Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV:કેશવાનની 40 મિનિટ રાહ જોઈ, 6 લૂંટારાઓએ કર્મચારીઓને બંધક બનાવ્યા

    15 hours ago

    સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) શાખામાં આજે દિવસદહાડે હથિયારધારી લૂંટારૂઓ ત્રાટક્યા હતા. 5થી 6 જેટલા લૂંટારૂઓએ પિસ્તોલની અણીએ બેંક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને CCTVના આધારે આરોપીઓને પકડવા માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. 55 મિનિટની અંદર લૂંટ કરીને આરોપીઓ સ્પોર્ટ્સ બાઈકમાં ફરાર પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે લૂંટારો 1.11 કલાકે SBI બેન્કની અંદર આવ્યા હતા. ત્યારબાદ 2.06 કલાક સુધી કર્મચારીઓને પિસ્તોલની અણીએ બંધક બનાવીને રૂપિયાની લૂંટ ચલાવી હતી. કેશવાનમાંથી લાવવામાં આવેલા રૂપિયા અને કેશ કાઉન્ટર પર રહેલા રૂપિયા મળીને કુલ 50 લાખથી વધુ ની લૂંટ કરી હતી. ત્યારબાદ વિમલના થેલા અને અને લગેજ બેગમાં રૂપિયા ભરીને સ્પોર્ટ્સ બાઈક પર ફરાર થઈ ગયા હતા. કેશ ડિપોઝિટની કામગીરીનો લાભ લઈને ચોર અંદર ઘૂસ્યા હતા DCP આલોક કુમારે SBI બેંકની લૂંટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)માં 5થી 6 જેટલા લૂંટારૂઓએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારૂઓએ બેંકમાં હાજર કેશિયર અને અન્ય સ્ટાફને પિસ્તોલ (વેપન) બતાવીને બંધક બનાવી દીધા હતા. લૂંટારૂઓએ બેંકમાં ચાલતી કેશ ડિપોઝિટની કામગીરી (CMS ગાડી દ્વારા) નો લાભ લઈને આ લૂંટ કરી છે. સ્ટાફના મોબાઈલ ફોન પણ લૂંટારૂઓએ છીનવી લીધા હતા, જેથી તેઓ પોલીસને સમયસર જાણ કરી શક્યા નહોતા. લૂંટારૂઓ ગયા બાદ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.આ ઘટના બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-1 પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે. હાલ પોલીસ આરોપીઓ ક્યાંના છે અને તેઓએ આ ગુનો કેવી રીતે કર્યો તે અંગેની તપાસ કરી રહી છે. લૂંટારૂઓના ચહેરા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. એકાદ આરોપીનો ચહેરો કેમેરાના એન્ગલને કારણે સ્પષ્ટ ન હોઈ શકે, પરંતુ બાકીના આરોપીઓના ચહેરા આઈડેન્ટિફાય કરવામાં આવી રહ્યા છે. લૂંટારૂઓએ બુરખો પહેર્યો હોવાની જે વાતો વહેતી થઈ હતી, તેનો ડીસીપીએ ઇનકાર કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, કોઈ બુરખો પહેર્યો નહોતો. અમે આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની વિવિધ ટીમો કામે લાગી છે અને ખૂબ જ ઝડપથી આ કેસને ઉકેલી લેવામાં આવશે. ગનમેને જાણ કરી ત્યારે ખબર પડી કે બેંકમાં લૂંટ થઈ છે - કેશવાનના કર્મચારી સુરતના વરાછામાં SBI બેંકમાં થયેલી લૂંટની ઘટનામાં કેશવાનના કર્મચારી શિવપૂજન સિંગે મીડિયા સમક્ષ ઘટનાની વિગતો આપતા જણાવ્યું છે કે, તેમને લૂંટ વિશે કોઈ જાણકારી નહોતી. જ્યારે કેશવાન બેંકની અંદર ગયું, ત્યારે તેઓ ગાડીમાં જ બેઠેલા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને અંદર શું ઘટના બની રહી છે તેની કોઈ જાણ નહોતી. તેમણે કહ્યું કે લૂંટ અંદર થઈ છે, તેની જાણ તેમને કે ગનમેનને પણ નહોતી. જે રોકડ રકમ લૂંટાઈ છે, તે બાબતે પણ તેમને કોઈ જાણકારી નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે કોઈ લૂંટારૂઓ ભાગતા દેખાયા કે સાયરન સંભળાયું? ત્યારે તેમણે જવાબ આપ્યો કે, તેમને કોઈ પણ વ્યક્તિ ભાગતી દેખાઈ નથી કે કોઈ સાયરનનો અવાજ પણ સંભળાયો નથી. તેમના મતે લૂંટારૂઓ બેંકના અંદરના ભાગેથી આવ્યા હશે અને બહારથી કોઈને કંઈ ખબર પડી નથી. જ્યારે બેંકમાંથી લોકોને ખબર પડી ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. કેશવાનના કર્મચારી મુજબ, આ આખી લૂંટની ઘટના ખૂબ જ ગુપ્ત રીતે અંદર થઈ હતી અને બહાર ગાડીમાં બેઠેલા કર્મચારીઓને અણસાર સુદ્ધાં આવ્યો નહોતો કે અંદર બેંકમાં મોટી લૂંટને અંજામ આપવામાં આવ્યો છે. કર્મચારીઓને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, બપોરના સમયે ચાર અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી-ધમકાવીને બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. હથિયારોના જોરે લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અશ્વિની કુમાર સહિત વરાછા, પુણા, કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી સહિતનો પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને બેંક તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી લૂંટારુઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર સોમનાથ પહોંચ્યા:હેલિપેડ પર સ્વાગત, રાત્રિ રોકાણ; આવતીકાલે મહાદેવના દર્શન કરશે
    Next Article
    Sthanik Swaraj election Result Live | કઈ બેઠક કોંગેસ! ભાજપ પાસેથી પડાવી લેશે? | BJP | Congress

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment