Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરંટ એકાઉન્ટ ખોલવાનું છે કહીને સુરત SBIને લૂંટી:લૂંટારુએ બેન્કમાં 40 મિનિટ મેનેજર સાથે ટાઈમપાસ કર્યો, કેશવાન આવતા જ પિસ્તોલ સાથ 'ફિલ્મી' પ્લાન એક્ઝિક્યુટ કર્યો

    8 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ની શાખામાં સોમવારે ભરબપોરે ફિલ્મી ઢબે મોટી લૂંટની ઘટના બની હતી. છ સશસ્ત્ર લૂંટારૂઓએ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંદૂકની અણીએ બાનમાં લઈને અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. 13 મિનિટના આ તાંડવમાં લૂંટારૂઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને બેંકમાં ઘૂસપેઠ કરી લૂંટારૂઓ સંપૂર્ણ આયોજન સાથે આવ્યા હતા. સોમવારે બપોરે 1:13 કલાકે એક લૂંટારૂએ બેંકમાં આવી સર્વિસ મેનેજર સાથે કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને વાતચીત કરી હતી. તે સમયે તેણે 'પપ્પાની જગ્યાએ હું સહી કરું તો ચાલે?' એવા પ્રશ્નો પૂછી બેંકના કામકાજની જાણકારી મેળવી લીધી હતી. ત્યારબાદ બપોરે 1:54 કલાકે પાંચ જેટલા અન્ય હિન્દી ભાષી લૂંટારૂઓ પિસ્તોલ સાથે અંદર ઘૂસી આવ્યા હતા. લોકરની ચાવી માટે મેનેજરને ધમકાવ્યો એક લૂંટારૂએ સર્વિસ મેનેજર પાસે આવી કહ્યું હતું કે, લોકર કી ચાવી તેરે પાસ હૈ. બાદમાં કહા પે હૈ ચાવી બોલ તેરે કો ઠોક દુંગા કહી તેમને ડરાવી ધમકાવી બંધક બનાવ્યા હતા. બાદમાં લૂંટારૂઓએ કેશિયરને ધમકાવીને તેને કેશ કાઉન્ટર પાસે લઈ જઈ તેની પાસે ચાવી વડે લોકર ખોલાવી જેમાંથી રોકડ 12 લાખની લૂંટ ચલાવી હતી. 5-7 કસ્ટમરને બંદૂકની અણીએ જ રાખ્યા બેંકમાં એન્ટ્રી કરતાની સાથે જ લૂંટારૂઓએ હાજર સ્ટાફ અને 5-7 ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવી દીધા હતા. સિક્યોરિટી ગાર્ડને માર મારીને ધમકી આપવામાં આવી હતી કે, "ચૂપચાપ બેસી જા, નહીંતર ફોડી દઈશ." એક બહાદુર ગ્રાહકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા લૂંટારૂઓએ તેની કાનપટ્ટી પર ત્રણ પિસ્તોલ તાકી દીધી હતી. સર્વિસ મેનેજરને પણ માર મારીને લોકર ખોલાવવા દબાણ કરવામાં આવ્યું હતું. CMS કેશવાનના ગનમેનની શંકાસ્પદ ભૂમિકા નજરે પડી બપોરે 1:54 વાગ્યે CMS સિક્યોરિટીના કર્મચારીઓ 40 લાખ રૂપિયા લઈને બેંકમાં પહોંચ્યા હતા. કર્મચારીઓ જેવી કેશ લઈને અંદર આવ્યા, તરત જ લૂંટારૂઓએ તેમને ઘેરી લીધા હતા અને 40 લાખમાંથી 38 લાખની લૂંટ કરી હતી. જોકે, બે લાખ રૂપિયા કેશવાનમાં રહી ગયા હતા. આ દરમિયાન, કેશવાન સાથે આવેલા બે ગનમેનમાંથી એક ગાડીમાં હતો અને બીજો બહાર ફરતો હતો, પરંતુ તેમણે લૂંટારૂઓને અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં છે. કુલ મળીને બેંકમાંથી 12 લાખ અને CMS વેનમાંથી 38 લાખ મળી કુલ 50 લાખની લૂંટ થઈ હતી. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ લૂંટારૂઓ ત્રણ સ્પોર્ટ્સ બાઈક (પલ્સર, અપાચે, સ્પ્લેન્ડર) પર આવ્યા હતા, જેની નંબર પ્લેટ જામનગર, અમદાવાદ અને વલસાડના હતા. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ નંબર ખોટા છે અને કોઈ ઓનલાઈન વેબસાઈટ પરથી લીધેલા હોઈ શકે છે. ભાગતી વખતે લૂંટારૂઓ ખૂબ શાતિર સાબિત થયા હતા. તેમણે કર્મચારીઓ અને ગ્રાહકોના મોબાઈલ ફોન છીનવી લીધા હતા અને પોલીસ તેમને ટ્રેક ન કરી શકે તે માટે અલગ-અલગ રસ્તે મોબાઈલ ફેંક્યા હતા. આ ફોન શ્યામધામ, સરથાણા અને કઠોર પાસેથી મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ હાઈ-વે થઈને ભાગ્યા છે. પોલીસે લૂંટારુઓની લેંગ્વેજ અને ફિંગર પ્રિન્ટથી ઓળખ કરવાના પ્રયાસ પોલીસે લૂંટારુઓના ચહેરા અને બોલીનો અભ્યાસ કર્યો હતો. બેંકમાં જે વ્યક્તિઓ હતી તેમની સાથે લૂંટારુઓએ કઇ ભાષા અને કયા લહેકામાં વાત કરી હતી તેની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી. લહેકા પરથી તેઓ વેસ્ટર્ન યુ.પી. અને બિહારી લેગ્વેજ બોલતા હોય એવું જણાઇ આવતાં તે દિશામાં પણ ટીમોને કામે લગાડવાની સાથે બેંકમાંથી લૂંટારુઓના ફિંગર પ્રિન્ટ પણ મેળવ્યા હતા. જે પોલીસના ઇ-ગુજકોપ તથા બીજા સોફટવેરમાં નાંખીને ચેક કરવામાં આવશે. લૂંટારૂઓ વેલંજા અને ગ્રામ્ય વિસ્તારમાં છુપાયા હોવાની શંકા સાથે પોલીસ ત્યાં તપાસ કરી રહી છે. ધોળા દિવસે થયેલી આ લૂંટને પગલે શહેરમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    અક્ષય સાથે રોમેન્ટિક ડાન્સ કરતા-કરતા અચાનક ભૂમિ પેડનેકર ઢળી પડી:ખિલાડી કુમારના શ્વાસ અધ્ધર થઈ ગયા, ફરાહ ખાનની ચિસ નીકળી ગઈ; જુઓ VIDEO
    Next Article
    Karachi Residents Store Cooking Gas In Balloons Amid Fuel Shortage: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment