Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનમાં ચડતી વખતે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ચોરાયું:વડોદરા રેલવે સ્ટેશનેથી સુરત ભાઈને રાખડી બાંધવા જતી વખતે સ્નેચરે સેરવ્યું

    12 hours ago

    વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેનમાં ચડતી વખતે મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી અજાણ્યો તસ્કર પરિણીતાના ગળામાંથી 1.28 લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર સેરવીને ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ રેલવે પોલીસ મથકે નોંધાઈ છે. રક્ષાબંધન પર્વે ભાઈને રાખડી બાંધવા સુરત જઈ રહેલી મહિલા ભીડભાડ વચ્ચે ગઠિયાનો શિકાર બની હતી. ભાઈને રાખડી બાંધવા જતા સ્નેચરે મંગળસૂત્ર સેરવ્યું વાઘોડિયા રોડ પર આવેલી પૂજાપાર્ક સોસાયટીમાં રહેતા જીલબેન પ્રિતભાઈ ગાંધી રક્ષાબંધન નિમિત્તે સુરત ખાતે રહેતા પોતાના ભાઈના ઘરે જવા માટે પતિ સાથે નીકળ્યા હતા. રાત્રિના આશરે સાડા દસ વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન પહોંચી સુરતની જનરલ ટિકિટ લીધા બાદ તેઓ પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાના સુમારે એકતાનગર-દાદર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતાં તેઓ પાછળના જનરલ કોચમાં ચડવા ગયા હતા. રેલવે પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ જનરલ કોચમાં ચડતી વખતે મુસાફરોની ભારે ભીડનો ફાયદો ઉઠાવી કોઈ અજાણ્યો ચોર મહિલાના ગળામાંથી પેન્ડલવાળું સોનાનું મંગળસૂત્ર આંચકીને નાસી છૂટ્યો હતો. ડબ્બામાં તેમજ દરવાજા પાસે શોધખોળ કરવા છતાં મંગળસૂત્ર ન મળતાં ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી. સુરતથી પરત ફર્યા બાદ પરિણીતાએ આ અંગે રેલવે પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળમાં ફરી પૂરનું જોખમ:પહાડ પર બરફના ખડકો ધસી પડવાથી 3 નદી ભયજનક સપાટીથી ઉપર; અત્યાર સુધીમાં 1127નાં મોત, 4600 ગુમ
    Next Article
    અમદાવાદમાં SBI સાથે 4.95 કરોડની બેંક લોન છેતરપિંડી:જંતુનાશક દવા બનાવવાના નામે લોન લઈને પરત ન કરી, બે કંપની માલિકો સામે CID ક્રાઈમમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment