Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં SBI સાથે 4.95 કરોડની બેંક લોન છેતરપિંડી:જંતુનાશક દવા બનાવવાના નામે લોન લઈને પરત ન કરી, બે કંપની માલિકો સામે CID ક્રાઈમમાં ફરિયાદ

    12 hours ago

    અમદાવાદના દસ્કોઈ તાલુકાના ગત્રાડ ગામ ખાતે સાહિત્ય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી બે કંપનીઓના માલિકોએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની લઘુ ઉદ્યોગ શાખામાંથી જંતુનાશક દવાઓ બનાવવાના નામે કરોડો રૂપિયાની લોન મેળવ્યા બાદ હપ્તા ન ભરી કુલ 4.95 કરોડની છેતરપિંડી આચરી છે. SBIના અધિકારી પુરુષોત્તમ શર્માની અરજીના આધારે CID ક્રાઇમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ 'Hyta Crop Care Industries'ના માલિક ત્રિભુવનદાસ શ્રીમાળીએ વર્ષ 2020માં જંતુનાશક દવાઓ બનાવવા માટે 1.25 કરોડની ટર્મ લોન અને ₹65 લાખની કેશ ક્રેડિટ મેળવી હતી. વર્ષ 2022થી તેમણે હપ્તા ભરવાના બંધ કરી દીધા હતા. 2.14 કરોડની રકમ ન ભરતાં ફરિયાદ નોંધાઈ બેંકે સ્થળ તપાસ કરતાં યુનિટ બંધ મળ્યું હતું અને મશીનરી ચોરી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે તપાસ દરમિયાન ખોટો સાબિત થયો હતો. બેંકે મોર્ગેજ મિલકતની હરાજી કરી હોવા છતાં, વ્યાજ અને અન્ય લિમિટ મળીને કુલ 2.14 કરોડની રકમ ન ભરતાં તેમની સામે ફરિયાદ નોંધાવાઈ છે. બીજો બનાવ પંકજ પ્રજાપતિએ બેંક સાથે 2.81 કરોડની છેતરપિંડી કરી તે જ એસ્ટેટમાં આવેલી 'Hyta Bio Science Industry'ના માલિક પંકજ પ્રજાપતિએ પણ વર્ષ 2020માં જંતુનાશક દવાઓના ઉત્પાદન અર્થે 80 લાખની કેશ ક્રેડિટ અને ₹1.95 કરોડની ટર્મ લોન લીધી હતી. તેમણે પણ વર્ષ 2022થી ધંધાકીય યુનિટ બંધ કરી હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. આ કંપની પાસે વ્યાજ અને અન્ય લિમિટ મળી કુલ 2.81 કરોડ લેણાં નીકળતા હોવાથી બેંક દ્વારા પંકજ પ્રજાપતિ વિરુદ્ધ પણ CID ક્રાઈમમાં અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ, બેંક સાથે વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયાની લોન મેળવ્યા બાદ ફંડ ડાયવર્ટ કરનારા બંને ઉદ્યોગકારો સામે સીઆઈડી ક્રાઈમે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનમાં ચડતી વખતે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરાયું:વડોદરા રેલવે સ્ટેશનેથી સુરત ભાઈને રાખડી બાંધવા જતી વખતે સ્નેચરે સેરવ્યું
    Next Article
    વરાછાનો વેબ ડેવલપર સાયબર માફિયાઓની જાળમાં ફસાયો:બોગસ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી 22 ટ્રાન્ઝેક્શનથી 26 લાખ ગુમાવ્યા, ઊંચા વળતરની લાલચ આપી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment