Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી:લૂંટારુઓએ સિક્યોરિટીને ચૂપચાપ બેસી જા કહી ડરાવ્યો, યુવક પર 3-3 બંદૂક તાકી, સુરતમાં 13 મિનિટમાં જ લોકોએ મોત ભાળ્યું

    2 days ago

    ડાયમંડ સિટી સુરત એક મોટી લૂંટની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બ્રાન્ચમાં ગતરોજ બપોરે 6 લૂંટારુઓએ પિસ્તોલ સાથે આતંક મચાવ્યો હતો. ફિલ્મી સ્ટાઈલમાં આયોજનબદ્ધ રીતે ત્રાટકેલા આ લૂંટારુઓએ માત્ર 13 મિનિટમાં જ બંદૂકની અણીએ અંદાજે 50 લાખની રોકડ રકમ લૂંટી હતી. બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને આ ભયાનક લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ પેદા કર્યો છે, જેમાં લૂંટારુઓની ક્રૂરતા જોઈને લોકોના શ્વાસ થંભી ગયા હતા. 40 મિનિટ સુધી કેશવાનની રાહ જોઈ પછી ખેલાયો લૂંટનો ખેલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, લૂંટારુઓ પૂરા આયોજન સાથે આવ્યા હતા. બપોરે 1.11 વાગ્યે લૂંટારુઓ બેંકમાં ઘૂસ્યા હતા અને 40 મિનિટ સુધી સામાન્ય ગ્રાહકની જેમ કેશ વાનની રાહ જોઈને બેસી રહ્યા હતા. જેવી 1.54 વાગ્યે CMS ગાડી દ્વારા કેશ ડિપોઝિટની કામગીરી શરૂ થઈ કે તરત જ લૂંટારુઓએ અસલી સ્વરૂપ બતાવ્યું હતું. 13 મિનિટના આ તાંડવમાં કેશવાનની રકમ અને કેશ કાઉન્ટર પરની રોકડ મળી કુલ 50 લાખથી વધુની રકમ વિમલના થેલા અને લગેજ બેગમાં ભરી લીધી હતી. 'ચુપચાપ બેસી જાઓ, નહીંતર ફોડી દઈશ' કહી ગાર્ડને ફટકાર્યો લૂંટારુઓએ બેંકમાં સિક્યોરિટી ગાર્ડને જોરદાર ધોલ મારી દીધી હતી. ગાર્ડ નીચે પડી જતાં જ તેના માથે બંદૂક મૂકી ધમકી આપી હતી કે, ચુપચાપ બેસી જા, નહીંતર ફોડી દઈશ. આ દૃશ્ય જોઈ બેંકમાં હાજર લોકો અને મહિલાઓમાં રીતસર ફફડાટ વ્યાપી ગયો હતો. મહિલાઓ ડરના માર્યા ધ્રૂજવા લાગી હતી, જ્યારે એક વૃદ્ધ પોતાનો જીવ બચાવવા ગમે તેમ કરીને ત્યાંથી ભાગ્યા હતા. એક યુવકે પ્રતિકાર કર્યો તો માથે ત્રણ પિસ્તોલ તાકી લૂંટ દરમિયાન બેંકમાં હાજર એક બહાદુર યુવકે લૂંટારુઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ક્રૂર લૂંટારુઓએ તરત જ તેની કાનપટ્ટી પર ત્રણ બંદૂક તાકી દેતા મામલો ગંભીર બન્યો હતો. તમામ લૂંટારુઓ હિન્દી ભાષી હોવાનું બહાર આવ્યું છે. સ્ટાફ પોલીસને જાણ ન કરી શકે તે માટે લૂંટારુઓએ તમામના મોબાઈલ ફોન પણ ઝૂંટવી લીધા હતા. કામરેજ તરફ ભાગ્યા, 7 ટીમો સીસીટીવી ફંફોસી રહી છે લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ સ્પોર્ટ્સ બાઈક પર કામરેજ તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-1 પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલમાં પોલીસની 7થી વધુ ટીમો કાર્યરત છે અને વરાછાથી કામરેજ સુધીના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. ધોળા દિવસે થયેલી આ લૂંટે સુરત પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. સુરત SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં આજે દિવસદહાડે હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. 5થી 6 જેટલા લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ગોધરા નગરપાલિકા વોર્ડ 2માં ભાજપનો વિજય:તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા
    Next Article
    India Now World's 5th Top Military Spender: Where China, Pakistan Stand

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment