Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SBI બેંકમાં 50 લાખની લૂંટને પગલે પેટ્રોલિંગ:વલસાડ પોલીસ હાઈએલર્ટ, NH-48 અને કોસ્ટલ હાઈવે પર નાકાબંધી

    13 hours ago

    સુરતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં ધોળા દિવસે ₹50 લાખની લૂંટ થઈ છે. લૂંટારુઓ ફરાર થઈ જતાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ હાઈએલર્ટ પર આવી ગઈ છે. લૂંટારુઓ સુરતથી વલસાડ તરફ ભાગ્યા હોવાની આશંકાને પગલે વલસાડ જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના તમામ પ્રવેશદ્વારો અને મુખ્ય હાઈવે પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, લૂંટના આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો મેદાનમાં ઉતરી છે. સુરતથી વલસાડને જોડતા તમામ મુખ્ય રસ્તાઓ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. નેશનલ હાઈવે નંબર 48 અને દરિયાકાંઠાના વિસ્તારો (કોસ્ટલ હાઈવે) પર વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. દરેક શંકાસ્પદ વાહનની તલાશી લેવામાં આવી રહી છે જેથી લૂંટારુઓ છટકી ન શકે. આ ઓપરેશનમાં વલસાડ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમો બાતમીદારો મારફતે નેટવર્ક મજબૂત કરી રહી છે. ડુંગરી, વલસાડ રૂરલ, પારડી, વાપી ટાઉન, GIDC અને ભિલાડ સહિતના સ્થાનિક પોલીસ મથકો દ્વારા પણ પોતપોતાના હદ વિસ્તારમાં રોડ પેટ્રોલિંગ તેજ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "સુરત લૂંટ કેસને પગલે વલસાડ પોલીસ એલર્ટ છે. તમામ નાકાઓ પર ચેકિંગ ચાલુ છે અને બાતમીદારોને પણ સક્રિય કરી દેવામાં આવ્યા છે." હાલમાં વલસાડ જિલ્લાની સરહદો પર લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ લૂંટારુઓની તલાશમાં સીસીટીવી ફૂટેજ અને હાઈવે પરના ટોલ પ્લાઝાના ડેટાનો પણ સહારો લઈ રહી છે. આ કડક બંદોબસ્તને કારણે વાહનચાલકોમાં પણ કુતૂહલ જોવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ફાયર વિભાગ દોડતું થયું:સુરેન્દ્રનગર શહેરમાં 1 દિવસમાં આગના ચાર બનાવ
    Next Article
    લોકાર્પણ:વઢવાણ ઘરશાળામાં સી.યુ.શાહ વિનય મંદિરના ભવનનું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment