહિતી મળી હતી. આ એપ્લિકેશનમાં નાણાં રોકવા પર 0.15% થી લઈને 0.30% સુધીનું દૈનિક વ્યાજ તેમજ માસિક બોનસ આપવાની લાલચ આપવામાં આવી હતી. મેહુલ પટણીએ પોતાની વિગતો અને કેવાયસી દસ્તાવેજો અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે નાના ઉપાડ અને રિચાર્જની સુવિધા આપવામાં આવી હતી, જેનાથી પ્રેરાઈને તેમણે તા. 06/09/2025 થી તા. 16/10/2025 દરમિયાન પોતાના એસબીઆઈ બેંક ખાતામાંથી અલગ અલગ 33 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 2,02,031 ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં એપ્લિકેશનનું નામ બદલીને Apna Pay કરી દેવામાં આવ્યું હતું. મે 2026 થી એપ્લિકેશનમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા અટકી ગઈ હતી. આ અંગે ઓપરેટરો દ્વારા ઝૂમ મીટિંગ અને યુટ્યુબ વિડીયો મારફતે ટેકનિકલ ખામીના બહાના બતાવી લોકોને વિશ્વાસમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ખાતું ચાલુ રાખવા માટે વધુ રૂ. 2,000 ભરાવ્યા છતાં ઉપાડ ચાલુ થયો ન હતો અને ઓટીપી આવતા બંધ થઈ ગયા હતા. આ છેતરપિંડીમાં હાજીપુરના મેહુલ પટણીના રૂ. 2,02,031 તેમજ બાલીસણાના આકાશકુમાર પટેલના રૂ. 50,000 મળી કુલ રૂ. 2,52,031 ની ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય અન્ય લોકો પણ આ ફ્રોડનો ભોગ બન્યા છે. ભોગ બનનાર દ્વારા અગાઉ નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાલીસણા પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશનના તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ સંચાલકો સામે સમાન ઈરાદાથી કાવતરું રચી છેતરપિંડી આચરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગોવા SIRમાં કપાયેલા 97 મતદારો અંગે ECની સ્પષ્ટતા:88 ફોર્મ મળી ચૂક્યા; 3 પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ, 6નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
    Next Article
    ગુજરાતની મલખમ ખેલાડીઓએ ઉત્તરપ્રદેશમાં ડંકો વગાડ્યો:ઝાંસી ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા મલ્ખમ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું, અંડર-18 બોયઝ, અંડર-14 ગર્લ્સ મલખમ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment