Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલના સમગ્ર શિક્ષા વિભાગમાં રૂ. 2.79 કરોડની ઉચાપત:સાધનોની ખરીદી કાગળ પર બતાવી કૌભાંડ આચર્યું, વિભાગના તત્કાલિન બે કર્મીઓ સહિતનાઓ સામે ગુનો

    8 hours ago

    પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષા વિભાગમાં રૂ. 2.79 કરોડની ઉચાપતનો મામલો સામે આવ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના તત્કાલિન બે કર્મચારીઓ અને ચાર ખાનગી એજન્સીઓ વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓમાં હિસાબી અધિકારી પૂજનકુમાર રમેશચંદ્ર જોષી અને મદદનીશ કોઓર્ડિનેટર નિતિનકુમાર જયંતીલાલ પટેલનો સમાવેશ થાય છે. સંડોવાયેલી ખાનગી એજન્સીઓમાં ગોધરાની જે.એસ. કોમ્પ્યુટર અને રાજકોટની શ્રી રામ એન્ટરપ્રાઈઝ, વેદિકા એન્ટરપ્રાઈઝ તેમજ અક્ષર સેફ્ટી પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આરોપીઓએ સરકારી ધારાધોરણ મુજબની ખરીદી પ્રક્રિયા કર્યા વિના બનાવટી બિલો બનાવ્યા હતા. આ બિલોને સાચા તરીકે ઉપયોગ કરીને સરકારી ગ્રાન્ટમાંથી નાણાં ચૂકવવામાં આવ્યા હતા. તમામ એજન્સીઓએ સાધનો પૂરા પાડ્યા ન હોવા છતાં પોતાના આર્થિક લાભ માટે બદઈરાદાપૂર્વક ષડયંત્ર રચીને કુલ રૂ. 2,79,59,816/- ની ઉચાપત કરી હતી. આ કૌભાંડ વર્ષ 2024-2025 અને 2025-2026 દરમિયાન આચરવામાં આવ્યું હતું. કર્મચારીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બોગસ સહીઓ કરી હતી. પોતાની બદલી થઈ ગયા બાદ પણ ઇન્ટરનેટ બેંકિંગના માધ્યમથી સરકારી નાણાં ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વાર્ષિક હિસાબોનું ઓડિટ કરાવવામાં આવતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસ, નવા CCTV સામે આવ્યા:રોકડ ભરેલી પેટીને 5 મિનિટમાં ઉઠાવી ગયા, દોડ્યા વિના જ કેશ વાનના બે ગનમેનની બાજુમાંથી 7 લૂંટારા ફરાર
    Next Article
    Jet ATF Prices For International Airlines Raised by 5% In Second Monthly Hike

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment