Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ગાંધી જયંતીએ ભાજપ-આગેવાનોએ ખાદી ખરીદી:રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે 'વોકલ ફોર લોકલ' માટે સ્વદેશી અપનાવવા અપીલ કરી

    10 hours ago

    વેરાવળમાં ગાંધી જયંતીએ ખાદી ખરીદવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. ગુજરાત સરકારે ખાદી અને પોલિવસ્ત્રના વેચાણ માટે 30 ટકા વિશેષ સહાય જાહેર કરતા ખરીદીનો ઉત્સાહ વધ્યો. ગાંધીજીના સ્વદેશી વિચારને ફેલાવવા ભાજપના આગેવાનો વેરાવળના ટાવર ચોક સ્થિત ખાદી ગ્રામોદ્યોગ ભવન પહોંચ્યા. રાજ્યસભા સાંસદ માનસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, શહેર પ્રમુખ શૈલેષ મેસવાણિયા, નગરપાલિકાના ઉપપ્રમુખ હેમીબેન જેઠવા, કારોબારી ચેરમેન ઉદય શાહ, પૂર્વ અધ્યક્ષ દેવાભાઈ ધારેચા સહિત અનેક કાર્યકરો જોડાયા. સાંસદ પરમારે કહ્યું, ખાદી સ્વદેશી વસ્ત્ર છે. 'વોકલ ફોર લોકલ' માટે સ્થાનિક ઉત્પાદનો ખરીદવા જરૂરી છે. આનાથી કારીગરોને રોજગારી મળશે. સરકારની 30 ટકા વિશેષ સહાય 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર, 2026 સુધી મળશે. આનાથી ખાદીનું વેચાણ વધશે અને કારીગરોને પ્રોત્સાહન મળશે. સાંસદે દિવાળી માટે વધુ સ્થાનિક ઉત્પાદનો ખરીદવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરના સાગ્રોસણામાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ શ્રમદાન:'એક દિવસ, એક કલાક, એક સાથે રાષ્ટ્રવ્યાપી શ્રમદાન દિવસ',સૌએ સાથે મળી ગામમાં સ્વચ્છતાનું કામ કર્યું
    Next Article
    ખાતાકીય તપાસના આદેશ:સુરત RTOમાં અરજદારને લાફા મારનાર ક્લાર્ક યોગેશ ચૌધરીની DA શાખામાંથી હકાલપટ્ટી, વિડીયો વાયરલ થતાં ઓડિટમાં ધકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment