Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર સોમનાથ પહોંચ્યા:હેલિપેડ પર સ્વાગત, રાત્રિ રોકાણ; આવતીકાલે મહાદેવના દર્શન કરશે

    12 hours ago

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગીર સોમનાથ જિલ્લામાં આવી પહોંચ્યા છે. રાજકોટના હીરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે તેમનું આગમન થયું હતું. આગમન બાદ તેઓ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. હેલિપેડ પર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની રૂપરેખા આવતીકાલે સવારે 10:00 વાગ્યે અમિત શાહ સોમનાથ મહાદેવના મંદિરે પહોંચશે. અહીં તેઓ દર્શન અને પૂજા-અર્ચના કરશે તથા ભગવાન સોમનાથનો જળાભિષેક કરી આશીર્વાદ મેળવશે. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ સવારે 11:00 વાગ્યે તેઓ પરત પ્રસ્થાન કરશે. ચૂંટણી બાદ પરંપરાગત ધાર્મિક પ્રવાસ સોમનાથ મહાદેવ પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા અમિત શાહ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ અચૂક અહીં દર્શનાર્થે આવે છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ તેઓ ફરી એકવાર મહાદેવના શરણે પહોંચ્યા છે. તેમની આ મુલાકાત માત્ર વ્યક્તિગત આસ્થા જ નહીં, પરંતુ પ્રાચીન ધાર્મિક પરંપરાઓ પ્રત્યેના લગાવને પણ દર્શાવે છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગૃહમંત્રીની મુલાકાતને અનુલક્ષીને સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મુલાકાત શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સાંસદ, ધારસભ્યો અને નેતાઓ હાજર રહ્યા આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, રાજ્ય મંત્રી પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરા, ધારાસભ્યો ભગવાન બારડ અને કે.સી. રાઠોડ ઉપરાંત માનસિંગ પરમાર, ઝવેરી ઠકરાર, દીનુ સોલંકી, જશા બારડ, ગોવિંદ પરમાર, રાજસી જોટવા, મહેન્દ્ર પિઠીયા, ડોલર કોટેચા અને શિવા સોલંકી સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી ભરત વાળા, અનિલ જેઠવા અને દિલીપ બારડે તેમનું સ્વાગત કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    IPL- દિલ્હીએ 8 રનમાં 6 વિકેટ ગુમાવી:3 બેટર ઝીરો પર આઉટ; બેંગલુરુના ભુવનેશ્વર-હેઝલવુડને 3-3 વિકેટ
    Next Article
    સુરત SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV:કેશવાનની 40 મિનિટ રાહ જોઈ, 6 લૂંટારાઓએ કર્મચારીઓને બંધક બનાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment