Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપનો ભવ્ય વિજય 40 માંથી 36 બેઠકો પર કબજો:ભાવનગર જિલ્લા પંચાયત માં પ્રમુખ-ઉપપ્રમુખ માટે નામો ચર્ચા

    8 hours ago

    ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી એ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે જેમાં કુલ 40 બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે જેમાં 36 ભાજપ અને 2 કોંગ્રેસ તથા 2 અપક્ષ બેઠકો પર વિજેતા જાહેર થયા છે, ત્યારે હવે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ના નામો ની ચર્ચાએ જોર પકડ્યું છે, ભાવનગર જિલ્લા પંચાયત માં પ્રમુખ માટે મોખડકા બેઠક માંથી વિજેતા થયેલ શિવાભાઈ ઝવેરભાઈ ચૌહાણ, કમળેજ બેઠકમાંથી વિજેતા થયેલ પ્રદીપ ઠાકરશીભાઈ રાઠોડ તથા કળસાર બેઠક પરથી વિજેતા થયેલ રાજુભાઈ મુળુભાઈ સાંખટ ના પ્રમુખ ની દાવેદારી માટે નામો ચર્ચાઓમાં છે જ્યારે ઉપપ્રમુખ માટે વરતેજ બેઠક પરથી વિજેતા થયેલ સુરેન્દ્રસિંહ વનરાજસિંહ ગોહિલ, સણોસરા બેઠક પરથી વિજેતા થયેલ સોનલબેન સંજયભાઈ વાઘાણી, ઉમરાળા બેઠક પરથી વિજેતા થયેલ સુજાનસિંહ મુલુજી ગોહિલ, દિહોર બેઠક પરથી વિજેતા થયેલ હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર તથા મોરચંદ બેઠક પરથી વિજેતા થયેલ લગધીરસિંહ ગંભીરસિંહ ગોહિલ ઉપપ્રમુખ માટે ના નામો ચર્ચામાં છે, ભાવનગર જિલ્લા પંચાયત ની 40 બેઠકો માંથી ભાજપે 36 બેઠકો પર કબ્જો મેળવ્યો હતો, તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત હાંસલ કરી છે જેમાં અલંગ, બગદાણા, તળાજા, પાલિતાણા અને ગારિયાધાર જેવી મહત્વની બેઠકોનો સમાવેશ થાય છે ભાજપની આ એકતરફી જીત પક્ષની મજબૂત પકડ દર્શાવે છે. ​બીજી તરફ વિરોધ પક્ષ માટે માત્ર કોંગ્રેસ 2 બેઠકોઓમાં પાળી અને નાની રાજસ્થળી પર જ વિજય મેળવી શકી છે જ્યારે અન્ય 2 બેઠકો ચમરડી અને પાટણા પર અપક્ષ ઉમેદવારોએ બાજી મારી છે,
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં ઘટસ્ફોટ:3 વાર બટન દબાવ્યું છતાં વાગ્યું નહી, એલાર્મ સિસ્ટમથી મેનેજર સહિતનો સ્ટાફ અજાણ; લૂંટારાઓને શોધવા પોલીસના 3 દિવસથી હવાતિયા
    Next Article
    Opinion: Opinion | The Perfect Exit? Why This Is The Ideal Moment For Anyone Looking To Leave OPEC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment