Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદી-પુતિન અને જિનપિંગે ટ્રમ્પનું ટેન્શન વધાર્યું:શાહબાઝે મોદીને કટ કરીને પાકિસ્તાનની માનસિકતા છતી કરી, SCO સમિટમાં ભારતને શું મળ્યું?

    7 hours ago

    આજના સમયમાં જ્યારે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધના ડરમાં ફફડી રહી છે ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતીનની આંખમાં આંખ નાખીને કોઈ એવું કહી શકે કે હવા આ અનંત યુક્રેન યુદ્ધનો અંત લાવો? તો સવાલનો જવાબ છે હા... ભારત આવું દુનિયાની વચ્ચે છડેચોક કહી શકે છે. એક બાજુ અમેરિકા અને યુરોપિયન દેશો રશિયાન અને ઈરાન પર ભયાનક પ્રતિબંધો લગાવી રહ્યા છે, એવામાં બીજી બાજુ ભારત મિડલ ઈસ્ટ અને પોતાના હિતો માટે મોટી ગેમ રમી રહ્યું છે. બે ભાગમાં વહેંચાઈ રહેલી કે વહેંચાઈ ગયેલી આ દુનિયામાં ભારતની અસલી રમત શું છે? અને કેવી રીતે મોદીએ થોડા કલાકોમાં મોટા મિશનો દેશ માટે પાર પાડ્યા આજે આપણે તેની વાત કરીએ. નમસ્કાર… વાત કરીએ સપ્ટેમ્બર 2026ની. પ્રધાનમંત્રી મોદી બે મહત્વના દેશોની મુલાકાત કરવા પહોંચ્યા. પહેલો દેશ હતો ઉઝબેકિસ્તાન અને બીજો દેશ રહ્યો કિર્ગિસ્તાન. જેના પાટનગર બિશ્કેકમાં SCO મીટિંગ ચાલી રહી છે. અમેરિકા અને તેના સાથી દેશો મોટાભાગે ભારત પર દબાણ કરી રહ્યા છે કે તે રશિયા પાસેથી સસ્તું ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરે અને ઈરાનથી છેટું રહે. પણ જો ભારત આવું કરે તો આપણા દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી જાય અને મોંઘવારી છે તેનાથી પણ વધુ ભડકે બળે. એટલે ભારતે કોઈની શેહ-શરમ રાખ્યા વગર પોતાના હિતો આગળ રાખ્યા છે. ટૂંકમાં આપણા બધા મિત્રો જ છે પણ જ્યારે વાત દેશ અને દેશવાસીઓની આવે ત્યારે રાષ્ટ્રહિત સૌથી પહેલા રહેશે. 'આ યુદ્ધ હવે પૂરું કરો' પુતિનને મોદીની સલાહ બિશ્કેકમાં મોદી અને પુતિન વચ્ચે મુલાકાત થઈ એ જ આ વાતનું સૌથી મોટું પ્રમાણ છે. મોદીએ પુતિનને મીટિંગમાં ચોખ્ખું કહી દીધું કે, માનવતા માટે આ અનંત યુદ્ધ હવે પૂરું કરવું જોઈએ. આ કોઈ આલતું ફાલતું વાત નથી. પુતિનની આંખમાં આંખ નાખીને આ વાત કહી શકે એવા ભાગ્યે જ જોવા મળશે. અહીં ભારતે અમેરિકાને એવો મેસેજ આપી દીધો છે કે અમે રશિયાના હુમલાને સપોર્ટ નથી કરતા અને સાથે જ રશિયાને પણ સમજાવી દીધું કે ભાઈ દોસ્તી દોસ્તીની જગ્યાએ પણ જે નુકસાન થાય છે તેની અમને ચિંતા છે. મોદીએ પઝેશ્કિયાન સાથે હાથાજોડી કરી આ તો થઈ ખાલી રશિયા પૂરતી વાત પણ વિવાદ અહિંયાથી નથી અટકી જતો ઈસ્લામિક દેશોના ગ્રુપમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધનો માહોલ જામ્યો છે તેણે પણ દરિયાઈ વેપારને આંટીમાં લીધો છે. રેડ સી જેને રાતો સમુદ્ર કહેવાય છે ત્યાંથી ઈરાનના પ્રોક્સી ગ્રુપ્સ હુથી બળવાખોરો હુમલાઓ કરી રહ્યા છે જેના જ કારણે ભારત સહિત અનેક દેશોના જહાજો અને નાગરિકોના જીવ જોખમમાં મૂકાયા છે. આ જ SCO સમિટમાં ભારતે ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પજેશકિયાન સાથે મીટિંગ કરી અને હાથાજોડી પણ કરી. SCOમાં ભારતે ઈરાનના રાષ્ટ્રપતિ પજેશકિયાન સાથે મીટિંગ કરીને બિલકુલ કડક શબ્દોમાં સંભળાવી દીધું કે દરિયામાં થતા વેપારની ફ્રિડમ અને ભારતીય નાવિકોને કોઈ અસર ન થવી જોઈએ. એવામાં સવાલ થાય કે જ્યારે ભારત આટલા બધા દેશો સાથે દોસ્તી કરી રહ્યું છે અને પોતાની વાત મનાવી અને સમજાવી રહ્યું છે ત્યારે તેને ઉઝબેકિસ્તાન સાથે બેઠક કરીને એવું તો શું કરી નાખ્યું કે જેની આખી દુનિયામાં ચર્ચા થવા લાગી છે? ચાલો હવે એની પણ વાત કરી લઈએ. તો ભારતને ઉઝબેકિસ્તાન પાસેથી એનર્જી અને ખનીજોની ખાસ જરૂર છે. ભારતે ઉઝબેકિસ્તાન સાથે કેમ હાથ મિલાવ્યો? ભારતે ટારગેટ રાખ્યો છે કે 2047 સુધીમાં દેશમાં ન્યૂક્લિયર એનર્જીથી 100 ગીગાવોટની લાઈટ પેદા કરવી છે. અત્યારની વાત કરીએ તો આપણે વીજળી માટે મોટાભાગે કોલસાના ભરોસે રહેવું પડે છે. જે પર્યાવરણ માટે પણ સારો નથી અને લાંબા ગાળે ખૂટી પણ જાય એવી બીક છે. આવું ન થાય તેના માટે ભારતને યુરેનિયમનો અખૂટ ભંડાર જોઈશે. ઈન્ટરનેશનલ માર્કેટમાં કેમેકો જેવી વેસ્ટર્ન કન્ટ્રી સાથે સોદા પાર પાડવા આપણા માટે મોંઘા છે એટલે ભારતે ઉઝબેકિસ્તાન સાથે હાથ મિલાવ્યો છે. ઉઝબેકિસ્તાન સાથે ભારતની ન્યૂક્લિયર ડીલ ઉઝબેકિસ્તાન પણ એટલા માટે કારણ કે તે દુનિયાના સૌથી મોટા પાંચ દેશોમાંનો એક છે જે યુરેનિયમનું પ્રોડક્શન સૌથી વધુ કરે છે. 2019માં આપણે યુઝબેકિસ્તાન સાથે ડિલ કરી હતી કે 1,110 મેટ્રિક ટન યુરેનિયમ અમે તમારી પાસેથી ખરીદશું. જવાબમાં 2025 સુધીમાં 600 ટન જેટલું યુરેનિયમ આપણી પાસે પહોંચી પણ ગયું. હવે મોદીએ આ મીટિંગ કરી એમાં નાની નહીં પણ મોટા ગાળાની યુરેનિયમ સપ્લાય ડિલ ઉઝબેકિસ્તાન પાસેથી ફાઈનલ કરી નાખી છે. જેનાથી ભારત વીજળી પેદા કરવા માટેના પોતાના ન્યૂક્લિયર રિએક્ટર ચલાવવા કોલસા કે પશ્ચિમી દેશોના ભરોસે નહીં રહે. આનાથી આપણને શું ફાયદો? તો આપણા ઘરમાં જે એસી કે ફ્રિજ કે ટીવી ચાલે છે તે ચલાવવા માટે આપણને સસ્તી અને ક્લીન વીજળી મળશે. ઉઝબેકિસ્તાન અને ભારતનો નવો વેપાર ટાર્ગેટ અને વાત ખાલી અહીં જ નથી અટકતી. અત્યારે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે અંદાજે 1 બિલિયન ડોલર જેટલો વેપાર થાય છે. બંને દેશોએ એક ટેબલ પર બેસીને નક્કી કર્યું છે કે 2030 સુધીમાં આ આંકડો સીધો પાંચ ગણો વધારીને પાંચ બિલિયન ડોલર સુધી પહોંચાડવો છે. પણ આટલો મોટો વેપાર કરવો હોય તો કરવો કેવી રીતે? તો ભારતે આમાં આપણી UPI સિસ્ટમથી વચલો રસ્તો કાઢ્યો છે. તાશ્કંદમાં UPIથી થશે પેમેન્ટ આપણે પાંચ રૂપિયાની વસ્તુ ખરીદવા માટે પણ UPI વાપરીએ છીએ તેને વિદેશમાં NPCI કહેવાય છે. આપણી NPCI અને ઉઝબેકિસ્તાનની NIPC વચ્ચે મોટી વેપારી ડિલ થઈ છે. ટૂંકમાં હવે ભવિષ્યમાં કોઈ ગુજરાતી વેપારી તાશ્કંદમાં પોતાનો માલ લઈને જાય તો એને ડોલરમાં વેચવાની માથાકૂટ નહીં કરવી પડી. તે ત્યાંના દુકાનદારને સીધું પોતાનું ગૂગલ પે કે ફોન પે એકાઉન્ટ આપી દેશે, સ્કેન કરો અને પૈસા લઈ લો. ભારતની આ જ સિસ્ટમે અમેરિકાના વિઝા અને માસ્ટર કાર્ડ જેવા અખતરાના છોતરા કાઢી નાખ્યા છે. ઉઝબેકિસ્તાને ભારત પાસે શું માગ રાખી દીધી? પણ વાત ખાલી પૈસા પૂરતી જ નથી થઈ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વચ્ચે આવ્યું હતું. વાત કંઈક એવી છે કે ઉઝબેકિસ્તાન અત્યારે પોતાની રાજધાની પાસે ન્યૂ તાશ્કંદ કરીને એક સ્માર્ટ સિટી બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે તેમણે યુરોપ કે અમેરિકા પાસે જવાની બદલે ગુજરાતની ગિફ્ટ સિટીની મદદ માગી છે. મોદીએ સામે ચાલીને ઉઝબેકના ડેલિગેશનને ગિફ્ટ સિટીની મુલાકાત લેવા માટે ઈન્વિટેશન આપ્યું છે. જેથી કરીને ઉઝબેકિસ્તાન સ્માર્ટ સિટી ચલાવવા માટેના ફાઈનાન્શિયલ હબનું સ્ટડી કરી શકે. ટૂંકમાં આપણે કપડા, દવા, મસાલા સિવાય હવે સ્માર્ટ સિટી, ટેક્નોલોજી અને એઆઈને પણ એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ચીનના આંગણામાં ભારતે પાસા ફેંક્યા આ સિવાય ફ્યૂચરમાં મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રી માટે જે ક્રિટિકલ મિનરલ્સ જોઈએ તે કાઢવા માટે પણ બંને દેશોએ ભેગા મળીને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ટૂંકમાં શોર્ટ ટર્મની ગેમ નહીં પણ મોદી લોંગ ટર્મની રમત રમવા ઉઝબેકિસ્તાન પહોંચ્યા હતા. આ બધી વાતોને હવે એક સ્ટેપ ઉપર લઈ જઈને પણ જાણીએ. આપણને એવું થાય કે SCO મીટિંગમાં મોદીએ બધા સાથે મીટિંગ કરી પણ ચીન સાથે કેમ બંધ બારણે ગુફ્તગુ ન થઈ? તો ભાઈ જો દિખતા હૈ વોહી હોતા હૈ એવું બધે લાગુ ન પડે અમુક વસ્તુ થઈ જતી હોય પણ એનો દેખાડો નથી કરવાનો હોતો. એ વાત પછી કરીશું પહેલા આપણે કિર્ગિસ્તાન અને ઉઝબેકની વાત કરી લઈએ. જો આપણે જીઓગ્રાફી જાણીએ તો ખબર પડે છે કે કિર્ગિસ્તાન અને ઉઝબેકિસ્તાન રશિયાનું આંગણું કહેવાય. પણ રશિયા હાલ યુક્રેન સાથેના યુદ્ધમાં ભેરવાયેલું છે. આ જ તકનો ફાયદો ઉઠાવીને ચીને પોતાના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટથી ત્યાં અબજો ડોલર ઠાલવ્યા છે. ચીન આદેશોને પણ મોટી લોન આપીને દેવાના ડુંગર નીચે ફસાવવા માગે છે. ભારતે ચીન સાથે મીટિંગ કેમ ન કરી? બરાબર આવા સમયે ભારતે મિડલ એશિયામાં એન્ટ્રી મારી છે. ચીન જ્યારે આ દેસો પાસે જાય છે ત્યારે શરદો અને દેવું લઈને જાય છે પણ જ્યારે ભારત ત્યાં જાય ચે ત્યારે ટેક્નોલોજી, એઆઈ અને ગિફ્ટ સિટી લઈને જાય છે. આ દેશોને સમજાઈ ગયું છે કે ચીન સાથે વેપાર કરવામાં ખરતો છે, જ્યારે ભારત સાથે દોસ્તી રાખવામાં વાંધો આવે એમ નથી લાગતું. એટલે ચીન સાથે મીટિંગ ન કરીને ભારતે આ દેશોને અને ચીનને સાયલેન્ટ મેસેજ આપ્યો છે કે ચીનના જ પાડોશમાં આવીને અમે ચીનના વર્ચસ્વને પડકારી રહ્યા છીએ. પણ વાત અહીં જ નથી અટકતી હોં! અમેરિકાને પાડી દેવા નવી ગેંગ? ચીન સાથે પણ આપણે મીટિંગ કરી છે, પણ બીજી રીતે. જ્યારે પુતિન, મોદી અને જિનપિંગની તીકડી વીડિયોમાં દેખાઈ ત્યારે એવી વાતો વહેવા લાગી કે અમેરિકા સામે કોઈ નવી ગેંગ તો નથી બની રહીને? તો ભાઈ જવાબ છે બિલકુલ નહીં. ત્રણેય દેશોના નેતાનો મળવાનો એજેન્ડા અલગ છે. ચીનને એશિયામાં પોતાનો દબદબો વધારવો છે. રશિયાને દેખાડવું છે કે તમે ગમે એટલા પ્રતિબંધો લગાવી દો પણ રશિયા નમશે નહીં અને એકલું પણ નથી. ભારત બધાની સાથે સારા સંબંધો જાળવીને પોતાના હિતો પૂરા કરી રહ્યું છે. જો કે ભારતે બીટવિન ધ લાઈન અમેરિકાને મેસેજ જરૂર આપી દીધો છે કે જો તમે સેન્ક્શન્સ લગાવશો તો અમારી પાસે પણ ઓપ્શન્સ ખુલ્લા જ છે. ભારતનું ઈરાનને આમંત્રણ ઉપરથી આવતા મહિને દિલ્લીમાં બ્રિક્સ સમિટ થવાની છે. મોદીએ પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ બંનેને ઈન્વિટેશન આપી દીધું છે. પશ્ચિમી દેશો ગમે એટલું દબાણ કરે કે ભારત આ દેશોથી દૂર રહે પણ ભારતે કહી દીધું છે કે દુનિયા કોઈ પણ એક મહાસત્તાના ઈશારે નહીં ચાલી શકે. ચાહે એ અમેરિકા હોય કે ચીન હોય. અને છેલ્લે... એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એસસીઓ સમિટમાં જ્યારે નેતાઓ ઉભા રહીને સાથે ફોટો પડાવી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની પીએમ શરીફને પુતિન સાથે વાત કરવી હતી પણ મેળ ન પડ્યો. સામેની બાજુ પુતિને પણ શરીફને રીત સરના ઈગ્નોર માર્યા. જો કે ફોટોસેશન પત્યું તો પુતિન શરીફથી પીછો છોડાવીને ભાગી ગયા. જો કે શરીફને પુતિન સાથે ફોટો પડાવવાની એટલી તાલાવેલી હતી કે તેને પકડવા માટે રીતસરના ભાગ્યા અને વાત કરી. એક બાજુ ભારત સામે દુનિયા સામે ચાલીને હાથ મિલાવવા માગે છે અને બીજી બાજુ એક આ સિનારિયો છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    After Going Viral For Her Farm Life, Raaz Actor Malini Sharma Shares A Heartfelt Message
    Next Article
    રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો:વિરાસતથી વિકાસના લોકમેળાને ઉદ્દઘાટનના કલાકો પહેલા 34 યાંત્રિક રાઇડ્સના સંચાલકોને હજુ સુધી નથી મળી મંજૂરી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment