Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મતદાનનો અધિકાર ગંભીર જોખમમાં છે':'સામાન્ય માણસ સહિતના નાગરિકને યાદીમાંથી બહાર કરી દેવા, જેથી સરકાર જે ઇચ્છે છે તે મેળવી શકે', રાજકોટમાં SCના પૂર્વ જસ્ટિસનું નિવેદન

    5 days ago

    સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ રોહિન્ટન ફાલી નરીમન ગઈકાલે(4 ઓક્ટોબર) રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓ રાજકુમાર કોલેજમાં 'બંધારણ અને સામાન્ય માણસ' વિષય પર બોલી રહ્યા હતા, ત્યારે તેમને ભારતીય ચૂંટણી પંચ (ECI)ની કામગીરી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ નરીમને કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 9 મિલિયન મતદારોના નામ કાઢી નાખવા છતાં, સુપ્રીમ કોર્ટે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધા નથી. સામાન્ય માણસ સહિતના નાગરિકને યાદીમાંથી બહાર કરી દેવા, જેથી સરકાર જે ઇચ્છે છે તે મેળવી શકે. મતદાનનો અધિકાર ગંભીર જોખમમાં છે. નરીમને સરકાર દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણૂકનો અધિકાર સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લેવાના નિર્ણયને લોકશાહી માટે 'ખતરાની ઘંટી' (Red Flag) સમાન ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારે યોગ્ય રીતે કે સ્વતંત્ર રીતે કાર્ય ન કરી શકે તેવા ચૂંટણી પંચનું હોવું અત્યંત ચિંતાજનક છે. સર્વોચ્ચ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ (CEC Act)ની બંધારણીય માન્યતા પર વહેલામાં વહેલી તકે યોગ્ય આખરી નિર્ણય લેવો જોઈએ.. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પણ નિરાશા વ્યક્ત કરી તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયાને પડકારતા કેસમાં સુપ્રીમ કોર્ટની બે ન્યાયાધીશોની બેન્ચના વિભાજિત ચુકાદા પર પણ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણયથી સરકારને એવી પ્રક્રિયા હેઠળ નિમણૂકો કરવાનું ચાલુ રાખવાની મંજૂરી મળી છે જે સરકાર (એક્ઝિક્યુટિવ)ને નોંધપાત્ર હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપે છે. 'CJIને સમિતિમાંથી દૂર કરીને PMએ કેન્દ્રીય કેબિનેટ મંત્રીને નિયુક્ત કર્યા' પૂર્વ જસ્ટિસ નરીમને યાદ કર્યું કે, અનુપ બરનવાલ વિરુદ્ધ ભારત સંઘ (2023)ના કેસમાં, સુપ્રીમ કોર્ટે વચગાળાના પગલા તરીકે આદેશ આપ્યો હતો કે CECની નિમણૂક વડા પ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા (અથવા સૌથી મોટા વિરોધ પક્ષના નેતા) અને ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવે. જોકે, સરકારે ટૂંક સમયમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 લાગુ કર્યો, જેનાથી CJIને સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા અને તેમના સ્થાને વડાપ્રધાન દ્વારા નિયુક્ત કેન્દ્રીય કેબિનેટ મંત્રીને નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે સમજાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરને ફક્ત સુપ્રીમ કોર્ટ અથવા હાઇકોર્ટના ન્યાયાધીશની જેમ જ દૂર કરી શકાય છે, જેથી તેમનો કાર્યકાળ સુરક્ષિત રહે. આ તેમની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટેનું એક પગલું હતું. 'આ કાયદો સાચો છે કે નહીં તે પાંચ ન્યાયાધીશોની બેન્ચ નક્કી કરશે' નરીમને કહ્યું હતું કે, જો ચૂંટણી કમિશનરોની નિમણૂક વર્તમાન સરકારના હાથમાં હોય, તો દૂર કરવાની પ્રક્રિયા તેમની સ્વતંત્રતા અને નિષ્પક્ષતાને નોંધપાત્ર રીતે અસર કરતી નથી. દુઃખની વાત છે કે, આ બધું તાજેતરમાં કોર્ટ સમક્ષ આવ્યું. બે ન્યાયાધીશોના અલગ અલગ મંતવ્યો હતા. હવે આ મામલો પાંચ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ છે જે નક્કી કરશે કે આ કાયદો સાચો છે કે નહીં. દરમિયાન, વર્તમાન સરકાર દ્વારા આ નિમણૂકો ચાલુ છે. અમે તાજેતરમાં આનો ભય જોયો છે. તમે બધાએ જોયું હશે કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં 9 મિલિયન મતદારોને મતદાનનો અધિકાર નકારવામાં આવ્યો હતો; આ એક ચોંકાવનારો આંકડા છે. 'આપણા દેશમાં આ ખૂબ જ ચિંતાજનક ઘટનાક્રમ છે' '9 મિલિયન મતદારોના મતાધિકારથી વંચિત હોવા છતાં, સુપ્રીમ કોર્ટે આને રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી. જેમના અધિકારોથી વંચિત હતા, તેમાંથી આશરે 22 લાખ મતદારોએ અપીલ કરી હતી. બાકીના લોકો પાસે ન્યાય મેળવવાના સાધનો અથવા પહોંચનો અભાવ હોઈ શકે છે. આ 22 લાખ મતદારોમાંથી આશરે 1,00,000 મતદારોની અપીલનો નિર્ણય 93% મતદારોના પક્ષમાં લેવામાં આવ્યો હતો. તેથી, તમે કલ્પના કરી શકો છો કે આ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. સામાન્ય માણસ, ભારતીય નાગરિકોને હાંકી કાઢવા માટે, જેથી સરકાર પોતાના હેતુઓ પ્રાપ્ત કરી શકે. પશ્ચિમ બંગાળમાં, અમે જોયું કે તેણે વર્તમાન સરકારને ઉથલાવી દીધી અને તેની જગ્યાએ કેન્દ્ર સરકાર બનાવી. આજે આપણા દેશમાં આ ખૂબ જ ચિંતાજનક ઘટનાક્રમ છે.' '2023 કાયદાની કલમ 18 હેઠળ તેમની સત્તાનો ઉપયોગ કેમ ન કર્યો' તેમણે ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે. બે ચૂંટણી કમિશનરોએ CEC (મુખ્ય ચૂંટણી કમિશનર)ના કેટલાક નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે જો બે સભ્યોએ CECના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો, તો તેમણે 2023 કાયદાની કલમ 18 હેઠળ તેમની સત્તાનો ઉપયોગ કેમ ન કર્યો, જે ECIની અંદર 2/3 બહુમતીવાળા નિર્ણયને માન્ય રાખવાની મંજૂરી આપે છે. 'આ ત્રણ સજ્જનોએ કોઈ કરાર કર્યો, સંયુક્ત નિવેદન જારી કર્યું' પૂર્વ જસ્ટિસે કહ્યું, તેઓએ આમ કર્યું નહીં કારણ કે તેમની નિમણૂક પણ વર્તમાન સરકારે જ કરી હતી. તો, આજે પરિસ્થિતિ શું છે? આજના અખબારમાં ખુલાસો થયો છે કે, દેશને મોટા નુકસાનની કિંમતે, આ ત્રણ સજ્જનોએ કોઈ કરાર કર્યો, સંયુક્ત નિવેદન જારી કરીને કહ્યું, 'હા, તમારા કેટલાક વાંધાઓ માન્ય લાગે છે. અમે જૂના 'ફોર્મ 6' વગેરે પર પાછા જઈશું, વગેરે-વગેરે... તો, આજે આપણા બંધારણ હેઠળ, સામાન્ય માણસ, અથવા જો હું કહી શકું, બંધારણ અને લોકશાહીની ધડકન એટલે કે મતદાનનો અધિકાર ગંભીર જોખમમાં છે. 'PM, વિરોધ પક્ષ નેતા અને મુખ્ય ન્યાયાધીશ શ્રેષ્ઠ ઉમેદવાર પસંદ કરે' 'મને આશા છે કે સુપ્રીમ કોર્ટ અને હું જે સંસ્થા સાથે હતો તે તાત્કાલિક હસ્તક્ષેપ કરશે અને આ બાબતોને સુધારશે. તમારી પાસે એવું ચૂંટણી પંચ ન હોઈ શકે જે આ રીતે કાર્ય કરે અથવા યોગ્ય રીતે કાર્ય ન કરે. તેથી, બંધારણીય અને સામાન્ય માણસના દૃષ્ટિકોણથી, પ્રથમ અને મુખ્ય ચિંતા ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા છે. બંધારણીય બેન્ચે શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવો જોઈએ કે નિમણૂક સમિતિમાં વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશ (અથવા તેમના નોમિની) શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવા માટે હોવા જોઈએ. આ ખાતરી કરશે કે શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી થાય.'
    Click here to Read More
    Previous Article
    50 લાખથી વધુ રૂપિયાના હીરા બચાવ્યા:સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં ACમાં શોર્ટ સર્કિટથી આગ, BA સેટ પહેરી લાશ્કરો ધુમાડા વચ્ચે ઘૂસ્યા; મોટી જાનહાનિ ટળી
    Next Article
    સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાડા વિધેયક-2026ના વિરોધમાં વકીલોનું આંદોલન:નવા કાયદાની જોગવાઈઓ સામે વાંધો, કોર્ટ બહાર વિરોધ પ્રદર્શન કરી હડતાળ પાડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment