Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં ઘટસ્ફોટ:3 વાર બટન દબાવ્યું છતાં વાગ્યું નહી, એલાર્મ સિસ્ટમથી મેનેજર સહિતનો સ્ટાફ અજાણ; લૂંટારાઓને શોધવા પોલીસના 3 દિવસથી હવાતિયા

    10 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં 27 એપ્રિલ સોમવારે ભરબપોરે થયેલી રોકડ 50 લાખની લુંટ પ્રકરણમાં ચોંકાવનારી માહિતી જાણવા મળી હતી. આ બેંકમાં લગાવેલ બર્ગલર એલાર્મ સિસ્ટમ કઈ રીતે વાગે તેનાથી બેંક સર્વિસ મેનેજર સહિતનો સ્ટાફ અજાણ હોવાનું બહાર આવ્યું હતું. લૂંટ સમયે સર્વિસ મેનેજર સહિત બે લોકોએ લૂંટારાઓની નજર ચૂકવી ત્રણવાર બર્ગલર એલાર્મ દબાવ્યો હતો. પરંતુ વાગ્યો નહોતો. આ તકનો લાભ લઈ લૂંટારાઓ રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગવામાં સફળ રહ્યા છે. આરોપીઓ સીસીટીવી નજર બહાર એવી જગ્યાએથી ભાગી છૂટ્યા કે પોલીસ તેમનું પગેરું પણ મેળવી શકતી નથી. લૂંટારાઓને શોધવા પોલીસ ત્રણ દિવસથી હવાતિયા મારી રહી છે. પિસ્તોલના નાળચે 50 લાખની લૂંટ, આરોપીઓ બાઈક ફરાર મળતી માહિતી પ્રમાણે, વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ સ્થિત SBI બેંકની વરાછા બ્રાન્ચમાં 27 એપ્રિલ સોમવારે બપોરે 6થી વધુ લૂંટારુઓ ત્રણ બાઇક પર આવીને બેંકની અંદર ઘૂસ્યા હતા. ત્યારબાદ લૂંટારૂઓએ પિસ્તોલના નાળચે બેંક સ્ટાફને અને ગ્રાહકોને ડરાવી ધમકાવી, બંધક બનાવી કેશ કાઉન્ટરમાં રહેલ રોકડ 12 લાખ, સીએમએસના કર્મચારીઓ પાસેથી મળી રોકડ 50 લાખ અને કર્મચારીઓના મોબાઈલ ફોન લૂંટીને બાઈકો પર ફરાર થઈ ગયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) એક બેંકકર્મીએ પ્રયાસ કર્યો, પણ બર્ગલર એલાર્મ વાગ્યું નહોતું આ લૂંટ પ્રકરણમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે બેંકના સર્વિસ મેનેજર સહિત બેંક સ્ટાફ બેંકમાં લગાવેલ બર્ગલર એલાર્મ (બેંકમાં ચોરી કે લૂંટ જેવી કટોકટીની સ્થિતિમાં વપરાતા એલાર્મ) અંગે જાણકારી જ હતી. લૂંટ સમયે સર્વિસ મેનેજર અને ત્યાંના એક કર્મીએ આરોપીની નજર ચૂકવી ત્રણથી વધુ વખત બર્ગલર એલાર્મ બટન દબાવી એલાર્મ વગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બર્ગલર એલાર્મ વાગ્યો નહોતો. બર્ગલર એલાર્મને થોડીકવાર દબાવી રાખ્યા બાદ જ વાગે મળતી માહિતી પ્રમાણે, બેંકમાં લગાવેલ જૂનો એલાર્મ એકવાર દબાવાથી વાગી જતા હતા. પરંતુ હવેના બેંકના નવા બર્ગલર એલાર્મને થોડીકવાર દબાવી રાખ્યા બાદ જ વાગે છે. આ અંગેની જાણ બેંકના કર્મીઓને નહોતી. જો આ અંગેની જાણ બેંક સર્વિસ મેનેજર સહિત સ્ટાફને હોત તો આ લૂંટ સમયે બેંક મેનેજર સહિત બે લોકોએ બર્ગલર એલાર્મ વાગ્યો હોત અને આ બનાવ અંગેની જાણ પોલીસને વહેલી તકે થઈ હોત. જેનાથી આરોપીઓ પણ પોલીસના પકડમાં જોવા મળેત. આ પણ વાંચો: SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી આરોપીઓને પકડવા પોલીસની 8થી વધુ ટીમના છેલ્લા 68 કલાકથી હવાતિયા આ લુંટારૂઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક વરાછા પોલીસ સહિતની 8થી વધુ ટીમો છેલ્લા 68 કલાકથી હવાતિયા મારી રહી છે. પોલીસ દ્વારા લૂંટારૂઓના ફેશના ફોટોગ્રાફના આધારે, શહેરના આજુબાજુના વિસ્તારોમાં કામરેજ, વેલંજા અને સાયણ સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજના આધારે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે લુંટારૂઓને પકડવા તપાસ હાથ ધરી છે. છતાં એક પણ લૂંટારૂ પોલીસ પકડમાં હાલ સુધી આવ્યો નથી. પોલીસે 200થી વધુ કેમેરા ચેક કર્યા, પણ આરોપીનાં લોકેશન મળ્યા નહી પોલીસની ટીમો લૂંટની ઘટના બાદ ઘરે ગઈ નથી. રાત-દિવસ સુરત પોલીસના, મહાનગર પાલિકાના અને સ્થાનિક ઘર કે દુકાનોના આશરે 200થી વધુ કેમેરા ચેક કરી લીધા છે. તેમની ટીમો વેલંજાથી લઈ પલસાણા સુધી અને અડધું સુરત ફંફોસી વળી, પણ આરોપીનાં લોકેશન મેળવી શકી નથી. આરોપીઓ કેટલાક સીસીટીવીમાં ફુલસ્પીડે બાઇક હંકારતાં અને પૈસા ભરેલા ગુટખાના થેલામાં સાથે દેખાઈ છે. તમામ રાજ્યોની પોલીસને આરોપીના હાઈ ટેક ફોટો સ્કેનિંગ માટે પણ આપ્યા ક્રાઈમ બ્રાંચ અને વરાછા પોલીસે સ્થાનિક બાતમીદાર અને કેટલાકી ગેંગના ગુપ્તચરો પાસે આરોપીની ઓળખ માટે ફોટો વીડિયો મોકલ્યા છે, પણ તેઓ પણ તેમને ઓળખી શક્યા નથી. પોલીસની ટીમો બિહાર મધ્યપ્રદેશ અને યુપી કર્ણાટક મુંબઈમાં પોતાના સંપર્કના બાતમીદારો પાસે પણ ઓળખ માટે કાર્યવાહી કરી રહી છે. જોકે કોઈ સફળતા મળી નથી. ટેક્નોલોજી ઉપયોગથી હાઈ ટેક ફોટો પણ કઢાવ્યા છે. અમે તમામ રાજ્યોની પોલીસને તેનું સ્કેનિંગ માટે પણ આપ્યા છે પણ ત્યાંથી પણ કોઈ માહિતી મળી નથી. આ પણ વાંચો: 'લોકર ચાબી કહાં હૈ? બતા દે, વરના ઠોક દૂંગા' બેંકમાં તમામની પૂછપરછ, કોઈ સામેલ છે કે નહીં તેની તપાસ SBIની વરાછા શાખામાં ફરજ બજાવતા પટાવાળાથી લઈ તમામની પૂછપરછ લઈ પગેરુંમાં કોઈ સામેલ છે કે નહીં તેનો પણ પ્રયાસ કર્યો છે. અગાઉ આ બ્રાન્ચમાં પૈસા મૂકવા આવતી કેશવેનમાં નોકરી કરી ચૂકેલાઓની પણ માહિતી મેળવી તેમની પણ પૂછપરછ કરી છે. હાલ ફરજ પર અને શંકાના દાયરામાં આવેલા વોચમેનને આર્થિક પરિસ્થિતની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Bulandshahr man who killed 3 friends over cake smearing killed in encounter with UP Police
    Next Article
    ભાજપનો ભવ્ય વિજય 40 માંથી 36 બેઠકો પર કબજો:ભાવનગર જિલ્લા પંચાયત માં પ્રમુખ-ઉપપ્રમુખ માટે નામો ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment