Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાતાકીય તપાસના આદેશ:સુરત RTOમાં અરજદારને લાફા મારનાર ક્લાર્ક યોગેશ ચૌધરીની DA શાખામાંથી હકાલપટ્ટી, વિડીયો વાયરલ થતાં ઓડિટમાં ધકેલાયો

    10 hours ago

    સુરત આરટીઓ કચેરીમાં વ્હીકલના દંડની માંડવાળ ફી ભરવા પહોંચેલા નિર્દોષ અરજદાર પર હુમલો કરી ખુલ્લેઆમ ગુંડાગીરી કરનાર ક્લાર્ક યોગેશ ચૌધરી સામે આખરે તંત્ર સફાળું જાગ્યું છે. એડિશનલ કલેક્ટર અને સુરત આરટીઓ એચ.એમ. પટેલે કડક વલણ દાખવી ક્લાર્કની ગાજ વરસાવી છે. અરજદારને જાહેરમાં લાફા ઝીંકી મોબાઈલ ઝૂંટવી લેવાનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ આરટીઓ પ્રશાસને યોગેશ ચૌધરીને તાત્કાલિક અસરથી ડીએ શાખામાંથી હટાવી ઓડિટ વિભાગમાં ધકેલી દીધો છે. આ સાથે જ તેની ગંભીર ગેરવર્તણૂક મામલે ખાતાકીય તપાસના આદેશ જારી કરી દેવાયા છે. સિસ્ટમના ધાંધિયાથી ત્રાહિમામ અરજદારે વીડિયો ઉતારતાં સરકારી બાબુ વિફર્યો સુરત આરટીઓ કચેરીમાં છેલ્લા બે દિવસથી વાહન વ્યવહાર વિભાગની ઓનલાઇન સિસ્ટમ સાવ ગોકળગાયની ગતિએ ચાલી રહી હતી. કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને ત્રાહિમામ પોકારી ગયેલા અરજદારે તંત્રની આ ઢીલી નીતિનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારવાનું શરૂ કર્યું હતું. અરજદારને વીડિયો બનાવતો જોઈ ટેબલ પર બેઠેલો ક્લાર્ક યોગેશ ચૌધરી આવેશમાં આવી ગયો હતો. તેણે સરકારી પદની મર્યાદા નેવે મૂકી અરજદાર પર હુમલો કર્યો હતો અને ત્રણથી ચાર લાફા ચોડી દઈ મોબાઈલ ઝૂંટવી લીધો હતો. શરૂઆતમાં લીપાપોતીનો પ્રયાસ, વીડિયો વાયરલ થતાં પ્રશાસન ભીંસમાં મુકાયું ઘટના બન્યા બાદ તાત્કાલિક અસરથી કચેરીના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષે સમાધાન કરાવી મામલો દબાવી દેવાનો અને સમગ્ર પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકવાનો પૂરેપૂરો ખેલ ખેલાયો હતો. જોકે, સરકારી બાબુની ખુલ્લી ગુંડાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થઈ જતાં આરટીઓ પ્રશાસનની આબરૂના જાહેરમાં ધજાગરા ઊડી ગયા હતા. જનતામાં ઊઠેલા ભારે આક્રોશને પગલે ઉચ્ચ અધિકારીઓને પગલાં લેવાની ફરજ પડી હતી. તપાસ અધિકારીની નિમણૂક, ગાંધીનગર વડી કચેરી રિપોર્ટ મોકલાશે આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાને રાખી એડિશનલ કલેક્ટર અને સુરત આરટીઓ એચ.એમ. પટેલે તપાસ અધિકારીની નિમણૂક કરી છે. આ તપાસ અધિકારી કચેરીમાં બનેલી મારામારીની સમગ્ર ઘટના, સ્થળ પર ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને સીસીટીવી તેમજ વાયરલ વીડિયો ફૂટેજની ઝીણવટભરી તપાસ કરીને વિગતવાર રિપોર્ટ તૈયાર કરશે. આ અહેવાલ ગાંધીનગર સ્થિત ટ્રાન્સપોર્ટ કમિશનરેટ (વડી કચેરી) ખાતે મોકલવામાં આવશે, જ્યાંથી ક્લાર્ક સામે આકરા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. અન્ય સ્ટાફને સુધરી જવા સૂચના, મામલો અડાજણ પોલીસ મથકે પહોંચ્યો આ શરમજનક ઘટના બાદ આરટીઓ પ્રશાસને કચેરીના સમગ્ર સ્ટાફને અરજદારો સાથે સભ્યતાપૂર્વક વર્તવા અને આવી અસભ્ય વર્તણૂકનું પુનરાવર્તન ન કરવા કડક સૂચના આપી છે. બીજી તરફ, પીડિત અરજદાર દ્વારા અડાજણ પોલીસ મથકમાં પણ અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યભરમાં વાહન વ્યવહાર વિભાગની ઓનલાઇન સિસ્ટમમાં ચાલતી અંધાધૂંધી અને લાલિયાવાડીને કારણે રોજિંદા ધોરણે અરજદારો અને સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાઈ રહ્યું છે, જેનું વરવું રૂપ સુરત આરટીઓમાં જોવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ગાંધી જયંતીએ ભાજપ-આગેવાનોએ ખાદી ખરીદી:રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે 'વોકલ ફોર લોકલ' માટે સ્વદેશી અપનાવવા અપીલ કરી
    Next Article
    મુન્દ્રામાં કોંગ્રેસ આગેવાનોએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી:157મી જન્મજયંતિ પર તેમના જીવન અને આદર્શોને યાદ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment