Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SBI 50 લાખ લૂંટ કેસ, નવા CCTV સામે આવ્યા:રોકડ ભરેલી પેટીને 5 મિનિટમાં ઉઠાવી ગયા, દોડ્યા વિના જ કેશ વાનના બે ગનમેનની બાજુમાંથી 7 લૂંટારા ફરાર

    9 hours ago

    સુરતમાં વરાછા વિસ્તારમાં એલ. એચ. રોડ સ્થિત એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં 27 એપ્રિલ સોમવારે ભરબપોરે થયેલી રોકડ 50 લાખની લુંટ પ્રકરણમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે લૂંટારૂ પાંચ, છ નહીં પણ સાત હતાં. કેશ વાનની રાહ જોતા આ લૂંટારૂઓએ કેશ વાનમાંથી 38 લાખ રૂપિયા ભરેલી પેટી બેંકમાં પહોંચતા જ બે કર્મીને બંદૂકની અણીએ બંધક બનાવી લૂંટી લીધી હતી. આ સાથે બેંક કર્મી અને ગ્રાહકોને બંધક બનાવી કેશ કાઉન્ટરના 12 લાખ રૂપિયા પણ લૂંટી લીધા હતા. ત્યારબાદ બિન્દાસ્ત થઈને કેશ વાનના ગન મેન પાસેથી જ તમામ લૂંટારૂ પસાર થઈને ફરાર થઈ ગયા હતાં. હાલ પોલીસ છેલ્લા ચાર દિવસથી ખુલ્લા ચહેરા સાથે ધોળા દિવસે બેંકમાં લૂંટ કરનાર આરોપીને શોધી રહી છે પણ કોઈ કડી હાથ લાગી નથી. પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી બેંકની લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ દિવસ રાત એક કરી રહી છે. પોલીસે હવે તો મહારાષ્ટ્રમાં પણ ધામ નાખી દીધા છે. બાઇક પર સાત લૂંટારા આવ્યા ને કેશવાનની રાહ જોઈ વધુ એક સીસીટીવી સામે આવ્યા છે તેમાં બેંકની બહારના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં બાઇક પર આવતા સાત લૂંટારૂ સોમવારે બપોરે 1.10 કલાકે નજરે પડે છે. જે તમામ બાઇક પાર્ક કરીને બેંકમાં જઈ રહ્યા છે. ત્યારબાદ એક લૂંટારૂ પરત આવીને રસ્તા પર ઊભો રહે છે. તમામ લૂંટારૂઓ કેશ વાન આવવાની રાહ જોઈ રહ્યા હોય છે. આ દરમિયાન તમામ એક બીજાથી ફોનથી કનેક્ટેડ હોય છે. બેંકમાં રૂપિયા ભરેલી પેટી આવી ને બંધુકની અણીએ લૂંટ કરી કેશવાન બપોરે 2.01 કલાકે બેંકની બહાર આવીને ઉભી રહે છે. જેમાં બે ગનમેન અને બે કર્મચારીઓ હોય છે. બે કર્મચારીઓ નીચે ઉતરે છે અને કેશવાનનો લોક ચાવીથી ખોલીને 38 લાખ રૂપિયા ભરેલી પેટી લઈને બેંકમાં જાય છે. એક ગનમેન કેશવાનમાં જ બેઠો હોય છે જ્યારે એક ગન મેન સાથે જાય છે, પણ બેંકમાં જતો નથી. 2.03 કલાકે રૂપિયા ભરેલી પેટી લઈને બેંકમાં પહોંચે છે ત્યારે લૂંટારૂઓ બંધુકની અણીએ 38 લાખ રૂપિયા લૂંટી લે છે. સાથે કેસર પાસે રહેલા 12 લાખ રૂપિયા પણ લૂંટી લે છે અને તમામ લોકોના મોબાઇલ ફોન પણ લઈ લે છે. એક બાદ એક પાંચ લૂંટારૂઓ બે ગન મેનની નજર સામેથી જતા રહે છે રસ્તા પર રેકી કરી રહેલો લૂંટારૂ 2.03 કલાકે જ જતો રહે છે. ત્યારબાદ 2.06 કલાકે રૂપિયા ભરેલી બેગ સાથે બીજો લૂંટારૂ બેંકની નીચે ઉભેલા ગનમેન અને કેશવાનમાં બેસેલા બે ગનમેનની નજર સામેથી જતો રહે છે. ત્યારબાદ એક બાદ એક પાંચ લૂંટારૂઓ બે ગન મેનની નજર સામેથી જતા રહે છે. પણ તેમને ખ્યાલ પણ નથી આવતો. બે લગેજ બેગ અને એક વિમલા થેલામાં રૂપિયા ભરીને એક પલ્સર, અપાચે અને સ્પ્લેન્ડર બાઈક પર સાત લૂંટારૂઓ 50 લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ જાય છે. 17 દિવસ સુધી સતત દિવસ-રાત રેકી કર્યા બાદ લૂંટ કરી! આ લૂંટ પ્રકરણમાં વધુ એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે, લૂંટારૂઓ સ્પેશિયલ બેંકમાં લૂંટ કરવા માટે હજારો કિલોમીટર કાપી સુરત ખાતે આવ્યા હોવાની શંકાઓ છે. લૂંટારૂઓએ આ બેંકમાં લૂંટ કરવા માટે એક-બે દિવસ નહી પરંતુ 17 દિવસ સુધી સતત દિવસ-રાત રેકી કર્યા બાદ આ લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાની શંકાઓ સેવવામાં આવી રહી છે. લૂંટારૂઓએ બુકાની વગર ખુલ્લા મોઢે બેંકમાં ઘૂસ્યા વધુમાં આ તમામ લુંટારૂઓની મોડેસ ઓપરેન્ડી અલગ અલગ હતી. આ લૂંટારૂઓએ પહેલી વાર બેંકમાં લૂંટ કરી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે તમામ લૂંટારૂઓએ બુકાની વગર ખુલ્લા મોઢે બેંકમાં ઘૂસી આવી બિન્દાસ્ત ભરબપોરે ફિલ્મી સ્ટાઈલમાં લૂંટ કરી નાશી ગયા હતા. કર્મચારી જમીને બહાર આવતાં એક આરોપીએ બંદૂક તેની સામે તાકી લુંટારુ બેંકમાં ઘૂસ્યા ત્યારે એકદમ ફિલ્મી સ્ટાઇલમાં આવ્યા હતા અને તમામને એક બાજુ નીચે બેસી દેવા કહ્યું હતું. આરોપીઓ 25થી 30 વર્ષના હતા. જેઓનાં કપડાં એકદમ રદી જેવાં હતાં. કેટલાકના બુટ પર કાદવ લાગ્યો હતો. તેમના હાથ પણ માટી ખોદકામ જેવું કામ કરતા હોય તેવું લાગી રહ્યું હતું. બેંકના એક ભાગમાંથી એક કર્મચારી જમીને બહાર આવતાં એક આરોપી બંદૂક લઈ તેની સામે આવી ગયો હતો. જે આરોપીના શરીરમાંથી એકદમ પરસેવાની વાસ આવતી હતી અને તે ડરી ગયો હતો. મજૂરોની પણ સંડોવણી હોવાનું બેંક કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે કર્મચારી સામે આવેલો શ્રમિક હોય તે પ્રકારનો લાગતો હતો અને તેણે તેને 15થી 20 દિવસોમાં બે-ત્રણ વખત બેંકમાં ખાતું ખોલાવવા બાબતે પૂછપરછ કરતાં અને બેંક બહાર જ્યાં કામ ચાલે છે ત્યાં આજુબાજુમાં જોયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બેંકની બહાર ખોદકામની કામગીરી ચાલતી હોવાથી ત્યાંથી પસાર થતો રસ્તો બંધ છે અને ત્યાં અનેક મજૂરો કામ કરી વસવાટ કરે છે. જેથી મજૂરોની પણ સંડોવણી હોવાનું બેંક કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. યુપી, બિહાર સહિતના રાજ્યોમાં સુરત પોલસની તપાસ પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલા લૂંટારૂઓના ફોટોઝ તેમજ લૂંટ સમયના સીસીટીવી ફૂટેજ લઈ ગુજરાત સિવાય ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી અને મુંબઈ રાજ્ય સહિતની અનેક રાજ્યોની જે-તે પોલીસનો સંપર્ક કરી ત્યાંના પોલીસને મોકલી આ લુંટારૂઓની માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કોઈ રાજ્યમાંથી આ લૂંટારૂઓનો ગુનાહિત ઇતિહાસ કે લૂંટારૂઓ વિશે જાણકારી પોલીસને મળી નહોતી. જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક વરાછા પોલીસ સહિત પોલીસ અધિકારીઓને આ લૂંટારૂઓ પકડવા પડકારરૂપ સાબિત થઈ રહ્યા છે. વાલક જંક્શન થઈ ઉંમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતાં આ લૂંટારૂ ટોળકીને સીસીટીવી ફૂટેજને આધારે ટ્રેક કરતા તેઓ ત્રણ બાઈક પર મોરાભાગળ તરફથી આવતા હોવાનું તથા સરથાણા શ્યામધામથી વાલક જંક્શન થઈ ઉંમરા વેલંજા તરફ જતાં ટ્રેક થયા હતાં. સીસીટીવી કેમેરાના આધારે પોલીસની તપાસ સાયણ સુધી પહોંચી હતી. શહેર પોલીસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી આ બેંક લૂંટનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાન્ચનાં 5 પીઆઈ અને 10 પીએસઆઈની ટીમ રાઉન્ડ ધ ક્લોક સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. લુંટારૂઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ ટીમના મહારાષ્ટ્રમાં ધામા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક વરાછા પોલીસ સહિતની કુલ 8 જેટલી ટીમો, ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોની ટીમો પણ આ લુંટારૂઓને પકડવા માટે તનતોડ મહેનત કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર ખાતે ધામા નાખી લુંટારૂઓને પકડવા માટે શોધખોળ કરી રહી છે. પરંતુ એકપણ આરોપીઓનો અતોપતો મળ્યો ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. હવે તો આ લુંટારૂઓ ક્યારે પકડાશે એ જોવાનું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    CM ભૂપેન્દ્ર પટેલ એક્ઝિબિશન સેન્ટર પહોંચ્યા:થોડીવારમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે; કટ ડાયમંડ માટે GI ટેગ અને નવી સ્માર્ટ GIDCની જાહેરાતો થશે
    Next Article
    પંચમહાલના સમગ્ર શિક્ષા વિભાગમાં રૂ. 2.79 કરોડની ઉચાપત:સાધનોની ખરીદી કાગળ પર બતાવી કૌભાંડ આચર્યું, વિભાગના તત્કાલિન બે કર્મીઓ સહિતનાઓ સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment