Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાભીના વ્હોટ્સએપ નંબર પરથી લિંક મોકલી સાયબર ઠગાઈ:દિયરે RTO ચલણની લિંક પર ક્લિક કરતા જ ફોન હેક, ગઠિયાઓએ ખાતામાંથી ₹84,000 સેરવી લીધા

    1 day ago

    સાયબર માફિયાઓ હવે લોકોના પરિચિતોના મોબાઈલ હેક કરીને તેમના જ નંબર પરથી છેતરપિંડીની જાળ બિછાવી રહ્યા છે. દહેગામમાં ભાભીના નંબર પરથી આવેલી RTO ચલણની લિંક ખોલતાની સાથે જ 28 વર્ષીય દિયરના ખાતામાંથી 84,000 સેરવી લેવામાં આવતા દહેગામ પોલીસે અજાણ્યા ઠગો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ભાભીના નંબર પરથી આવેલી માલવેર ફાઇલ ખોલતા ફોન હેક થયો દહેગામના મારુતિફ્લોરા વિસ્તારમાં રહેતા અને વડોદરા પાટીયા ખાતે શિવ ટ્રેડર્સ નામે લાકડાના ટેકાનો વેપાર કરતા બળદેવગીરી રમેશગીરી ગોસ્વામી ગત 10 ઓક્ટોબરના રોજ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હતા. તે દિવસે બળદેવગીરીના મોબાઈલ પર તેમના ભાભી નિકિતાબેન ગોસ્વામીના નંબર પરથી આરટીઓ ચલણની apk લિંક આવી હતી. આ જોઈ ઘરના સભ્યના નંબર પરથી મેસેજ આવ્યો હોવાથી વિશ્વાસ રાખીને બળદેવગીરીએ તે ફાઇલ ઓપન કરી હતી. જે ક્લિક કરતાની સાથે જ મોબાઈલમાંથી ઓટોમેટિક ડિલીટ પણ થઈ ગઈ હતી. જોકે આ માલવેર ફાઇલ ખૂલતાની સાથે જ વેપારીના મોબાઈલ અને તેના પર ચાલતી ફોનપે એપ્લિકેશનનો કંટ્રોલ સાયબર ગઠિયાઓના હાથમાં જતો રહ્યો હતો. બે તબક્કામાં રૂ. 65 હજાર ટ્રાન્સફર થતા 1930 પર ફરિયાદ કરી ત્યારબાદ 15 ઓક્ટોબરના રોજ સાંજે બળદેવગીરીના દહેગામ ખાતેની બેંકના ખાતામાંથી પ્રથમ વખત રૂ. 15,000 ડેબિટ થઈને LALNUNTHARI નામના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જોકે વેપારના રોજિંદા વ્યવહારો ચાલતા હોવાથી વેપારીને લાગ્યું કે, કોઈ પેમેન્ટ થયું હશે તેથી તેમણે તે મેસેજ પર ખાસ ધ્યાન આપ્યું ન હતું. ત્યારબાદ ગઠિયાઓએ બીજી વખત 20 ઓક્ટોબરના રોજ મોટો હાથ માર્યો હતો. તે દિવસે સવારે મહેસાણાના એક ગ્રાહક પરેશભાઈ પટેલે વેપારીના ખાતામાં રૂ. 40,000 જમા કરાવ્યા હતા. ખાતામાં બેલેન્સ આવતાની સાથે જ બપોરે ગઠિયાઓએ ખાતામાંથી રૂ. 50,000 ઉપાડી લીધા હતાં. તે રકમ નિલેશ પ્રદિપસિંગ પરદેશી નામના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. આખરે ખાતું હેક થયાની શંકા જતા વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે પણ ખાતામાંથી વધુ રૂ. 19 હજાર સાફ થઈ ગયા તેમ છતાં બીજા જ દિવસે એટલે કે 21 ઓક્ટોબરના રોજ બપોરે ઓફિસે આવેલા બે ગ્રાહકોએ સ્કેનર મારફતે રૂ. 16,000 અને રૂ. 3,000 મળીને કુલ રૂ. 19,000નું ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. જ્યારે સાંજે બળદેવગીરીએ અન્ય એક વેપારીને પૈસા ચૂકવવા માટે ફોનપે ખોલ્યું તો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાનો મેસેજ આવ્યો હતો. તપાસ કરતા માલૂમ પડ્યું કે ગઠિયાઓએ રૂ.19,000 પણ ખાતામાંથી સાફ કરી નાખ્યા હતા. એટલે તેમણે ફરીવાર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ અંગે દહેગામ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કાશ્મીર-ઉત્તરાખંડમાં હિમવર્ષા, દિલ્હી-રાજસ્થાનમાં ઝરમર વરસાદ:યુપીમાં ધુમ્મસ, ઓડિશામાં ત્રીજા વાવાઝોડાનું એલર્ટ; MPના 19 શહેરોમાં ઠંડી
    Next Article
    પ્રાંતિજના સેજવીકપુરના યુવકને અકસ્માત નડ્યો:હિંમતનગર-ઇલોલ રોડ પર વાહનની ટક્કરે યુવકનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment