Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુરત SBIમાં 50 લાખની લૂંટના દિલધડક CCTV, ગુજરાતના 6 જિલ્લામાં હીટવેવનો ભરડો, બંગાળમાં TMC સાંસદ મિતાલીની કાર પર હુમલો

    13 hours ago

    નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બંગાળ ચૂંટણીમાં ટીએમસી સાંસદ પર હુમલાના છે. રાજ્યમાં પ્રચાર થંભી ગયો છે. બીજા સમાચાર ઈરાનના તે નિવેદનના છે જેમાં તેણે પાકિસ્તાનને મધ્યસ્થતાને લાયક નથી ગણાવ્યું. અમે તમને એ પણ જણાવીશું કે સંજય દત્તે કયા અશ્લીલ ગીત પર માફી માંગવી પડી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી બે દિવસના વારાણસી પ્રવાસે રહેશે. તેઓ બનારસ લોકોમોટિવ વર્ક્સનું ઉદ્ઘાટન કરશે અને મહિલા સંમેલનને સંબોધિત કરશે. 2. કિર્ગિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંરક્ષણ મંત્રીઓની બેઠક યોજાશે. જેમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ સામેલ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાન મધ્યસ્થી બનવાને લાયક જ નથી: ઈરાનનાં સાંસદે કહ્યું- તેઓ અમેરિકા તરફ ઝૂકેલા છે, ટ્રમ્પ વિરુદ્ધ કશું જ બોલી શકતાં નથી મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઇરાન અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં હજુ સુધી કોઈ નક્કર સહમતિ બની શકી નથી. આ દરમિયાન ઇરાનના એક નેતાએ પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના પ્રવક્તા ઇબ્રાહિમ રેઝાઈએ કહ્યું કે પાકિસ્તાન મિત્ર જરૂર છે, પરંતુ તે વાતચીતમાં સાચો મધ્યસ્થી બની શકતો નથી. રેઝાઈએ કહ્યું કે પાકિસ્તાન અવારનવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના હિતોને ધ્યાનમાં રાખે છે અને તેમની વિરુદ્ધ કંઈ કહેતું નથી. તેથી તેને નિષ્પક્ષ માની શકાય નહીં. તેમણે કહ્યું કે એક સાચો મધ્યસ્થી તે જ હોય છે, જે બંને પક્ષો વચ્ચે નિષ્પક્ષ રહે, ન કે હંમેશા એક જ પક્ષ તરફ ઝૂકેલો રહે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. TMC સાંસદ મિતાલીની કાર પર ઈંટ-પથ્થરોથી હુમલો:સાંસદ અને ડ્રાઈવર ઘાયલ; TMCએ કહ્યું- અમિત શાહની ધમકી બાદ ભાજપના કાર્યકરોનો હુમલો સોમવારે પશ્ચિમ બંગાળના હુગલીમાં ટીએમસી સાંસદ મિતાલી બાગની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ટીએમસીનો આરોપ છે કે ગોગહાટમાં ભાજપના સમર્થકોએ તેમની કાર પર ઇંટો, પથ્થરો અને લાકડીઓથી હુમલો કર્યો હતો. મિતાલી બાગ અભિષેક બેનર્જીના રોડ શોમાં હાજરી આપવા માટે ગોગહાટથી આરામબાગ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા. મિતાલી બાગ અને તેમના ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. ઘાયલોને આરામબાગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. TMCએ ટ્વીટ કરીને કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહે ધમકી આપી હતી કે જે કોઈ પણ ઘરમાંથી બહાર નીકળશે, તેમને ઊંધા લટકાવી દેવામાં આવશે. ત્યારબાદ હુમલો થયો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કેજરીવાલ બોલ્યા-જસ્ટિસ સ્વર્ણકાંતા પાસેથી ન્યાયની આશા ખતમ:તેમના પુત્રને કેન્દ્ર તરફથી સૌથી વધુ કેસ મળ્યા, લીકર પોલિસી કેસમાં હાઈકોર્ટ નહીં જાઉં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે લીકર પોલિસી કેસમાં હાઈકોર્ટમાં હાજર થવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માજી પાસેથી ન્યાય મળવાની આશા ખતમ થઈ ગઈ છે. તેથી મેં મહાત્મા ગાંધીના સત્યાગ્રહનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. હું હાઈકોર્ટમાં હાજર નહીં થાઉં, ન તો કોઈ દલીલ રજૂ કરીશ. મેં મારી અંતરાત્માનો અવાજ સાંભળીને આ નિર્ણય લીધો છે. આ પહેલા 20 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને કેસમાંથી અલગ કરવાની કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સ્વર્ણકાંતાએ કહ્યું હતું કે હું આ કેસમાંથી પોતાને અલગ નહીં કરું. હું સુનાવણી કરીશ. જો હું હટી જઈશ તો એવો મેસેજ જશે કે દબાણ કરીને કોઈપણ કેસમાંથી જજને હટાવી શકાય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મહારાષ્ટ્રનું અકોલા દેશમાં સૌથી ગરમ, પારો 46.9°C:યુપીના 60 જિલ્લામાં લૂનું એલર્ટ; વારાણસીની હોસ્પિટલમાં હીટસ્ટ્રોક યુનિટ, વોર્ડમાં બાથટમ મુકાયું દેશમાં ભીષણ ગરમી છે. પૂર્વોત્તરને બાદ કરતાં ભારતના મોટાભાગના રાજ્યોમાં મહત્તમ તાપમાન 40°C થી 47°C ની વચ્ચે રહ્યું છે. યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 શહેરોમાં રવિવારે તાપમાન 46°C ને પાર કરી ગયું. મહારાષ્ટ્રના અકોલામાં તાપમાન સૌથી વધુ 46.9°C રહ્યું. ત્યારબાદ અમરાવતીમાં 46.8°C, બાંદામાં 46.6°C, વર્ધા અને બાડમેરમાં 46.4°C, જેસલમેર અને યવતમાલમાં 46°C તાપમાન રહ્યું. યુપીના 60 જિલ્લાઓમાં આજે લૂનું એલર્ટ છે. વારાણસીની સરકારી હોસ્પિટલમાં કોલ્ડ રૂમ બનાવવામાં આવ્યો છે. હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે ચાર બેડ અલગથી ગોઠવવામાં આવ્યા છે. વોર્ડમાં બાથ ટબ પણ લગાવવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ખજુરાહોમાં પહેલીવાર તાપમાન 45°C પહોંચ્યું. ઇન્દોર-ભોપાલમાં પારો 43°C રહ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાઘવ ચઢ્ઢાનો ભાજપમાં જોડાયા પછી પહેલો વીડિયો:કહ્યું- AAP ભ્રષ્ટ લોકોની પાર્ટી, પોતાના ફાયદા માટે કામ કરી રહ્યા છે; BJPમાં જોડાવાના ત્રણ કારણો જણાવ્યા આમ આદમી પાર્ટી (AAP) છોડીને BJPમાં જોડાયા પછી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પહેલો વીડિયો જાહેર કર્યો. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે AAPમાં ટોક્સિક વર્ક એન્વાયર્નમેન્ટ થઈ ગયું હતું. કામ કરવા-બોલવાથી રોકવામાં આવી રહ્યા હતા. આ પાર્ટી હવે અમુક ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં ફસાઈને રહી ગઈ છે. આ લોકો પોતાના ફાયદા માટે કામ કરે છે. રાઘવે કહ્યું કે હું ખોટો હોઈ શકું છું પરંતુ કુલ 7 સાંસદોએ પાર્ટી છોડી તો શું બધા ખોટા થઈ ગયા? આ પહેલા પણ જે લોકોએ પાર્ટી છોડી, શું તેઓ પણ ખોટા થઈ ગયા? હું પાર્ટીનો સ્થાપક સભ્ય રહ્યો છું. જે હેતુથી આ પાર્ટી બની હતી, હવે તે પાર્ટી રહી નથી. મારી પાસે 3 વિકલ્પો હતા, મેં પાર્ટી છોડવી જ યોગ્ય સમજી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બે દિવસ ગરમીનું 'યલો એલર્ટ’, આજે 8 જિલ્લામાં હીટવેવ:બાળકોને 12 વાગ્યા પહેલાં છોડવા અને આઉટડોર એક્ટિવિટી ન કરાવવા અમદાવાદની શાળાઓને DEOની સૂચના ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન થયા હોય તેમ હાલમાં અંગ દજાડતી અને અસહ્ય ગરમી પડી રહી છે. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના દિવસે રાજ્યમાં સિઝનનું સૌથી ઊંચુ તાપમાન નોંધાયું છે. પહેલીવાર ગરમીનો પારો 44°C પાર ગયો છે, જેમાં કંડલા એરપોર્ટનું સૌથી વધુ 45.2°C નોંધાયું, જ્યારે અમદાવાદ 44.8°C સાથે બીજા નંબર પર રહ્યું છે. કાળઝાળ ગરમીની અસર મતદાન પર પણ જોવા હતી. આ સાથે ઢળી પડ્યા બાદ ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. 26 એપ્રલને રવિવારે ગુજરાતના 5 શહેરોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે. દિવસભરની ગરમી સાથે રાતે પણ ગરમ પવનો ફૂંકાતા લોકોને અકળાણનો સામનો કરવો પડી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરત SBIમાં 55 મિનિટમાં 50 લાખની લૂંટ, એક્સક્લૂઝિવ CCTV:કેશવાનની રેકી કરી વરાછા બ્રાન્ચમાં ઘૂસ્યા, 5 લૂંટારાઓએ બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવ્યા; સ્પોર્ટ્સ બાઈક પર રફૂચક્કર સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં આજે દિવસદહાડે હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. 5થી 6 જેટલા લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને CCTVના આધારે આરોપીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : AAPના 7 સાંસદોને ભાજપમાં વિલયની મંજૂરી:રાજ્યસભામાં ભાજપના સાંસદો 106થી વધીને 113 થયા, કેજરીવાલની પાર્ટી 3 પર સિમિત રહી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હું રેપિસ્ટ નથી, મેં કોઈનો રેપ કર્યો નથી:ફાયરિંગના આરોપીનો પત્ર સામે આવ્યો, ઈન્ટરવ્યુમાં લેટર વાંચી રહેલી એન્કર પર ભડક્યા ટ્રમ્પ; કહ્યું- બકવાસ વાંચી રહ્યા છો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મુંબઈમાં તરબૂચ ખાવાથી પતિ-પત્ની, બે દીકરીઓના મોત:ફૂડ પોઈઝનિંગની આશંકા; ઘરે મહેમાનો સાથે બિરયાની ખાધી, પછી ફળ ખાધા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલમાં નેતન્યાહૂને હટાવવા એક થયા બે પૂર્વ વડાપ્રધાન:બેનેટ-લેપિડ પોતાની પાર્ટીનું વિલિનીકરણ કરશે, 2021માં બંનેએ મળીને બેન્જામિનને હરાવ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા:હવે તમામ નિકાસ પર ડ્યુટી શૂન્ય થઈ, 5000 ભારતીયોને વર્કિંગ વિઝા મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.ધર્મ તહેવાર જ્યોતિષ : મોહિની એકાદશી અને ધ્રુવ યોગનો શુભ સંયોગ:અસુરો પાસેથી અમૃત કળશ બચાવવા વિષ્ણુ ભગવાને લીધો 'મોહિની' અવતાર વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ લગ્ન માટે ટાવર પર ચઢી, 11,000 વ્યૂઝ મળતા નીચે ઉતરી યુપીના આઝમગઢની 28 વર્ષની યુવતી લગ્નની જીદમાં 200 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. તેણે બોયફ્રેન્ડ સાથે લગ્ન ન થવા પર કૂદી જવાની ધમકી આપતી રીલ પોસ્ટ કરી હતી, જેને આશરે 11 હજાર વ્યૂઝ મળ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમે કલાકોની મહેનત બાદ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર સિરીઝ : આસારામ અને નારાયણ સાંઈ બંને હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયા!: આ ચમત્કાર હતો કે નિયતિ તેમને કુકર્મોની સજા આપવા માગતી હતી? જુઓ એપિસોડ-49 2. MATCH મસાલા : રિંકુએ ડ્રેસિંગ રૂમમાં સુનીલ નારાયણને ભેરવ્યો: વૈભવે ટેણિયાઓની મજા લીધી; RCBના બંકા દિલ્હીના તાપમાં ગલી ક્રિકેટ રમ્યાં 3. આજનું એક્સપ્લેનર: અમેરિકાને સાઇડલાઇન કર્યું, ઓમાન-સાઉદી સાથે સીધી વાત; ઈરાન અંદરખાને શું નવું રાંધી રહ્યું છે, પુતિનની શું ભૂમિકા? 4. Editor’s View: ગુજરાતીઓનાં ડોલરિયાં સપનાં રોળાશે!: અમેરિકામાં H-1B વિઝા પર 3 વર્ષની રોકનો કારસો, સ્ટુડન્ટ્સ અને નોકરિયાત રડારમાં, ફાયરિંગ પછી ટ્રમ્પે નવો ઝટકો આપ્યો 5. સિક્કિમની રાણી ભારત પાસેથી દાર્જિલિંગ લેવા માગતા હતા: ઈન્દિરાએ કહ્યું- મારા પિતાથી ભૂલ થઈ; સિક્કિમના વિલીનીકરણની કહાની, આજે સ્થાપના દિવસે મોદી જશે 6. પારકી પંચાત : 'એ સરકાર ગઇ @#$%*': તડકામાં નેતાજી આઉટ ઓફ કન્ટ્રોલ, લાફા પડવાથી ખુરસીઓ ફેંકવા સુધી, ઈટાલિયાનું ગીત વાઇરલ, જુઓ ચૂંટણીનાં ચાર રૂપ 7. ગ્રાઉન્ડ રિપોર્ટ : બંગાળ ચૂંટણીમાં ડરનો માહોલ કેમ: મમતાના મોહલ્લામાં પોલીસની દાદાગીરી, લોકો બોલ્યા- મોં ખોલ્યું તો રોજીરોટી જતી રહેશે 8. મંડે મેગા સ્ટોરી : 15 દિવસમાં સેલેરી, ઓફિસરોના સંતાનો સરકારી સ્કૂલમાં: પીએમ બાલેન શાહના 30 દિવસની કહાની; નેપાળને બદલશે કે તાનાશાહ બનશે 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: વિદેશ જવા ઈચ્છતા કર્ક રાશિના જાતકોને તક મળશે, મકર રાશિના લોકોનો દિવસ ભાગ્યશાળી રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    ઇઝરાયલ PM નેતન્યાહુને પ્રોસ્ટેટ કેન્સર:પુરુષો માટે સાયલન્ટ ખતરો, 50 વર્ષ પછી દર વર્ષે સ્ક્રીનિંગ કરાવવું જરૂરી; જાણો લક્ષણો અને બચાવના ઉપાયો
    Next Article
    ફાયર વિભાગ દોડતું થયું:સુરેન્દ્રનગર શહેરમાં 1 દિવસમાં આગના ચાર બનાવ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment