Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાંતિજના સેજવીકપુરના યુવકને અકસ્માત નડ્યો:હિંમતનગર-ઇલોલ રોડ પર વાહનની ટક્કરે યુવકનું મોત

    11 hours ago

    હિંમતનગર-ઇલોલ રોડ પર નાયરા પેટ્રોલપંપ પાસે અજાણ્યા વાહનની ટક્કરે લગ્નમાં જવા નીકળેલ પ્રાંતિજના સેજવીકપુરના 24 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી. સેજવીકપુર ખાતે રહેતા ખેડૂત રણજીતસિંહ હરીસિંહ રાઠોડનો 24 વર્ષીય પુત્ર મયુરસિંહ શુક્રવારે સવારે આશરે 11:00 વાગ્યે બાઈક નંબર GJ-09-DD-9919 લઈને કેશરપુરા ગામે લગ્નપ્રસંગમાં જવા નીકળ્યો હતો. દરમિયાન ઇલોલ રોડ પર એમ.જે. પ્લાસ્ટિક કંપની અને નાયરા પેટ્રોલપંપ પાસે અજાણ્યા વાહનના ચાલકે મયુરસિંહના બાઈકને ટક્કર મારી અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. બપોરે આશરે 12:00 વાગ્યે અજાણ્યા નંબર પરથી અકસ્માત અંગે પિતાને જાણ કરાતાં પરિજનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જોકે ગંભીર ઈજાઓને કારણે મયુરસિંહે દમ તોડી દીધો હતો અને બાઈક ક્ષતિગ્રસ્ત હાલતમાં રોડ સાઇડે પડ્યું હતું. મૃતદેહને હિંમતનગર સિવિલમાં ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમ વિધિ માટે સોંપાયો હતો. હિંમતનગર ગ્રામ્ય પોલીસે પિતાની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાભીના વ્હોટ્સએપ નંબર પરથી લિંક મોકલી સાયબર ઠગાઈ:દિયરે RTO ચલણની લિંક પર ક્લિક કરતા જ ફોન હેક, ગઠિયાઓએ ખાતામાંથી ₹84,000 સેરવી લીધા
    Next Article
    ફરિયાદ કરો તો પાલિકા કહે છે ફોટો પાડીને મોકલો:હિંમતનગરમાં દુર્ગા મિલ પાછળ છેલ્લા બે મહિનાથી કચરાના ઢગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment